ETV Bharat / city

Zero Scrap Mission : વેસ્ટર્ન રેલવે ભંગાર વેચીને થયું માલામાલ - Ahmedabad Railway Division Earned Revenue

પશ્ચિમ રેલવેએ "મિશન ઝીરો સ્ક્રેપ" હેઠળ (Zero Scrap Mission) તેની તમામ રેલવે સંસ્થાઓ અને એકમોને સ્ક્રેપ-મુક્ત બનાવવા (Scrap free) ના પ્રયાસો સઘન બનાવ્યાં છે. પશ્ચિમ રેલવેએ (Indian Railways ) ભંગાર વેચીને 100 કરોડની આવક (Ahmedabad Railway Division Earned Revenue )ઉભી કરી છે.

Zero Scrap Mission : વેસ્ટર્ન રેલવે ભંગાર વેચીને થયું માલામાલ

author img

By

Published : Jul 8, 2022, 3:33 PM IST

Dcoebeo- ભારતીય રેલવેના (Indian Railways ) 'ઝીરો સ્ક્રેપ મિશન'ને અનુરૂપ વેસ્ટર્ન રેલવેે તેના અધિકારક્ષેત્ર હેઠળની તમામ સંસ્થાઓ અને એકમોને ભંગારની સામગ્રીથી મુક્ત બનાવવા માટે પ્રતિબદ્ધતા દર્શાવી રહ્યું છે. આ મિશન હેઠળ, સ્ટેશનો, ડેપો, શેડ, વર્કશોપ અને વિભાગોને ભંગાર મુક્ત રાખવા માટે સતત દેખરેખ સુનિશ્ચિત કરવામાં આવે છે. પશ્ચિમ રેલવે "મિશન ઝીરો સ્ક્રેપ" હેઠળ (Zero Scrap Mission) તેની તમામ રેલ્વે સંસ્થાઓ અને એકમોને સ્ક્રેપ-મુક્ત બનાવવા (Scrap free) માટે કાર્ય કરી રહ્યું છે. પશ્ચિમ રેલવેએ ભંગાર વેચીને 100 કરોડની આવક ઉભી કરી છે.

આ પણ વાંચોઃ Western Railway Fine 2021: વેસ્ટર્ન રેલવે દ્વારા છેલ્લા 8 મહિનામાં મુસાફરો પાસેથી વસૂલવામાં આવ્યો કરોડો રૂપિયાનો દંડ

ગયા વર્ષ કરતા 105 ટકા વધુ આવક -પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી સુમિત ઠાકુરે જણાવ્યું હતું કે, “ઝીરો સ્ક્રેપ મિશન” તરફ આગળ વધીને, પશ્ચિમ રેલવેએ રૂ. 100 કરોડથી વધુના સ્ક્રેપનું વેચાણ કર્યું છે. ગયા વર્ષના આ સમયગાળાના આંકડા કરતાં તે 105 ટકા વધુ છે. આ સમયગાળામાં ગયા વર્ષે 47.89 કરોડની આવક ભંગાર વેચાણમાંથી પશ્ચિમ રેલવેને મળી હતી.

આ પણ વાંચોઃ અમદાવાદઃ વેસ્ટર્ન રેલવે કટરા સ્ટેશન માટે ચાર જોડી સ્પેશિયલ ટ્રેન ચલાવશે

ગયા વર્ષે કુલ આટલા રૂપિયાનું ભંગાર પશ્ચિમ રેલવેએ વેચ્યું ? -પશ્ચિમ રેલવે જણાવ્યું હતું કે,નાણાંકીય વર્ષ 2021-22 માં પશ્ચિમ રેલવે દ્વારા 513.46 કરોડનો ભંગાર વેચવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે ઝીરો સ્ક્રેપ મિશનથી ન માત્ર ભારતીય રેલવેેને આવક થઈ છે, સાથેુ અન્ય સામગ્રી સહિત સ્ક્રેપ સ્ટોર કરવા માટે જગ્યા પણ ઊભી કરવામાં આવી છે રહી છે. આનાથી સ્ટેશનો, કાર્યસ્થળો અને આસપાસના વિસ્તારોમાં ચોખ્ખાઇ વધી છે તેથી બ્યૂટિફિકેશનમાં પણ સુધારો થયો છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.