ETV Bharat / city

કોરોના ફેઝ-2ના ટ્રાયલમાં લેવાયેલું ડ્રગ બનાવવામાં CSMCRIના 3 વૈજ્ઞાનિકો 90 ટકા સફળ - કોરોના રસી અંગે ભારતના વૈજ્ઞાનિકોની સફળતા

યુનાઇટેડ સ્ટેટના ફેઝ-2માં લેવાયેલા ટ્રાયલ ડ્રગમાં કૉમોસ્ટેટ મીથાયલેટ નામનું ડ્રગ ભારતમાં મળતું નથી. ત્યારે ભાવનગર CSMCRIના 3 વૈજ્ઞાનિકોએ આ ડ્રગ 1 ગ્રામ બનાવવામાં 90 ટકા સફળતા મેળવી છે. જો કે, આ ડ્રગનું મહત્વ ત્યારે વધશે જ્યારે ફેઝ-2ના ટ્રાયલમાં યુનાઇટેડ સ્ટેટ સફળ થશે.

bhavnagar
bhavnagar
author img

By

Published : Dec 30, 2020, 5:07 PM IST

Updated : Dec 30, 2020, 5:39 PM IST

  • કોરોના ફેઝ-2 ના ટ્રાયલમાં લેવાયેલું ડ્રગ ભારતમાં બની શકે છે
  • ભાવનગર CSMCRIના વૈજ્ઞાનિકોએ 90 ટકા સફળતા મેળવી
  • સેન્ટ્રલ સોલ્ટના વૈજ્ઞાનિકો દ્વારા માર્ચ 2020થી કરાઇ રહ્યું છે રિસર્ચ

ભાવનગરઃ સેન્ટ્રલ સોલ્ટના વૈજ્ઞાનિકો દ્વારા માર્ચ 2020થી કોરોના ઉપર રિસર્ચ કરવામાં આવી રહ્યું છે. ત્યારે યુનાઇટેડ સ્ટેટ ખાતે યલ યુનિવર્સીટીમાં કૉમોસ્ટેટ મીથાયલેટ નામના ડ્રગ દ્વારા કોરોના વેક્સીન ફેઝ-2 માટે ટ્રાયલ ચાલી રહ્યું છે. આ કૉમોસ્ટેટ મીથાયલેટ ડ્રગ ભાવનગર CSMCRIના વૈજ્ઞાનિકોએ 90 ટકા બનાવ્યું છે. યલ યુનિવર્સીટી ફેઝ-2માં સફળ થઈ નથી પણ માર્ચ સુધી ટ્રાયલ થયા બાદ હકીકત સામે આવશે.

  • કૉમોસ્ટેટ મીથાયલેટ ડ્રગ બનાવવામાં CSMCRI 90 ટકા સફળ

ભાવનગર CSMCRIના 3 વૈજ્ઞાનિકો ડૉ. એસ આદિમુર્થી, ડૉ. સુભાષ સી ઘોષ અને ડૉ. સુકલ્યાણ ભદ્રએ આ ડ્રગ બનાવવા માટે મહેનત હાથ ધરી છે. આ ડ્રગ ભારતમાં ઉપયોગમાં નથી લેવાતું પણ માર્ચ મહિનાથી CSMCRIના વૈજ્ઞાનિકો તેને બનાવવાનું કામ કરી રહ્યા છે. જ્યારે અન્ય બહારની કંપની પાસે આ ડ્રગની માંગ કરવામાં આવી તો એક કિલોગ્રામના 15 લાખ જેવી કિંમત કહેવામાં આવી હતી. ત્યારે CSMCRIના વૈજ્ઞાનિકોએ 20 હજારમાં એક કિલોગ્રામ ડ્રગ બનાવ્યું છે. ઉલ્લેખનીય છે કે, આ ડ્રગ બનાવવામાં તેમને 90 ટકા સફળતા મળી છે અને વૈજ્ઞાનિકોને આશા છે કે, તેમને પૂરેપુરી સફળતા મળશે.

CSMCRIના 3 વૈજ્ઞાનિકો ડ્રગ બનાવવામાં 90 ટકા સફળ
  • કૉમોસ્ટેટ મીથાયલેટ ડ્રગ કોરોના માટે સફળ છે કે નહીં..?

કૉમોસ્ટેટ મીથાયલેટ ડ્રગ માત્ર જાપાનમાં ઉપયોગમાં લેવામાં આવે છે અને હાલ યુનાઇટેડ સ્ટેટ કોરોના ફેઝ-2 ના ટ્રાયલ માટે ઉપયોગમાં લઇ રહી છે. જો કે, યુનાઇટેડ સ્ટેટનું ટ્રાયલ માર્ચ સુધી ચાલશે અને બાદમાં ખ્યાલ આવશે કે આ કોરોના ફેઝ-2ના ટ્રાયલમાં આ ડ્રગ સફળ છે કે કેમ ?

  • કૉમોસ્ટેટ મીથાયલેટ ડ્રગનું કાર્ય શું છે..?

વિદેશોમાં થયેલા રિસર્ચમાં જોઈએ તો શરીરમાં રહેલા કોષોમાં વાયરસને ઘૂસતા રોકવાનું કામ કોમોસ્ટેટ મીથાયલેટ ડ્રગ કરે છે. એટલે કોરોના ફેઝ-2માં આ ડ્રગ સફળ જવાની આશા યુનાઇટેડ સ્ટેટને છે.

  • CSMCRIએ કેવી રીતે બનાવ્યું સસ્તું ડ્રગ

ભાવનગર CSMCRIના વૈજ્ઞાનિકો દ્વારા તૈયાર કરવામાં આવતું ડ્રગ કૉમોસ્ટેટ મીથાયલેટ જે બનાવવામાં આવી છે તે તમે વિચારી નહીં શકો કે તેવી રીતે બનાવવામાં આવી છે. ભારતમાં મળતા આશરે 40થી 50 કેમિકલમાંથી કેટલાક તત્વો મેળવીને 8થી 10 સ્ટેપમાં આ ડ્રગ 90 ટકા તૈયાર કરવામાં આવ્યું છે. જો કે આ ડ્રગ ભારતમાં પ્રથમ વખત બન્યું છે પણ પ્રશ્ન એ છે કે, ચેબકે યુનાઇટેડ સ્ટેટ જો ટ્રાયલમાં સફળ થાય તો ભાવનગર CSMCRIના વૈજ્ઞાનિકોની સફળતા બાદ વેકસીનની આશા જાગી શકે છે અને બાદમાં ભારતને સરળતાથી પ્રાપ્ત થઈ શકે છે.

Last Updated : Dec 30, 2020, 5:39 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.