- ત્રીજી લહેરમાં બાળકો સંક્રમિત થવાની શક્યતા
- SOP પ્રમાણે શાળા ખોલવાની માગ
- ફી મામલે શાળા સંચાલક મંડળનો બચાવ, સરકારના આદેશ મુજબ આપી ફી માફી
ભાવનગર: શહેરની તમામ શાળાઓ બંધ છે અને હાલ ગાઈડલાઈન મુજબ ધોરણ 12ના વર્ગ ખંડો શરૂ કરાયા છે. પરંતુ કેટલીક શાળાઓ તમામ વર્ગો ફરીથી શરૂ કરવાની માગ કરી રહી છે. આ મામલે સરકાર તરફથી પણ કોઈ સંતોષકારક ઉત્તરો મળી રહ્યા નથી.
આ પણ વાંચો: સ્વનિર્ભર શાળા સંચાલક મંડળની જાહેરાત, ફી નહીં તો શિક્ષણ નહીં
શાળા સંચાલક મંડળના પ્રમુખે આપી માહિતી
ભાવનગર શહેર શાળા સંચાલક મંડળની માગ છે કે તેમને શાળાઓ ખોલવાની પરવાનગી આપવામાં આવે. સાથે જ વિદ્યાર્થીઓનું ભાવિ બગડતું હોવાનું કારણ પણ આગળ ધરવામાં આવી રહ્યું છે. સરકાર મોલ અને સ્વિમિંગપુલ ખોલવા માટે મંજૂરી આપતી હોય તેના કરતાં શાળામાં શિક્ષણકાર્ય શરૂ થવું વધુ મહત્વનું છે. શાળા સંચાલક મંડળના પ્રમુખ મનહર રાઠોડે આ માહિતી આપી હતી.
મંડળે આપ્યા જવાબ
ઓનલાઇન શિક્ષણના નામે આર્થિક ભીંસમાં આવેલા વાલીઓને શાળા સંચાલકો તરફથી બક્ષવામાં આવ્યા નથી. 25 ટકા સરકારે રાહત જાહેર કર્યા બાદ પણ ક્યાંક ફી પુરી લેવામાં આવી છે. શાળા સંચાલક મંડળના ચેરમેન બી. પી. જાગાણીએ જણાવ્યું હતું કે, સરકારના આદેશ મુજબ 25 ટકા ફી માફી આપી છે અને આશરે 50 ટકાથી વધુ લોકોએ ફી ભરી નથી. છતાં અમે વિદ્યાર્થીને શિક્ષણ માટે શાળા ખોલવાની માગ કરી છે. જો સરકાર શેરી શાળા શરૂ કરી શકતી હોય તો ખાનગી શાળાઓને મંજૂરી કેમ નથી આપવામાં આવી રહી. ત્રીજી લહેર આવશે તો અમે શાળાઓ ફરી બંધ કરીશું.
આ પણ વાંચો: સુરતમાં સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરાઇ
શાળાઓ SOP પ્રમાણે શાળા શરૂ કરવા માંગે છે, શિક્ષણધિકારીનો જવાબ
શાળા સંચાલક મંડળ ફીના વાંકે નુકસાની ભોગવી રહ્યા છે. બેફામ શિક્ષણના વેપલામાં લાખો કમાયા બાદ પણ પોતાની નુકસાની વેઠવી નથી માટે શાળાઓ ખોલવા તેઓ તૈયાર થયા છે. નિયમ મુજબ SOP પ્રમાણે એક વર્ગ ખંડમાં 20 બાળકો બેસાડવામાં આવશે. પાણી અને નાસ્તો પોતાનો જ આરોગવામાં આવે તેનું ધ્યાન રાખવામાં આવશે. ત્યારે શિક્ષણાધિકારીને આ બાબતે જણાવે છે કે, સરકાર નિર્ણય કરશે તેમ કાર્યવાહી કરવામાં આવશે. શાળાઓ સામે ફી મામલે ફરિયાદ આવી છે કે કેમ તેના મુદ્દે તેમને શાળા ફી માફી આપી રહી છે તેમ કહીને જવાબ આપવાનું ટાળ્યું હતું.