- ભાવનગર યુનિવર્સિટીની નિટ કમિટીનો નિર્ણય
- નવા વર્ષ 2021/22 માં નવી એક પણ કોલેજને મંજૂરી નહિ
- ભાવનગર યુનિવર્સીટીએ નવી કોલેજોને માન્યતા આપવા ફુલસ્ટોપ લગાવ્યું
ભાવનગરઃ યુનિવર્સિટીની નિટની કમિટીએ આપેલા રિપોર્ટ બાદ નવા વર્ષ 2021/22 માં નવી એક પણ કોલેજને મંજૂરી નહિ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. મંજૂરી નહિ આપવા પાછળ છેલ્લા ત્રણ વર્ષમાં 3 ફેકલ્ટીમાં આવેલી 40 ટકા ઘટ કારણ તરીકે સામે આવી છે.
નવી સંસ્થાને કોલેજો નહિ શરૂ કરવા આદેશ
ભાવનગર યુનિવર્સીટીમાં ગત વર્ષમાં 2019/20માં શૈક્ષણિક વર્ષમાં નવી સંસ્થાનોએ 11 અરજીઓ આવી હતી. જે પૈકી માત્ર પાંચ સંસ્થાને મંજૂરીની મહોર મારવામાં આવી હતી અને તેમાં પણ માત્ર ત્રણ સંસ્થા શરૂ થઈ હતી, ત્યારે આ વર્ષે 2021/22 માં નિટ કમિટીએ એક પણ સંસ્થાને નવી કોલેજ શરૂ નહીં કરવાનો નિર્ણય કરતા ભાવનગર યુનિવર્સીટીએ નવી કોલેજોને માન્યતા આપવા ફુલસ્ટોપ લગાવી દીધું છે. મંજૂરી નહિ આપવા પાછળ નિટ કમિટીના છેલ્લા ત્રણ વર્ષમાં આર્ટ્સ, કોમર્સ અને સાયન્સ ફેકલ્ટીમાં છાત્રોની 40 ટકા ઘટ પડવાથી બેઠકો ખાલી રહી હતી જેના પગલે હાલ નવી સંસ્થાને કોલેજો નહિ શરૂ કરવા આદેશ કરવામાં આવ્યો છે.