ETV Bharat / city

Corona Effect: અલંગમાં મજૂરોની સંખ્યામાં ઘટાડો જોવા મળતા શિપ ઉદ્યોગ ધીમી ગતિએ - Bhavnagar Breaking News

ભાવનગરના અલંગ શિપ બ્રેકિંગ ઉદ્યોગ (Ship breaking industry) કોરોનાની બીજી લહેરમાં મજૂરો ન મળતા ઠપ બન્યો છે. 20 હજાર મજૂરોની જરૂરિયાત સામે હાલ માત્ર 3000 જ મજૂરો કામગીરી માટે જોવા મળી રહ્યા છે. જેના કારણે જહાજ ભાંગવાની કામગીરી ધીમી ગતિએ ચાલતા શિપ ઉદ્યોગકારો મુશ્કેલી અનુભવી રહ્યા છે.

Bhavnagar News
Bhavnagar News
author img

By

Published : Jun 9, 2021, 8:16 PM IST

Updated : Jun 9, 2021, 8:55 PM IST

  • કોરોનાની બીજી લહેરમાં અલંગમાં ઉદ્યોગમાં ઓક્સિજન ન મળતા કામગીરી ઠપ
  • અલંગમાં કામગીરી ઠપ થતા અંદાજિત 16000થી વધુ મજૂરોને રોજગાર ન મળતા વતન પાછા ફરવા મજબૂર
  • બીજી લહેરના 40 દિવસ બાદ સંક્રમણ ઘટતા અલંગમાં 20 ટકા મજૂરો સાથે કામગીરી

ભાવનગર : અલંગ શિપ બ્રેકીંગ ઉદ્યોગ (Ship breaking industry) કોરોના મહામારીનો સતત સામનો કરી રહ્યું છે. એવા સમયે કોરોનાની બીજી લહેર દરમિયાન ઓક્સિજનની અછત ઉભી થતા અલંગ શિપ બ્રેકરો (Ship breakers) દ્વારા કામગીરી ઠપ કરી માનવ જિંદગી માટે ઓક્સિજન પુરવઠો પૂરો પાડ્યો હતો. કોરોનાની બીજી લહેર ધીમી પડવાની સાથે અલંગમાં ઓક્સિજનનો પુરવઠો પૂર્વવત થવા લાગ્યો, ત્યાં 20 હજાર મજૂરોની જરૂરિયાત સામે હાલ માત્ર 3000 જ મજૂરો કામગીરી માટે જોવા મળી રહ્યા છે. જેના કારણે જહાજ ભાંગવાની કામગીરી ધીમી ગતિએ ચાલતા શિપ ઉદ્યોગકારો મુશ્કેલી અનુભવી રહ્યા છે.

અલંગ
અલંગ

મોટાભાગના પ્લોટોમાં મજૂરોની સંખ્યા ઓછી હોવાના કારણે કટિંગની કામગીરી ધીમી ગતિએ

કોરોના મહામારીનો સતત સામનો કરતું અલંગ શિપ બ્રેકીંગ યાર્ડ (Ship breaking yard) દેશભરમાં શિપ કટિંગ ઉદ્યોગ માટે જાણીતું અલંગ શિપ યાર્ડએ કોરોના મહામારીનો સતત સામનો કરી રહ્યું છે. કોરોનાની પહેલી લહેર દરમિયાન દેશભરમાં કોરોના સંક્રમણ રોકવા લોકડાઉન દરમિયાન અલંગ ઉદ્યોગ પણ બંધ રહેતા ભારે મુશ્કેલી પડી હતી. જે બાદ અનલોક થતા અલંગ શિપ બ્રેકીંગ ઉદ્યોગ (Ship breaking industry) ધીમી ગતિએ આગળ વધી રહ્યો હતો. તેવા સમયે કોરોનાની બીજી લહેર આવતા સતત કોરોના કેસમાં વધારો થતા સમગ્ર દેશની સાથોસાથ ગુજરાતમાં પણ ઓક્સિજનની તીવ્ર તંગી પ્રવુતિ રહી હતી અને ઓક્સિજનની સરેરાશ તમામ દર્દીઓને આવશ્યકતા રહેતી હતી. અચાનક ઓક્સિજનની વધી પડેલી માગ અને મહામૂલી માનવ જિંદગીઓ બચાવવાના હેતુથી ઔદ્યોગિક વપરાશ માટેના ઓક્સિજન સપ્લાયને પણ મેડિકલ ઉપયોગ માટે હોસ્પિટલો તરફ ફરજિયાત પણે વાળવો પડ્યો હતો. જેના કારણે અલંગમાં શિપ કટિંગની કામગીરી બંધ પડી હતી.

