અમદાવાદ: 24 માર્ચ 2022 ગુરુવારે વિશ્વ ક્ષય દિવસ(World Tuberculosis Day ) છે. ત્યારે અમદાવાદના ટાગોર હોલમાં(Tagore Hall Ahmedabad) આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલના અધ્યક્ષ ઉપસ્થિત રહેશે આ કાર્યક્રમમાં આરોગ્યપ્રધાન મુખ્ય મહેમાન રહેશે. જેમાં અમદાવાદ કોર્પોરેશન વિભાગ(Ahmedabad Corporation Division) દ્વારા જે ડોક્યુમેન્ટરી બનાવવામાં આવી હતી તે આરોગ્ય પ્રધાનના(Minister of Health) હસ્તે આ ગુરુવારે યોજાયેલ કાર્યક્રમમાં ડોક્યુમેન્ટરી લોન્ચ કરવામાં આવશે.
આ પણ વાંચો: ક્ષય(TB)ના કેસમાં ગુજરાતભરમાં થયો આશ્ચર્યજનક ઘટાડો
GIDC ક્ષયરોગના દર્દી દત્તક લેશે - અમદાવાદ શહેરના GIDC વિસ્તારમાં(Ahmedabad GIDC Area) ભારે પ્રમાણ વિવિધ કંપની આવેલી છે જેના કારણે ત્યાં કામ કરતા લોકો અને મજૂર વર્ગમાં પણ ક્ષયના રોજ જોવા મળતો હોય છે.જેમાંથી અત્યાર સુધી લગભગ 1000 જેટલા ટીબીના દર્દીઓ હાલત સારવાર લઇ રહ્યા છે. તેમને દત્તક લેવાનું GIDC દ્વારા નક્કી કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો: ટીબીના 65 ટકા કેસ 15થી 45 વર્ષની વયના લોકોમાંઃ આરોગ્ય પ્રધાન
અમદાવાદના વર્ષે 18,000 ક્ષયના કેસ નોંધાય છે - સમગ્ર વિશ્વમાં દર વર્ષે 1 કરોડ જેટલા ક્ષયના કેસ નોંધાય છે. જેમાંથી 26 ટકા જેટલા એટલે કે 26 લાખ જેટલા કેસ ભારતમાં નોંધાય છે. ગુજરાતમાં દર વર્ષે 1 લાખ 70 હજાર કેસ નોંધાય છે. જેમાં અમદાવાદ દર વર્ષ 18 હજાર ક્ષયના કેસ નોંધાય છે. મૃત્યુની વાત કરવામાં આવે તો સાદા ટીબીના કારણે અમદાવાદ શહેરમાં 800 જેટલા મૃત્યુ થાય છે.