રાજ્યમાં 6 તારીખે રાજ્યના 6 દિશાના 6 ગામમાં દલિત અધિકાર મંચ હેઠળ જીજ્ઞેશ મેવાણીએ 6 ટીમોને આંદોલન કરવા માટે મોકલી છે. આ આંદોલન દલિતોને અપાયેલી જમીન પર તેમનો હક મળી રહે માટે કરવામાં આવી રહ્યું છે. જીજ્ઞેશ મેવાણીએ ભાવનગરમાં પત્રકાર પરિષદ યોજીને સરકારને ખુલ્લી ચીમકી ઉચ્ચારી હતી કે, સરકારે દલિતોને જમીન અપાવવી જોઈએ, પરંતુ તે અપાવતી નથી માટે હવે દલિત અધિકાર મંચ આંદોલનનું રણશિંગું ફુંકશે અને તેમાં કોઈ વચ્ચે આવશે તો જવાબદારી સરકારની રહેશે.
જીજ્ઞેશ મેવાણીએ આક્ષેપ કર્યો હતો કે, હાલની સરકારને બહુમત હોવાથી તેઓના પેટનું પાણી હલે તેમ નથી માટે અમારે આંદોલન કરવા પડે અને મીડિયા તેને ગુજરાતની પ્રજા સમક્ષ મુકે તે જરૂરી બન્યું છે.
કચ્છના રાપર, ભચાઉ, બનાસકાંઠાનું સુઈ ગામ, વલભીપુરનું જાળિયા, અમરેલીનું ખાંભા આમ 6 તાલુકામાં 6 ટીમ જઈને 20થી 35 વર્ષથી દલિત ખેડૂતને પોતાના હકની જમીન અપાવવા માટે આંદોલન કરવામાં આવશે. જેમાં મેવાણીએ ચીમકી ઉચ્ચારી કે, કાંઈ પણ થશે તો જવાબદારી રૂપાણી સરકારની રહેશે.