ભાવનગર: જિલ્લાના પાલીતાણાના રોહિશાળા ગામના(Rohishala village of Palitana in Bhavnagar) ક્ષત્રિય સમાજના પુત્ર(Son of Kshatriya Samaj) જયદતસિંહે જિંદગીને વિદાય આપ્યા બાદ ભાવનગર એરપોર્ટ પર તેમના પાર્થિવ દેહને(Air Force Jawan dead body) લાવવામાં આવ્યા હતા. ત્યારબાદ ક્ષત્રિય સમાજ અને રાજકીય આગેવાનો પહોંચ્યા હતા. ભાવનગરથી રોડ મારફત તેમના પાર્થિવ દેહને પાલીતાણા લઈ જવામાં આવ્યો હતો. ભાવનગરના પાલીતાણાના રોહિશાળા ગામના યુવાન એરફોર્સમાં કલાસ વન ઓફિસર તરીકે સિલેક્ટ થયા બાદ ગ્વાલિયરમાં અચાનક પોતાના જીવનને ટૂંકાવી લેતા પરિવાર સમાજ અને જિલ્લામાં શોકની લાગણી પ્રસરી ગઈ છે. એરપોર્ટ પર તેના પાર્થિવ દેહને લાવતી વખતે મોટી સંખ્યામાં લોકો શ્રદ્ધાંજલિ આપવા પહોંચ્યા હતા.

આ પણ વાંચો: ઊંઝા ધારાસભ્ય આશા પટેલના નિધન બાદ નિવાસ્થાને લવાયો પાર્થિવ દેહ
જિંદગીને આવજો કહેનાર નવયુવાન જયદતસિંહ કોણ - ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકાના રોહિશાળા ગામના પ્રદ્યુમ્નસિંહ સરવૈયાના પુત્ર જયદતસિંહ સરવૈયા નાની ઉંમર 25 વર્ષે એરફોર્સમાં કલાસ વન ઓફિસરની પરીક્ષા આપીને પ્રથમ ગુજરાતના યુવાન(Class One officer in the Air Force) બન્યા હતા. આ યુવાનના કાકા ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ મહેન્દ્રસિંહ સરવૈયા કદાવર નેતા છે. સરવૈયા પરિવારમાં ગ્વાલિયરમાં જયદતસિંહે જિંદગી ટુકાવતા શોકનું મોજું ફરી વળ્યું છે.

આ પણ વાંચો: શહીદ કમલ વૈદ્યનો પાર્થિવ દેહ માદરે વતન પહોંચ્યો
જયદતસિંહના પાર્થિવ દેહને ભાવનગર એરપોર્ટ પર શ્રદ્ધાંજલિ - ભાવનગર એરપોર્ટ પર સવારમાં ગ્વાલિયરથી નવ યુવાન જયદતસિંહના પાર્થિવ દેહને ભાવનગર પ્લેન મારફત લાવવામાં આવ્યો હતો. ક્ષત્રિય સમાજના આગેવાનો તેમજ ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતાઓ(Political leaders including Kshatriya Samaj) એરપોર્ટ પર ઉપસ્થિત રહીને શ્રદ્ધાંજલિ આપી હતી. ભાજપના ક્ષત્રિય નેતા દિગ્વિજયસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, ગુજરાત અને સૌરાષ્ટ્રનો એક માત્ર યુવાન જે એરફોર્સમાં ક્લાસ વન અધિકારી તરીકે સિલેક્ટ થયો હતો.