- સ્થાનિક સ્વરાજની ચૂંટણી 21 ફેબ્રુઆરીના રોજ
- ભાજપે આ વખતે ઘણા નવા ચહેરાને ઉતાર્યા મેદાને
- ભાવનગરના પૂર્વ કોર્પોરેટરે અપક્ષમાંથી નોંધાવી ઉમેદવારી
ભાવનગર: સ્થાનિક સ્વરાજની ચૂંટણી ગણતરીના દિવસોમાં આવી રહી છે, ત્યારે ભાવનગર મહાનગરપાલિકા માટે ભાજપે 40 નવા ચહેરાને મેદાનમાં ઉતાર્યા છે. જેથી ભાજપ સામે બળવાની શરૂઆત થઈ છે. ચિત્રા ફુલસર વોર્ડમાં 2005માં ભાજપના કોર્પોરેટર રહેલા કિશોર ચૌહાણની બીજી વખત ટિકિટ કાપતાં તેમણે પક્ષ સામે બળવો કર્યો છે. હવે કિશોર ચૌહાણ ચિત્રા ફુલસર વોર્ડમાં અપક્ષમાંથી લડશે.
અપક્ષમાંથી નોંધાવી ઉમેદવારી
ભાજપના પૂર્વ કોર્પોરેટર કિશોર ચૌહાણ ભાવનગર મહાનગરપાલિકાની આગામી ચૂંટણીને લઈ ભાજપના પૂર્વ કોર્પોરેટરે અપક્ષ માંથી પોતાની ઉમેદવારી નોંધાવીને બળવો કર્યો છે. ભાજપના પૂર્વ કોર્પોરેટરે સતત 2 ટર્મથી ટિકિટ કપાતાં અપક્ષ માંથી ઉમેદવારી નોંધાવી ભાજપ સામે ચાર હાથ કર્યા છે.
2 ટર્મ માટે રહી ચૂક્યા કોર્પોરેટર
ચિત્રા ફુલસર વોર્ડ નંબર 1ના પૂર્વ કોર્પોરેટર સતત 2 ટર્મ 2005 અને 2010માં ભાજપ માંથી કોર્પોરેટર રહી ચૂક્યા છે, ત્યારે આ કોર્પોરેટરની સતત 2 ટર્મથી ટિકિટ કપાતા કોર્પોરેટરે અપક્ષ માંથી ફોર્મ ભર્યું છે. આમ ભાજપ માંથી અનેક જ્ઞાતિઓમાં રોષ દેખાવાની શરૂઆત થઈ છે.