- મોદીના જન્મદિવસે યુથ કોંગ્રેસે ભજીયા બનાવીને અને શાક વેચી ઉજવણી કરી
- આજના દિવસને બેરોજગારી દિવસ તરીકે ઉજવ્યો
- પોલીસે તમામ કાર્યકરોની અટકાયત કરી
અમદાવાદ- ગુજરાત યુનિવર્સિટીના સુભાષચંદ્ર બોઝ ગેટ પાસે યુથ કોંગ્રેસના કાર્યકરોએ ભજીયા તળિયા હતા અને ભજીયા લોકોને વહેંચ્યા હતા. સાથે જ શાકની લારી લઇને શાકભાજીની પણ વહેચણી કરી હતી. આજના દિવસને બેરોજગાર દિવસ તરીકે ઉજવવા માટે જ કાર્યકરો બેનર સાથે આવ્યા હતા અને નારા લગાવી વિરોધ કરી રહ્યા હતા. જો કે, વિરોધ કરી રહેલા કાર્યકરોની પોલીસે અટકાયત કરી હતી.
દેશમાં અનેક યુવાઓ બેરોજગાર છે
આ અંગે યુથ કોંગ્રેસે કહ્યું કે, દેશમાં અનેક યુવાઓ બેરોજગાર છે અને બીજી તરફ આજના દિવસે ધામધૂમથી ઉજવણી થઈ રહી છે. ઉચ્ચ અભ્યાસ કરેલા યુવાઓ પણ બેકાર ફરી રહ્યા છે. જેથી બેકારી પાછળનું મુખ્ય કારણ નરેન્દ્ર મોદીનો આજે જન્મ દિવસ છે જેથી આજના દિવસે અમે બેરોજગાર દિવસ તરીકે ઉજવણી કરી છે.
કાર્યક્રમમાં કેન્દ્રીય ટેક્સટાઇલ પ્રધાન પિયુષ ગોયલ ઉપસ્થિત રહ્યા
આજે સુરતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં કેન્દ્રીય ટેક્સટાઇલ પ્રધાન પિયુષ ગોયલ ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે તેમને વિપક્ષ દ્વારા બેરોજગાર દિવસની ઉજવણી કરાઇ હોવાના ETV Bharat દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નમાં તેઓ જવાબ આપ્યા વગર ચાલ્યા ગયા હતા.