અમદાવાદઃ હાઇકોર્ટમાં દાખલ કરવામાં આવેલી રિટમાં રજૂઆત કરવામાં આવી છે કે વિદ્યાર્થી હર્ષ ગાંધી 6 ઓગસ્ટના રોજ ફાઉન્ડેશન એન્જીનિયરિંગની પરીક્ષા ઓનલાઇન આપી રહ્યો હતો ત્યારે તેની સિસ્ટમ હેંગ થઈ જતાં પરીક્ષામાં આપેલ જવાબ સેવ ન થયા અને ત્યારબાદ તેને નાપાસ જાહેર કરાતાં હાઇકોર્ટમાં રિટ દાખલ કરી હતી.
ઓનલાઈન પરીક્ષામાં ડીવાઇઝ હેંગ થતાં નાપાસ જાહેર કરાતાં હાઈકોર્ટમાં રિટ હાઈકોર્ટે GTUને હર્ષ ગાંધીની 23મી સપ્ટેમ્બરના રોજ પરીક્ષા લેવામાં આવે તેવો આદેશ કર્યો છે. અરજદારનો આક્ષેપ છે કે આ અંગે જીટીયુના ઘણીવાર લેખિતમાં રજૂઆત કર્યા હોવા છતાં કોઈ પગલાં ન લેતાં તેમણે હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી.ઓનલાઈન પરીક્ષામાં ડીવાઇઝ હેંગ થતાં નાપાસ જાહેર કરાતાં હાઈકોર્ટમાં રિટ કોરોના લોકડાઉન દરમિયાન જ્યારે ઓનલાઇન પરીક્ષા લેવામાં આવી રહી છે ત્યારે મોબાઇલ કે અન્ય ડિવાઇસ હેંગ થવાનો આ પહેલો કિસ્સો સામે આવ્યો છે. આ મામલે વધુ સુનાવણી 5મી ઓગસ્ટના રોજ હાથ ધરવામાં આવશે.