અલંગ
અલંગ

આ પણ વાંચો : આંતરરાષ્ટ્રીય બજારોમાં શીપના વધુ ભાવો અને કોરોના મહામારીએ અલંગ ઉદ્યોગ મુશ્કેલીમાં મૂકાયો

કયાં કારણોસર મજૂરો વતન પાછા ફર્યા

છેલ્લા 40 દિવસથી ઓક્સિજનની ભારે અછતને કારણે અલંગમાં જહાજ ભાંગવાની કામગીરી નહિ થતા તેમજ રોજગાર નહીં મળતા શિપ કટીંગમાં કામ કરતા પરપ્રાંતિય મજૂરોની રોજગારી ઘટવા લાગતા મોટાભાગના મજૂરો પોતાના વતન પાછા ફરવા મજબુર બન્યા હતા. કોરોનાની બીજી લહેર ગામડાઓ સુધી પગપેસારો કરી ચુકી હતી, તેથી પરપ્રાંતીય કામદારોને એક તરફ કોરોનાનો ડર હતો અને બીજી તરફ અલંગમાં ફરી ક્યારે કામ શરૂ થશે તેની અનિશ્ચિતતાઓ હતી. આવા સમયે પરપ્રાંતિયો મજૂરોએ વતનની વાટ પકડી હતી અને 17 હજાર મજૂરો પોતાના વતનમાં પરત ફર્યા છે.

અલંગ
અલંગ

આ પણ વાંચો : 14 માળ ધરાવતું કોલમબ્સ પેસેન્જર જહાજ ભંગાણ અર્થે આવ્યું અલંગમાં

અલંગમાં શિપ કટિંગ કામગીરી માટે મજૂરોની અછત

કોરોનાની બીજી લહેર હળવી પડતા ફરી એકવાર અલંગમાં શિપ કટિંગની કામગીરી ચાલુ થતા અલંગમાં શિપ કટિંગ કામગીરી માટે મજૂરોની અછત ઉભી થઈ છે. અગાઉ અલંગના ઉદ્યોગમાં 30થી 40 હજાર મજૂરો કામ કરતા હતા. જે કોરોનાની બીજી લહેર દરમિયાન રોજગાર નહિ મળતા 15થી 17 હજાર મજૂરો વતન પાંછા ફરતા હાલ માત્ર 3000 મજૂરો દ્વારા અલંગ ખાતે આવેલા 170 જેટલા પ્લોટોમાં માત્ર 20 ટકા મજૂરો સાથે કામગીરી કરવામાં આવી રહી છે.

મજૂરોની સંખ્યામાં ઘટાડો
મજૂરોની સંખ્યામાં ઘટાડો

કોરોના સામે લડવા મજૂરોની બધી વ્યવસ્થા કરાઈ છે

અલંગ ખાતે મજૂરોની અછત બાબતે શિપ રિસાયકલિંગ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન (ઇન્ડિયા)ના જોઈન્ટ સેકેટરી હરેશભાઇ પરમારે જણાવ્યું હતું કે, કોરોનાની બીજી લહેર દરમિયાન ઓક્સિજનની જરૂરિયાત માનવ જિંદગી માટે ઉભી થતા અલંગમાં શિપ કટિંગ કામગીરી બંધ કરી ઓક્સિજન હોસ્પિટલ માટે ફાળવવામાં આવી હતી. જે બાદ કામગીરી ઠપ થતા 17 હજાર જેટલા મજૂરોને રોજગારનો પ્રશ્ન ઉભો થતા મજૂરો પોતાના વતન પાછા ફર્યા છે. હાલ બીજી લહેર નબળી બન્યા બાદ કામગીરી ફરી ચાલુ થતા મજૂરો મળી રહ્યા નથી. હાલ અલંગમાં માત્ર 20 ટકા મજૂરો દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. જેને કારણે શિપ કટિંગ કામગીરી ધીમી ચાલી રહી છે. આ ઉપરાંત અત્યાર સુધીમાં કોરોના કેસ તો બન્ને લહેરમાં અલંગમાં ઓછા જોવા મળ્યા છે અને કોરોનાની ત્રીજી લહેર માટે પણ આગવી તૈયારીઓ અલંગ મજૂરો માટે કરવામાં આવી રહી છે. તેમના વેક્સિનેશન, રહેવા જમવાની તેમજ મેડિકલ માટેની તૈયારીઓ પહેલેથી જ કરવામાં આવી રહી છે.

અલંગમાં મજૂરોની સંખ્યામાં ઘટાડો જોવા મળ્યો હતો

Last Updated : Jun 9, 2021, 8:55 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.