- નવી ભરતી થયેલા એલ.આર.ડી. મહિલાઓને માહિતી આપવાનો કાર્યક્રમ
- વિશ્વ મહિલા દિવસની ઉજવણી નિમિતે નવતર આયોજન
- સાંજે 4 થી 7 સુધી મહિલાઓ દ્વારા શહેરમાં કરવામાં આવ્યું હતું ટ્રાફિક નિયમન
અમદાવાદઃ દર વર્ષે 8 માર્ચના રોજ દુનિયાભરમાં આંતરરાષ્ટ્રીય દિવસ (International Women's Day)નુ આયોજન થાય છે. મનમાં સવાલ ઉભા થાય છે કે આ પરંપરાની શરૂઆત ક્યારથી થઈ ? સાથે જ મહિલા દિવસ મનાવવા પાછળ હેતુ શું છે ? આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના ઈતિહાસની વાત કરીએ તો સૌ પહેલા આને વર્ષ 1909માં ઉજવવામાં આવ્યો. ત્યારબાદ આ દિવસને 1975માં સંયુક્ત રાષ્ટ્ર સંઘે માન્યતા આપી.
પછી તો દુનિયાભરમાં આને ઉત્સાહપૂર્વક ઉજવવાની શરૂઆત થઈ. આ દિવસ ઉજવવાનો મકસદ મહિલાઓ પ્રત્યે સન્માન, તેમની પ્રશંસા અને તેમના પ્રત્યે પ્રેમ વ્યક્ત કરવાનો છે. આ દિવસે ખાસ કરીને એ મહિલાઓ પ્રત્યે સન્માન પ્રગટ કરવામાં આવે છે. જેમણે આર્થિક, રાજનીતિક અને સામાજિક ક્ષેત્રોમાં મુખ્ય ઉપલબ્ધિઓ મેળવી છે. ખાસ કરીને મહિલાઓના સંઘર્ષનો ઉલ્લેખ કરતા તેમની સફળતાની વાતને રજૂ કરવામાં આવે છે .
આ પણ વાંચોઃ મહિલાઓ માટે પ્રેરણારૂપ બનેલી ગુજરાતની વિરાંગનાઓ
- લાલ દરવાજા ચિલ્ડ્રન ટ્રાફિક પાર્કમાં યોજાઈ ટ્રેનિંગ
અમદાવાદમાં આ દિવસની ઉજવણીને લઇને નવી ભરતી થયેલાં એલ.આર.ડી. મહિલા બ્રિગેડને શહેરના લાલ દરવાજા ખાતે આવેલા ચિલ્ડ્રન ટ્રાફિક પાર્ક ખાતે ટ્રાફિકની સમસ્યા અને રોડ પર કઈ રીતે કાર્ય કરવું તેની સમજ આપી અનોખી રીતે વિશ્વ મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ સમયે શહેરના પોલીસ વડા એમ. એ. ચાવડા ખાસ ઉપસ્થિત રહ્યાં હતાં અને બ્રિગેડની મહિલાઓને ટ્રાફિક અને પોલીસની કામગીરી અંગે માર્ગદર્શન આપ્યું હતું.