ETV Bharat / city

ભાવનગરમાં 13 વર્ષની દીકરીની માસક્ષમણ તપસ્યા, નાની વયે લાંબાગાળાની તપશ્ચર્યા કરી - ભાવનગરમાં 13 વર્ષની દીકરીની માસક્ષમણ તપસ્યા

ભાવનગરમાં હાલમાં પર્યુષણ પર્વ પૂર્ણ થયા છે. જૈન સમાજના કેટલાક ભક્તોએ તપશ્ચર્યાઓ કરી છે. ભાવનગરમાં 13 વર્ષની દીકરીની માસક્ષમણ તપસ્યા જોવા મળી છે. આકરા પ્રકારનું તપ કર્યા બાદ તેના પારણા માતાપિતા દ્વારા ધામધૂમપૂર્વક કરવામાં આવ્યા હતાં. નાની વયે તપ કરનાર દીકરી વિશે જાણો. A Teenage Girl one month tapasya , Paryushan 2022 in Bhavnagar

ભાવનગરમાં 13 વર્ષની દીકરીની માસક્ષમણ તપસ્યા, નાની વયે લાંબાગાળાની તપશ્ચર્યા કરી

author img

By

Published : Sep 2, 2022, 10:00 PM IST

ભાવનગર ભાવનગરમાં નાની વયની દીકરીએ પર્યુષણ ( Paryushan 2022 in Bhavnagar )દરમ્યાન આકરી તપશ્ચર્યા કરી હતી. મનુષ્ય ભાવના સર્વોત્તમ ધર્મની પ્રાપ્તિ થયા પછી તેની સફળતા માટે શાસ્ત્રોમાં વર્ણવેલી સફળ આરાધના એટલે માસ ક્ષમણની તપશ્ચર્યા છે. નાની વયે આ દીકરીએ તપશ્ચર્યા લાંબા ગાળાની કરી હતી જેના પારણા યોજવામાં આવ્યા હતાં.

જૈન સમાજના પરિવારો અને સબંધીઓએ શ્રેયાને પારણા કરાવીને ઉગ્ર કઠિન તપશ્ચર્યા બદલ આશીર્વાદ આપ્યા

નાની વયે લાંબાગાળાની તપશ્ચર્યા ભાવનગર શહેરના ઘોઘા સર્કલ નજીક રાધા વલ્લભ ફ્લેટમાં રહેતા ભાવેશભાઈ શાહની 13 વર્ષની દીકરી શ્રેયા શાહ દ્વારા પર્યુષણ પર્વ દરમિયાન 30 દિવસના માસ ક્ષમણ તપશ્ચર્યા ( A Teenage Girl one month tapasya ) કર્યા બાદ તેના પારણા યોજવામાં આવ્યા હતાં. માસ ક્ષમણના 30 દિવસના તપને મહામૃત્યુંજય તપ તરીકે ઓળખવામાં આવે છે.

આ પણ વાંચો કચ્છમાં યોજાશે 8 દિવસીય ક્ષમાપના ઉત્સવ, પર્યુષણ મહાપર્વ પર લાખો લોકો કરશે સાધના

કઠિન તપશ્ચર્યા બદલ આશીર્વાદ આપ્યા ભાવનગરમાં નાની વયે શ્રેયા ઉપવાસ કરનાર આ વર્ષે એક માત્ર નાની વયની દીકરી છે. શ્રેયાના પારણા આજે ધામધૂમપૂર્વક તેના નિવાસ સ્થાને કરવાના આવ્યા હતાં.જૈન સમાજના પરિવારો અને સબંધીઓએ શ્રેયાને પારણા કરાવીને ઉગ્ર કઠિન તપશ્ચર્યા બદલ આશીર્વાદ આપ્યા હતાં.

આ પણ વાંચો જૈન પર્યુષણ પર્વનો પ્રારંભઃ રાજયશસૂરીશ્વરજી મહારાજ સાહેબ પાસેથી પ્રથમ દિવસનું મહાત્મ્ય જાણો...

કોણ છે ગુરુ મહારાજ શ્રેયાએ મહામૃત્યુંજય તપ હેઠળ 30 દિવસની તપશ્ચર્યા કર્યા બાદ તેના પારણા કરવામાં આવ્યા છે. ત્યારે શ્રેયા ધોરણ આઠમાં નૈમીશારણય શાળામાં અભ્યાસ કરે છે અને માત્ર 13 વર્ષની છે. હેમચંદ્ર સુરીશ્વરજી મહારાજ અને નિર્મળ ચંદ્રસૂરીશ્વરજી મહારાજ સહિતના અન્ય મહાનુભાવોના માર્ગદર્શન નીચે તેને કઠિન તપશ્ચર્યા કરી હતી. જેના પારણા તેના માતાપિતાને અને પરિવાર દ્વારા ધામધૂમ પૂર્વક કરાયા હતાં.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.