ETV Bharat / city

કોરોનાથી મોતનું તાંડવ : ભાવનગરમાં સરકારી ચોપડે અત્યાર સુધીમાં 76 મોત, જ્યારે એક જ સ્મશાનમાં રોજના 20 મૃતદેહને અપાય અગ્નિદાહ

ભાવનગર શહેરમાં રોજના દર્દીઓ 100થી વધી ગયા છે. સરકારના ચોપડે મોત એક પણ ન હોય, ત્યારે એક સ્મશાનમાં દૈનિક 20 મૃતદેહ અંતિમ સંસ્કાર માટે આવી રહ્યા છે. ભાવનગર શહેરમાં ચાર સ્મશાન છે, એટલે રોજના 40 સમજી શકાય, ત્યારે કુંભારવાડાના સ્મશાનના ટ્રસ્ટીએ તો સરકાર ઠોસ પગલાં નહીં ભરે આ મોતનો આંકડો 100એ પહોંચશે, તેમ જણાવીને સ્મશાનના ટ્રસ્ટીઓએ રોષ ઠાલવ્યો છે.

ભાવનગર સમાચાર
ભાવનગર સમાચાર
author img

By

Published : Apr 16, 2021, 7:42 PM IST

Updated : Apr 17, 2021, 9:17 AM IST

  • સરકાર ઠોસ પગલાં નહીં ભરે તો મોતનો આંકડો 100એ પહોંચશે - સ્મશાન ટ્રસ્ટી
  • સરકારના ચોપડે એકપણ મોતની નોંધ નહીં
  • એક સ્મશાનમાં દૈનિક 20 મૃતદેહો અંતિમ સંસ્કાર માટે આવે છે

ભાવનગર : શહેરમાં દૈનિક 100થી વધુ કોરોના પોઝિટિવ કેસ નોંધાઇ રહ્યા છે. આ સાથે સ્મશાનમાં મૃતદેહોનો ધસારો ઓછો થતો નથી, ત્યારે તંત્રના ચોપડે મોતની સંખ્યા શૂન્ય હોવા છતાં સ્મશાનમાં 15થી 20 એક સ્મશાનમાં મૃદેહ આવી રહ્યા છે. હાલ સ્મશાનમાં લાકડાઓ માટે દાતા પર નિર્ભર છે, ત્યારે સ્મશાનના ટ્રસ્ટીએ સરકાર પર આકરા પ્રહારો સાથે પોતાનો રોષ વ્યક્ત કર્યો છે.

ભાવનગર સમાચાર
હાલ સ્મશાનમાં લાકડાઓ માટે દાતા પર નિર્ભર

આ પણ વાંચો - ભરૂચના સ્પેશિયલ કોવિડ સ્મશાનમાં મૃતદેહોની કતાર

ભાવનગરમાં 4 સ્મશાનમાં આવતા મૃતદેહો અને તંત્રના આંકડાનું રિયાલીટી ચેક?

ભાવનગર શહેરમાં કોરોનામાં મૃત્યુ પામેલા લોકોની સંખ્યા રોજની એક કુંભારવાડા, ગોરડ કે ચિત્રા જેવા સ્મશાનમાં જોવા મળે છે. સ્મશાનના ચોપડે નોંધાયેલા નામ અને આંકડા કહે છે કે, એક સ્મશાનમાં ઓછામાં ઓછા રોજના 10 તો હોય જ છે, તો ચારના હિસાબ પ્રમાણે 40 મોત શહેરમાં થઈ રહ્યા છે, પણ તંત્રના ચોપડે એક પણ મોત નોંધાયું નથી. કુંભારવાડામાં ETV BHARAT દ્વારા રિયાલીટી ચેક કરવામાં આવ્યું હતું, ત્યારે કુંભારવાડામાં આશરે 20 મૃતદેહો ગુરૂવારના જોવા મળ્યા છે, ત્યારે તંત્ર આંકડો આખરે કેમ નથી આપતી તે પ્રશ્ન જરૂર ઉભો થયો છે.

ભાવનગર સમાચાર
રોજના 15થી 20 મૃતદેહો કુંભારવાડા સ્મશાનમાં આવી રહ્યા છે

આ પણ વાંચો - ગોરડ સ્મશાનમાં ETV Bharatનું રિયાલિટી ચેક, બપોર સુધીમાં 10 મૃતદેહની અંતિમ વિધિ કરાઈ

સ્મશાનના ટ્રસ્ટીએ એક વર્ષ બાદ અંતે કાઢ્યો બળાપો

ભાવનગરના સ્મશાનમાં આવતા આંકડા સ્પષ્ટ કરે છે કે, લોકો કોરોનામાં મૃત્યુ પામી રહ્યા છે. પહેલા આધેડ ઉંમરના હવે 40થી નીચેની ઉંમરના લોકો ભોગ બની રહ્યા છે. કુંભારવાડા સ્મશાનના ટ્રસ્ટી અરવિંદ પરમારે જણાવ્યું હતું કે, તેમની સામે રોજના 15થી 20 મૃતદેહો કુંભારવાડા સ્મશાનમાં આવી રહ્યા છે. સરકાર તેના સાજોપડે કયારેક શૂન્ય તો ક્યારેક 1 કે 2 બતાવે છે, પણ સ્મશાનમાં આવતા મૃતદેહો પરથી કહીએ છીએ કે સરકાર જાગે અને લોકોને સારવાર આપે. પ્રજાહિતમાં કંઈક કરો નહિતર આગામી દિવસોમાં એક સ્મશાનમાં 100 મૃતદેહો આવશે.

ભાવનગર સમાચાર
સરકાર ઠોસ પગલાં નહીં ભરે તો મોતનો આંકડો 100એ પહોંચશે - સ્મશાન ટ્રસ્ટી

આ પણ વાંચો - ગાંધીનગરના મુક્તિધામ સ્મશાનમાં મૃતદેહોના અંતિમ સંસ્કાર માટે 4 કલાકનું વેઈટિંગ

બીજા જિલ્લામાંથી દર્દીઓ આવી આવી રહ્યા છેઃ કલેક્ટર

ભાવનગર શહેરમાં આવેલા ચાર સ્મશાનોમાં મૃતદેહની આવકમાં ઘટાડો થતો નથી. 15થી 20 મૃતદેહ આવી રહ્યા છે. એટલે ચાર સ્મશાનમાં રોજના 60 આસપાસ મૃતદેહ થાય છે, ત્યારે કલેક્ટર ગૌરાંગ મકવાણા સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યું હતું કે, સર.ટી હોસ્પિટલમાં અમરેલી, બોટાદ જેવા જિલ્લામાંથી દર્દીઓ આવે છે. જે કો-મોરબીડ વાળા દર્દીઓ હોઈ છે. એટલે બધા કોરોનાના દર્દીઓ હોઈ એવું નથી.

એક જ સ્મશાનમાં રોજના 20 મૃતદેહને અપાય અગ્નિદાહ

Last Updated : Apr 17, 2021, 9:17 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.