ભાવનગરન: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે તંત્રએ તૈયારીઓ આદરી છે દીધી છે. ચૂંટણી વિભાગે ઇવીએમ મશીનનું FLC પૂર્ણ કર્યું છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કુલ 469 જેટલા બુથ છે જેમાંથી 4500 ઇવીએમ મશીનો ઉપયોગમાં લેવાશે ત્યારે ચૂંટણી વિભાગે પોતાની કામગીરીને આગળ ધપાવી છે.
શું છે FLC ?
ભાવનગર મહાનગરપાલિકાનાં 13 વોર્ડ માટે ચૂંટણી વિભાગે બુથ કક્ષાએ ઇવીએમ મુકવા માટે મતદાન મથકની તૈયારીઓ પૂર્ણ કરીને હવે ઇવીએમ માટે FLCની કામગીરી હાથ ધરી છે. ચૂંટણી શાખાએ FLC એટલે 'ફર્સ્ટ લેવલ ચેકીંગ'ની કામગીરી પૂર્ણ કરી છે. વળીયા કોલેજ રોડ પર સીટી મામલતદારની કચેરીની બાજુમાં ઇવીએમ રાખવાનાં સેન્ટર પર કામગીરી કરાઈ છે.
કેટલા બુથ અને કેટલા ઇવીએમ ઉપયોગમાં લેવાશે?
ભાવનગર મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત, નગરપાલિકા અને તાલુકા પંચાયતમાં મળીને આશરે 4500 ઇવીએમ ઉપયોગમાં લેવાશે અને હાજરમાં 9000 ઇવીએમ મશીનો છે ત્યારે 4500 ઇવીએમનું FLC કરવામાં આવ્યું છે. જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત ચૂંટણીમાં 3 હજાર ઇવીએમ ઉપયોગમાં લેવાશે જ્યારે નગરપાલિકામાં 150 ઇવીએમ અને મહાનગરપાલિકામાં 1500 જેટલા ઇવીએમ મશીનો ઉપયોગમાં લેવામાં આવશે. આમ કુલ 469 બુથ પર 4500 ઇવીએમ મશીનોનો ઉપયોગ કરવામાં આવશે.
ભાવનગરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 4500 ઇવીએમ ઉપયોગમાં લેવાશે - ઇવીએમ મશીન
ભાવનગર મહાનગરપાલિકાની ચૂંટણીને પગલે તંત્ર તૈયાર થઈ ગયું છે. ભાવનગરમાં આવેલા ઇવીએમ સેન્ટર પર ચૂંટણી વિભાગે FLCનો પ્રારંભ કરી દીધો છે.