- સાયબર સેલમાં 176 ગુનાઓ નોંધાયા
- કસ્ટમરકેરના નામે ખોટા ફોન કોલિંગના 31 કેસો નોંધાયા
- યુવતીઓના નામે ફેક અકાઉન્ટથી ફસાવવાના કિસ્સા ટોપ પર
ભાવનગરઃ ટેક્નોલીજીના સમયમાં વ્યક્તિ હવે પ્રત્યક્ષ નહિ પણ પરોક્ષ રીતે લૂંટાઈ રહ્યો છે. ટેકનોલોજીનું પૂરું જ્ઞાન નહિ હોવાથી અનેક લોકો છેતરપિંડીનો ભોગ બન્યાં છે. ભાવનગર સાયબર સેલ( Cyber Cell )માં 29 પ્રકારના કુલ 176 કેસ નોંધાયા છે. કસ્ટમર કેર નમ્બર અને સોશિયલ મીડિયા( Social media )માં યુવતીના નામે રહેલા ફેક એકાઉન્ટમાં અનેક યુવાનો અને વૃદ્ધો સહિતનાઓ ફસાયા છે. સાયબર સેલ આવા અનેક કેસમાં વ્યક્તિની છાપને ધ્યાનમાં લઈને મામલાઓનું નિરાકરણ અને ગુનાઓના ભેદ ઉકેલી રહી છે. ટેક્નોલોજીના આ આધુનીક યુગમાં મોટા ભાગના કામો આંગળીના ટેરવે થાય છે. જોકે, ટેકનોલોજીના આ યુગમાં લોકોને છેતરનારા લૂંટારાઓ પણ વધી ગયા છે.
ટેકનોલોજી આવતા હવે બેંકમાં પણ પૈસા સુરક્ષિત નથી
ભાવનગર શહેરમાં સાયબર ( Cyber ) એટેકના કિસ્સાઓને પગલે પોલીસ ચોપડે નોંધાયેલા ગુનાઓ જોઈએ તો 176 કેસ અત્યાર સુધીના છે. લોકોને ઈન્ટરનેટના માધ્યમથી અથવા ફોન કોલિંગથી છેતરવામાં આવ્યાં છે અને અદ્રશ્ય રીતે લૂંટી લેવામાં આવ્યાં છે. ટેકનોલોજી આવતા હવે બેંકમાં પણ પૈસા સુરક્ષિત નથી. કારણ કે બેંકોનું જોડાણ ઈન્ટરનેટ અને મોબાઈલ નબરોથી થતા લૂંટારાઓ પણ હવે મેદાનમાં આવ્યાં છે. હાથમાં થેલી અને તેમાં પૈસા હોય તો જ લૂંટાય જાવ તેવું હવે નથી. હાથમાં મોબાઈલ હોય તો પણ હવે લૂંટાય જાવ તેવો સમય આવ્યો છે.
આ પણ વાંચોઃ ગુજરાતના 10 જિલ્લામાં નવા સાયબર પોલીસ સ્ટેશન મંજૂર કરાયા
ભાવનગરમાં કેટલા પ્રકારના સાયબર કેસ નોંધાયા
ભાવનગર પોલીસની સાયબર સેલ ટીમ પાસે 176 કેસ આવ્યાં છે અને 29 પ્રકારના સાયબર ગુના( Cyber crime )ઓ નોંધાયા છે. જેમાં ઈન્ટરનેટના સોશિયલ પ્લેટફોર્મ છે, કોલિંગથી છેતરવાના કેસો છે. અત્યાર સુધીના કુલ કેસમાંથી હાલમાં તાજેતરમાં પોલીસે બેથી વધુ કેસનું ડિટેક્શન પણ કર્યું છે. ત્યારે 176 કેસમાં સૌથી વધુ કેસ કસ્ટમર કેરના છે. જેનો આંકડો 31 છે.
આ પણ વાંચોઃ સાયબર અટેકઃ વર્ષ 2020માં 237 'સાયબર હુમલા'થી આરોગ્ય સેવાક્ષેત્ર પર અસર પડી
ઈન્ટરનેટમાંથી લીધેલા તમામ કસ્ટમર કેર નમ્બર સાચા નથી હોતા
આ ફ્રોડની મોડેસ ઓપરેન્ડી એવી છે કે તમે ઈન્ટરનેટમાંથી લીધેલા તમામ કસ્ટમર કેર નમ્બર સાચો નથી હોતો. તેમાં ફેક એટલે ખોટા કસ્ટમર કેર વાળી ટોળકીના નમ્બર પર હોય છે. જે ખોટા વેબપેજ બનાવીને મુકાયેલા હોય છે. ત્યારે કોઈ ભૂલથી બેંકનો કસ્ટમર કેર નમ્બર સમજી કોલ કરે અને બાદમાં એકાઉન્ટ નમ્બર અને પિન નમ્બર આપતાની સાથે પૈસા ખાતામાંથી જતા રહે છે, તેવા 31 કેસ સામે આવ્યાં છે. એટલે ખરાઈ કર્યા પહેલા કસ્ટમર કેર નમ્બરનો ઉપયોગ કરવો હિતાવહ નથી.
આ પણ વાંચોઃ અમદાવાદ સાયબર ક્રાઈમનું માળખું, જાણો કેવી રીતે થઈ રહ્યું છે કામ
સોશિયલ મીડીયામાં યુવતીઓની જાળમાં ફસાતા યુવાન અને વૃદ્ધના કિસ્સા વધ્યા
ભાવનગરમાં છેતરપિંડિં કરતી ઇન્ટેલિજન્ટ ટોળકીઓ કસ્ટમકેર બાદ સોશિયલ મીડિયામાં એવા શખ્સોને શોધે છે, જેના ફ્રેન્ડસ વધુ હોય કારણ કે આ ટોળકી યુવતીના નામે ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલે અથવા મેસેજ કરે અને ધીરે ધીરે ગાઢ મિત્રતા બનાવીને સામે વાળા વ્યક્તિને શારીરિક સુખ માટે પ્રેરે છે અને બાદમાં સામેની ટોળકીઓ અન્ય યુવતીનો નગ્ન વીડિયો મૂકી સામે વાળા પુરુષને નગ્ન કરાવીને તેનું રેકોર્ડિંગ કરી લે છે. બાદમાં તે વીડિયોને લઈને એ જ યુવતીના નમ્બર પરથી બ્લેકમેલ કરવાની શરૂઆત થાય છે. પૈસા આપો નહિતર તમારા મિત્રોને સેન્ડ કરશું તેવી ધમકી અપાય છે. આવા કેટલાક કિસ્સાઓ છે જેને લઈને સમાજમાં ડરના કારણે ખુલાસા થઈ શકે નહીં માટે દરેક વ્યક્તિઓએ હાલના આધુનિક સમયમાં વિચારીને હાથમાં આવેલા મોબાઈલમાં સાવચેત બની આગળ વધવું પડશે.