ભાવનગર: લોકડાઉનમાં અનેક રાજ્યના શ્રમિકો ભાવનગર શહેર અને જિલ્લામાં ફસાયા છે. જેથી જે લોકો પોતાના વતન જવા માગતા હતા, તેવા લોકોને પરત મોકલવાની વ્યવસ્થા ભાવનગર વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવી હતી.
બુધવારે ભાવનગર ગ્રામ્યમાંથી 70 શ્રમિકોને 3 ખાનગી બસ વડે મધ્યપ્રદેશ રાજ્યના ખરગોન અને ગુરહાનપુર જિલ્લામાં મોકલવામાં આવ્યાં હતાં. આ ઉપરાંત ભાવનગર શહેરી વિસ્તારમાંથી 109 શ્રમિકોને 4 ખાનગી બસ વડે મધ્યપ્રદેશ રાજ્યના ભાંડ જિલ્લામાં અને રાજસ્થાન રાજ્યના ઉદેયપુર જિલ્લામાં મોકલવામાં આવ્યાં હતાં. આ સાથે જ શિહોર ખાતેથી કુલ 121 શ્રમિકોને 4 ખાનગી બસ વડે મધ્યપ્રદેશ રાજ્યના ચીત્રકુટ જિલ્લામાં તથા રાજસ્થાનના નાગોર જિલ્લામાં અને મહારાષ્ટ્રના મુંબઈ જિલ્લામાં મોકલવામાં આવ્યાં હતાં. આ ઉપરાંત પાલીતાણા ખાતેથી કુલ 41 શ્રમિકોને 1 ખાનગી બસ વડે રાજસ્થાનના કારોલી જિલ્લામાં મોકલવામાં આવ્યાં હતાં.
આ તમામ લોકોની મૂસાફરી લાંબા અંતરની હોવાથી વહીવટી તંત્ર દ્વારા આ તમામ લોકોને વિનામૂલ્યે ફૂડ પેકેટ તેમજ પાણીની બોટલ આપવામાં આવી હતી.