ભાવનગરઃ શહેરમાં હત્યા, ચોરી, લૂંટફાટના ગુનાઓમાં દિવસેને દિવસે વધારો થઈ રહ્યો છે. તેવામાં હવે પાલીતાણામાં એક વૃદ્ધ મહિલાની હત્યાનો કિસ્સો સામે આવ્યો છે. અહીં નોંધણવદર ગામમાં દેરાસરવાળી શેરીમાં (Murder in Nondhanvadar village) એક વૃદ્ધ મહિલા ઊભા હતાં. તે દરમિયાન બૂલેટ બાઈક પર આવેલા શખ્સે તેમની પર હુમલો કરી તેમને માર માર્યો હતો. તેના કારણે વૃદ્ધ મહિલાનું મૃત્યુ થયું હતું. વૃદ્ધાની હત્યા જૂની અદાવતમાં થઈ હોવાનું સામે આવ્યું હતું. અત્યારે વૃદ્ધાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ભાવનગરની સર ટી હોસ્પિટલમાં ખસેડવામાં (Bhavnagar Sir T Hospital) આવ્યો છે. તો હત્યારો હજી પણ ફરાર છે.
આ પણ વાંચો- પિતાએ જ કર્યા હતા પુત્રના 3 ભાગ, એક પછી એક માનવ અંગો મળવાના કેસમાં ચોંકાવનારો ખુલાસો
પોલીસે હત્યાનો ગુનો નોંધ્યો - આ બનાવ બાદ તાકીદે વૃદ્ધાને સારવાર માટે હોસ્પિટલમાં (Bhavnagar Sir T Hospital) ખસેડવામાં આવ્યાં હતાં, જ્યાં ફરજ પરના ડોક્ટરે તેમને મૃત જાહેર કરતા બનાવ હત્યામાં (Old lady killed in Bhavnagar) પરિણમ્યો હતો. પોલીસે હત્યા કરનારો શખ્સ નોંધણવદર ગામનો હોવાનું (Murder in Nondhanvadar village) પ્રાથમિક જણાવ્યું છે. આરોપી હાથવેંતમાં હોવાથી પોલીસે ભેદ ઉકેલી નાખ્યો છે. પોલીસે હત્યાનો ગુનો નોંધી આ બનાવમાં વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો- દમણમાં યુવતી પર દુષ્કર્મ આચરી હત્યા કરનારા 2 હત્યારાઓને દમણ પોલીસ ઝડપી લીધા
પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવાનો કર્યો ઈનકાર - નોંધણવદરમાં વૃદ્ધાની હત્યા (Old lady killed in Bhavnagar) થતાં તેમના પરિવારે તેમનો મૃતદેહ સ્વીકારવાનો ઈનકાર કર્યો છે. પરિવારે જ્યાં સુધી આરોપી નહીં ઝડપાય ત્યાં સુધી મૃતદેહ ન સ્વીકારવાની માગ કરી હતી. જોકે, તેમની હત્યા પાછળનું કારણ વૃદ્ધ મહિલાની (Bhavnagar Rape Case) દીકરી સાથેના દુષ્કર્મ કેસ હોય, જે કોર્ટમાં ચાલુ હોવાથી તે લોકો દ્વારા હત્યા કરવામાં આવી છે. આ કેસમાં સમાધાન નહીં કરતા વૃદ્ધની હત્યા કરવામાં આવી હોવાનો પરિવારે આરોપ (Murder in Nondhanvadar village) કર્યો છે.