- ભાવનગર શહેર અને જિલ્લામાં કોરોનાના કેસમાં સતત વધારો
- જિલ્લામાં આજે 23 એપ્રિલે 302 કેસ નોંધાયા
- કોરોનાથી આજે શુક્રવારે 8ના મોત
ભાવનગરઃ શહેરમાં કોરોનાના આજે 23 એપ્રિલના રોજ 302 નવા કેસ નોંધાયા છે. જેમાં શહેરમાં 166 કેસ અને જિલ્લામાં 136 કેસ સામે આવ્યાં છે, જે ગઇકાલની સરખામણીએ વધારે છે. શહેર અને જિલ્લામાં વધતો આંકડો તંત્રમાં ચિંતા જગાવી રહ્યો છે. રેમડેસીવીર ઇન્જેક્શનની માગ પણ વધી રહી છે. જોકે, સૌથી વધુ મોત કોરોનાથી આજે જિલ્લાના 8 નોંધાયા છે.
જિલ્લામાં કોરોનાના કુલ દર્દી 10,293 નોંધાયાં
ભાવનગર શહેરમાં રાત્રી કરફ્યૂ છે પણ પરિસ્થિતિમાં ફેર જોવા મળ્યો નથી. કારણ કે ભાવનગરમાં કોરોનાના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. જિલ્લામાં આજે કોરોનાના નવા 302 કેસ નોંધાયા છે. શહેરમાં સ્વસ્થ થવાનો આંકડો 85 જે ઘટ્યો છે અને જિલ્લામાં 33નો રહ્યો છે. 1729 જેટલા દર્દીઓ સારવાર હેઠળ છે. સ્વસ્થ થનારાની સંખ્યા 8165 છે, તો જિલ્લામાં કોરોનાના કુલ દર્દી 10,293 નોંધાયાં છે.
આ પણ વાંચોઃ ભાવનગરના 2 ડોક્ટર સંક્રમિત હોવા છતાં કોરોના દર્દીઓની કરી રહ્યા છે સતત સારવાર
શહેરમાં કન્ટેન્ટમેન્ટ ઝોન હાલમાં જાહેર કરવાનું બંધ કરી દેવામાં આવ્યું
ભાવનગર શહેરમાં કન્ટેન્ટમેન્ટ ઝોન હાલમાં જાહેર કરવાનું બંધ કરી દેવામાં આવ્યું છે. મહાનગરપાલિકા અને જિલ્લામાં કન્ટેન્ટમેન્ટ ઝોનના બદલે હોમ આઇસોલેશન અને કોરેન્ટાઇન્ટની વ્યવસ્થાઓ ઉભી કરાઈ છે. શહેરમાં હોમ કોરેન્ટાઈન્ટ હાલ 2515 જેટલા દર્દીઓ છે તો જિલ્લામાં હોમ કોરેન્ટાઈન્ટ 25139 અને હોમ આઇસોલેશન 566 જેટલા દર્દીઓ છે. ત્યારે શહેરમાં સર ટી હોસ્પિટલમાં સંપૂર્ણ વ્યવસ્થાઓ છે. જોકે, જિલ્લામાં પરિસ્થિતિ વણસી ગઈ છે જ્યાં ત્રણ દિવસ પહેલા હોમ કોરેન્ટાઈન્ટ 20 હજાર આસપાસ હતા તે આજે 25 હજારને પાર છે, એટલે સંખ્યામા વધારો થયો છે. 17 તારીખે 3 હજાર કોરેન્ટાઈન્ટ હતા, જે 18 તારીખે 4 હજાર થયા અને 19 તારીખે 11,498 થયા છે અને આજે 21 એપ્રિલના રોજ 20,147 કોરેન્ટાઈન્ટ છે. જે આજે 23 તારીખે 25,139 એટલે સાત દિવસમાં આંકડો અધધ ગણો વધી ગયો છે.
આ પણ વાંચોઃ સર ટી હોસ્પિટલમાં માઁ અંબાની સ્તુતિ કરાવી દર્દીઓને હિમ્મત અપાઇ