હવામાન વિભાગની આગાહીને આધારે જોઈએ તો ગુજરાતની ઠંડી ઉત્તર પૂર્વનાં ઠંડા પવનો પર આધાર રાખે છે. છેલ્લા પાંચેક દિવસથી ઉત્તર દિશા તરફથી સૂકા અને ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે. જેથી દિવસેને દિવસે ઠંડી વધતી જઈ રહી છે. હજૂ આગામી 24 કલાકમાં ઠંડીના પ્રમાણમાં વધારો થઈ શકે છે.
અમદાવાદમાં વહેલી સવારે કડકડતી ઠંડીનો અહેસાસ થતો જોવા મળ્યો હતો. ઠંડાગાર પવન સાથે ઠંડી પડતા ગુજરાતમાં લોકોએ સ્વેટર, ટોપી અને મફલર બહાર કાઢ્યા છે, અને રાત્રે રજાઈ ઓઢીને સુઈ રહ્યા છે. છેલ્લા કેટલાય દિવસોથી જમ્મુ કાશ્મીર સહિતના ઉત્તર ભારતના વિસ્તારોમાં સતત હિમવર્ષા થઈ રહી હોવાના સમાચાર આવ્યા છે. લેહમાં તાપમાન માઈનસ ડિગ્રી થયું છે. જેને પગલે ગુજરાતમાં ઠંડી વધી છે.
હવામાન વિભાગના કહેવા પ્રમાણે આ વર્ષે શિયાળો થોડો મોડો શરૂ થયો છે, પરંતુ હવે ઠંડી વધી છે. ડિસેમ્બર આખરમાં ઠંડી વધુ જોરમાં પડશે. ગુજરાતમાં લઘુત્તમ તાપમાનમાં હજી વધુ નોંધપાત્ર ઘટાડો નોંધાશે.
ગુજરાતના વિવિધ શહેરમાં લઘુત્તમ તાપમાન
- નલિયા 11.4 ડિગ્રી
- ન્યૂ કંડલા 12.5 ડિગ્રી
- ડીસા 13 ડિગ્રી
- રાજકોટ 13.2 ડિગ્રી
- ભૂજ 14 ડિગ્રી
- ગાંધીનગર 15.2 ડિગ્રી
- સુરેન્દ્રનગર 15.8 ડિગ્રી
- અમદાવાદ 16 ડિગ્રી
- ભાવનગર 16.2 ડિગ્રી
- વડોદરા 17.4 ડિગ્રી
- સૂરત 19.2 ડિગ્રી