ETV Bharat / city

Dussehra 2021: ભાવનગરમાં જલેબી ચોળાફળીમાં 15 ટકાનો ભાવ વધારો, દૂધની મીઠાઈઓ પણ થઈ મોંઘી

ભાવનગર શહેરમાં દશેરા નિમિતે જલેબી, ચોળાફળીની ધૂમ ખરીદી કરીને લોકો દશેરાની ઉજવણી કરે છે. આ વર્ષે મોંઘવારીમાં લોકોને દશેરા મોંઘા લાગે તો નવાઈ નહિ. કારણ કે તેલના ડબ્બા અને કઠોળના ભાવ વધારાથી જલેબી, ચોળાફળીમાં ભાવ વધારો થયો છે. જાણો જલેબી અને ચોળાફળીના ભાવ દશેરામાં શું રહેશે...

Latest news of Bhavnagar
Latest news of Bhavnagar
author img

By

Published : Oct 15, 2021, 3:49 PM IST

  • જલેબી અને ચોળાફળીમાં દશેરા નિમિતે 15 ટકા ભાવ વધારો
  • 140 ની કિલો જલેબી 200 રૂપિયે કિલો થઈ છે
  • ચોળાફળીમાં પણ કિલોએ ગત વર્ષ કરતા 60 રૂપિયા વધુ
  • તેલ અને કઠોળના વધેલા ભાવને કારણે જલેબી, ચોળાફળી મોંઘી

ભાવનગર: જિલ્લામાં દશેરા નિમિતે ચોળાફળી અને જલેબીના સથવારે ઉજવણી કરવામાં આવતી હોય છે. ભાવનગરમાં વધેલી મોંઘવારીની અસર જલેબી, ચોળાફળી અને મીઠાઈ પર જોવા મળી છે. કુલ 15 ટકા જેવો વધારો થયો છે. વેપારીઓનું કહેવું છે કે, લોકો તહેવાર નિમિતે ખરીદે છે પણ માત્રામાં ઘટાડો થઇ જાય છે.

જલેબી ચોળાફળીમાં 15 ટકાનો ભાવ વધારો, દૂધની મીઠાઈઓ પણ થઈ મોંઘી

જાણો મોંઘવારીમાં દશેરાએ શું રહેશે જલેબી અને ચોળાફળીના ભાવો

ભાવનગર શહેરમાં દશેરા નિમિતે ચોળાફળી અને જલેબીની બજાર ગરમ થઇ ગઇ છે. જલેબી 200 રૂપિયાથી લઈને 600 રૂપિયા સુધી કિલો છે. તેલની જલેબીની શરૂઆત 200 રૂપિયા કિલોથી અને ઘીમાં 450 રૂપિયા કિલોથી શરૂઆત થાય છે. ગત વર્ષે જલેબીના ભાવ 140 થી લઈને 500 સુધી હતા. આ વર્ષે મોંઘવારીના પગલે કિલોએ 60 થી લઈને 70 રૂપિયા સુધી વધારો થયો છે. જેથી દુકાનદારો પણ ફરસાણ મીઠાઈના ચિંતિત છે કે ગ્રાહકો મળશે કે કેમ ?. ભાવનગરની જનતા સ્વાદિષ્ટ ચિજોની શોખીન હોવાથી ખાદ્ય ચિઝોની ખરીદી થશે તેવી આશા સેવી રહ્યા છે.

લોકો ઓછી પણ ખરીદી કરશે

ભાવનગર શહેરમાં દશેરા નિમિત્તે લાખો રૂપિયાની ચોળાફળી અને જલેબીની ધૂમ ખરીદી થાય છે અને લોકો તેને આરોગીને નવરાત્રી તહેવારની પૂર્ણાહુતિનો આનંદ ઉઠાવે છે. દશેરામાં તેલના ભાવ 2600 સુધી પહોંચવાથી અને ચણા તેમજ અડદની દાળ મોંઘી થવાને કારણે જલેબી, ચોળાફળીના ભાવમાં 15 ટકાનો વધારો થયો છે. નવરાત્રીમાં નોરતાને ઉપવાસ અને એકટાંણા અને રાવણદહન નિમિતે મોં મીઠા કરવાની પરંપરા હોવાથી લોકો જરૂર ખરીદી કરે છે પણ આ વર્ષે ખરીદીની માત્રામાં ઘટાડો જોવા મળી શકે છે. એટલે કે લોકો ખરીદી નહિ કરે તેમ નહિ પણ કિલોના બદલે 500 ગ્રામમાં તહેવાર ઉજવશે ખરા તેવી આશા સેવાઈ છે.

આ પણ વાંચો: દશેરાના તહેવારને લઈને જૂનાગઢના વેપારીએ શરૂ કરી પૂર્વ તૈયારીઓ, 40 ટકાનો ભાવવધારો છતાં ઘરાકી વધશે તેવી વેપારીઓની આશા

આ પણ વાંચો: કોરોના કાળમાં કેવા રહેશે ફાફડા-જલેબી, વાંચો ETV BHARATનો સર્વે

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.