- ટ્રોસ નામનું પેસેન્જર જહાજ અલંગમાં ભંગાણ અર્થે લાવવામાં આવ્યું
- વર્ષ 1973માં ફિનલેન્ડ ખાતે આ જહાજ બનાવવામાં આવ્યું હતું
- 10 માળ લક્ઝ્યૂરિયસ ક્રુઝ જહાજ પ્લોટ નંબર 120માં ભંગાવા બીચ થયું
- જહાજમાં સિનેમા, સ્વીમિંગ પૂલ, 2 ડાઈનિંગ રૂમ, 6 લાઉન્જ બાર, સ્પા, સલૂન, કસિનો, બૂટિક, જિમ સહિતની અનેક સવલતો
- 177 મીટર લાંબુ, 25 મીટર પહોળા આ ક્રૂઝ શિપમાં 900 પ્રવાસીઓની ક્ષમતા છે તથા 300 ક્રૂ મેમ્બરો સામેલ થઈ શકે
ભાવનગર: વૈશ્વિક મહામારી કોરોનાના કારણે સૌથી વધુ ક્રૂઝ ઈન્ડસ્ટ્રીઝ (Cruise Industries) પ્રભાવિત થયું છે. વૈભવી સવલતો ધરાવતા જહાજો ફરવાના સ્થળોએ પ્રવાસીઓના પરિવહનમાં જોડાયેલા હોય છે. છેલ્લા 9 મહિનામાં 9 ક્રૂઝ જહાજ અલંગની અંતિમ સફર પૂર્ણ કરી છે. અલંગ શિપબ્રેકિંગ યાર્ડ (Alang Shipbreaking Yard)ના પ્લોટ નંબર 120માં વધુ એક ટ્રોસ નામનું 10 માળ ધરાવતું લક્ઝ્યૂરિયસ ક્રૂઝ જહાજ ભંગાવવા માટે બીચ થયું છે. આ જહાજ 1973માં ફિનલેન્ડ ખાતે બનાવવામાં આવ્યું હતું. આ જહાજ 177 મીટર લાંબુ, 25 મીટર પહોળા આ ક્રૂઝ શિપમાં 900 પ્રવાસીઓની ક્ષમતા ધરાવતું અધ્યતન સગવડતાઓમાનું એક જહાજ મનાય છે.
આ પણ વાંચો- અલંગમાં જહાજમાંથી નીકળતા કચરાને સળગાવવા છતાં પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડને કશું નથી મળતું
૯ મહિના દરમિયાન 9 જહાજોએ પોતાની અંતિમ સફર પૂર્ણ કરી નામશેષ થયા
છેલ્લા 2 વર્ષથી ચાલતી વેશ્વિક કોરોના મહામારીની વ્યાપક અસર માનવજીવન તેમ જ ઉદ્યોગજગત પર મોટી અસર જોવા મળી રહી છે. એમાં પણ જો શિપિંગ તેમ જ ક્રૂઝ જહાજોની વાત કરીએ તો સૌથી વધુ અસર વૈભવી સગવડતાઓ ધરાવતા ક્રૂઝ શિપ પર જોવા મળી રહી છે.
શિપમાં તમામ વૈભવી સવલત હતી
કોરોના મહામારીના કારણે મોટા મોટા લક્ઝૂરિયસ જહાજો ફરવાના સ્થળોએ પ્રવાસીઓના પરિવહન ન હોવાના કારણે ભાવનગર જિલ્લાના અલંગ શિપ યાર્ડ (Alang Shipyard) ખાતે છેલ્લા 8 મહિના દરમિયાન 9 જહાજોએ પોતાની અંતિમ સફર પૂર્ણ કરી નામશેષ થયા છે. એવું જ વધુ એક ટ્રોસ નામનું ક્રૂઝ શિપ અલંગ પ્લોટ નંબર 120માં ભંગાણ માટે બીચ કરવામાં આવ્યું છે. આ શીપમાં સિનેમા, સ્વિમિગ પૂલ, 2 ડાઈનિંગ રૂમ, 6 લાઉન્જ બાર, સ્પા, સલૂન, કેસિનો, બૂટિક, જિમ સહિતની અનેક સવલતો આવેલી છે.
આ પણ વાંચો- અલંગ ખાતે બાલા-સી નામનું જહાજ ભંગાણ અર્થે આવ્યું
વર્ષ-2020માં તેને મિડલ ઈસ્ટમાં તરતી હોટલના પ્રોજેક્ટ માટે ખરીદવામાં આવ્યું હતું
કૂઝ જહાજ ચલાવતી કંપની દ્વારા પ્રવાસીઓની સગવડતા માટે સમય સમયે આધુનિક સગવડતાઓ સાથે ઉંમેરો કરી બદલાવ કરી અધ્યતન બનાવવામાં આવ્યું હતું. આ જહાજમાં 420 રાજ્યકક્ષાની કેબિનો આવેલી છે. તેનું અગાઉ નામ અલ્ટ્રાટોસ હતું. વર્ષ-2020માં તેને મિડલ ઈસ્ટમાં તરતી હોટલના પ્રોજેક્ટ માટે ખરીદવામાં આવ્યું હતું અને લાંબા સમયથી હરઘડા ખાતે પડ્યું હતું. બાદમાં તેને સ્ક્રેપમાં વેચી દેવાનો નિર્ણય લેવાયો હતો. અત્રે ઉલેખ્ખનીય છે કે, અલંગમાં છેલ્લા 9 મહિનામાં કર્ણિકા, ગ્રાન્ડ સેલિબ્રેશન, માર્કોપોલો, કોલમ્બસ, મેગેલાન, સાલમી, મેટ્રોપોલીસ, લીઝર, વર્લ્ડ જેવા જહાજ આવી પહોંચ્યા છે.