ETV Bharat / city

ભાવગનર આરટીઓ સર્કલ પાસે બસની હડફેટે આવતાં મહિલાનું ઘટના સ્થળે મોત - અકસ્માત

ભાવનગરના આરટીઓ સર્કલથી નારી ચોકડીના રોડ પર અવાર નવાર અકસ્માતની ઘટના બનતી હોય છે. પણ ઘણા સમયથી થોભી ગયેલો અકસ્માતનો સિલસિલો પુનઃ શરૂ થયો હોય તેમ સર્કલમાં જ ફરી અકસ્માત સર્જાયો હતો. બસ ચાલક સર્કલમાં વણાંક લઈ રહ્યો હતો તે દરમિયાન મહિલા રસ્તો ઓળંગવા જતા હડફેટે આવતા ઘટના સ્થળેજ મહિલાનું મોત થયું હતું.

xz
xa
author img

By

Published : Sep 18, 2020, 11:02 AM IST

ભાવનગરઃ ભાવનગરના આરટીઓ સર્કલથી નારી ચોકડીના રોડ પર અવાર નવાર અકસ્માતની ઘટના બનતી હોય છે. પણ ઘણા સમયથી થોભી ગયેલો અકસ્માતનો સિલસિલો પુનઃ શરૂ થયો હોય તેમ સર્કલમાં જ ફરી અકસ્માત સર્જાયો હતો. બસ ચાલક સર્કલમાં વણાંક લઈ રહ્યો હતો તે દરમિયાન મહિલા રસ્તો ઓળંગવા જતા હડફેટે આવતા ઘટના સ્થળેજ મહિલાનું મોત થયું હતું.

ભાવગનર આરટીઓ સર્કલ પાસે બસની હડફેટે આવતાં મહિલાનું ઘટના સ્થળે મોત
ભાવનગર શહેરમાં અકસ્માતનો સિલસિલો ઘણા સમયથી થોભી ગયો હતો. પરંતુ આજ વહેલી સવારમાં ખાનગી બસે મજૂરી કામ કરતી મહિલાને હડફેટે લીધી હતી. સવારમાં કામે જવા માટે મોટી સંખ્યામાં લોકો આરટીઓ સર્કલ પાસે એકઠાં થતાં હોય છે.જેથી અકસ્માત વધારે સર્જાય છે.

આજે સર્કલમાં પાસે અકસ્માત સર્જાતા એક મહિલાનું મોત થયું છે. ચિત્રાના બજરંગ બાલક સોસાયટીમાં રહેતા 57 વર્ષીય બાનુબેન કેશાભાઈ મારું હીરા કામે જતા હતા તે દરમિયાન સર્કલ પાસે બસ ચાલકે કાબુ ગુમાવતા દુર્ઘટના ઘટી હતી. આ દુર્ઘટનામાં મહિલા ઘસડાઈને ફંગોળાઈ જતા તેનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. આ બનાવ બાદ પોલીસ તુરંત દોડી આવી હતી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.