- કોરોના વાઇરસની મહામારીમાં લોહીની અછત
- માલધારી યુવા સંગઠન દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન
- સૌ પ્રથમ વખત રબારી સમાજની મહિલાઓ રક્તદાન કર્યું
અમદાવાદ:હાલ કોરોના વાઇરસની મહામારીને લીધે લોહીના અછત સર્જાતા અનેક દર્દીઓની સ્થિતિ નાજુક જોવા મળી રહી છે. ત્યારે ક્રિપલ હોમ્સ અને માલધારી યુવા સંગઠન દ્ઘારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતુ. આ રક્તદાન કેમ્પમાં સૌ પ્રથમ વખત રબારી સમાજની મહિલાઓ રક્તદાન કરવા આગળ આવી છે.
167 યૂનિટ બ્લડ એકત્ર
અમદાવાદ ખાતે યોજાયેલા રક્તદાન કેમ્પમાં યુવાનોની સાથે મહિલાઓએ પણ રક્તદાન કર્યું છે. જેમાં કુલ ૧૬૭ બોટલ રક્ત એકત્ર કરીને બ્લડ બેન્કને આપવામાં આવ્યું છે. સમાજના એક મહિલા અગ્રણીએ જણાવ્યું હતું કે, લોહીની અછત સર્જાઈ છે. ત્યારે તેઓ પુરુષોની સાથે ખભો મિલાવીને રકતદાન કરવા તૈયાર છે. તેઓએ રકતદાન કર્યું અને હવે તે અન્ય મહિલાઓને પણ રકતદાન કરવા માટે અપીલ કરશે અને સમાજ અને દેશના સેવા કાર્યમાં ભાગ લેવા જણાવશે.