ETV Bharat / city

શા માટે ગુજરાતના વેપારીએ રાજ કુંદ્રાની સામે નોંધાવી ફરિયાદ, જાણો... - બોલિવુડ સમાચાર

ગુજરાતના અમદાવાદના એક વેપારી હિરેન પરમારે રાજ કુંદ્રા (Raj Kundra)ની કંપની પર ઓનલાઈન ક્રિકેટ સ્કીલ બેસ્ટ ગેમના ડિસ્ટ્રિબ્યુટર બનાવવાના બદલામાં આશરે 3 લાખ રૂપિયાની છેતરપિંડી કરવાનો આરોપ મૂક્યો છે. રાજ કુંદ્રાની કંપની વિરુદ્ધ મુંબઈ ક્રાઈમ બ્રાંચ અને સાયબર સેલમાં ઓનલાઈન ફરિયાદ નોંધાઈ છે.

શા માટે ગુજરાતના વેપારીએ રાજ કુંદ્રાની સામે નોંધાવી ફરિયાદ

author img

By

Published : Jul 27, 2021, 10:44 AM IST

  • રાજ કુંદ્રાની ફર્મ દ્વારા 3 લાખ રૂપિયાની ઠગાઇ
  • અમદાવાદના વેપારીએ મુંબઈ ક્રાઈમ બ્રાંચ અને સાયબર પોલીસમાં ફરિયાદ નોંધાવી
  • દુકાનદારે રાજ કુંદ્રા (Raj Kundra) વિરુદ્ધ કેસ દાખલ કર્યો

મુંબઇ: પોર્નોગ્રાફિક (pornographic films) ફિલ્મના કેસમાં પોલીસમાં સકંજામાં રહેલા રાજ કુંદ્રા (Raj Kundra) પર ગુજરાતના અમદાવાદના એક વેપારીએ મુંબઈ ક્રાઈમ બ્રાંચ અને સાયબર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે, ઓનલાઇન ડિસ્ટ્રિબ્યુટર બનાવવાના બહાને વેપારી રાજ કુંદ્રાની ફર્મ દ્વારા 3 લાખ રૂપિયાની ઠગાઇ કરવામાં આવી છે. ફરિયાદીએ દાવો કર્યો હતો કે, તેણે આ ફરિયાદ 2019 માં ગુજરાત સાયબર ડિપાર્ટમેન્ટમાં નોંધાવી હતી. દુકાનદારનું નામ હિરેન પરમાર છે અને તેણે રાજ કુંદ્રા વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે. પોલીસ ફરિયાદની ચકાસણી કરી રહી છે.

'GAME OF DOT' માટે ડિસ્ટ્રિબ્યુટર બનાવવાનું વચન

ઓનલાઇન નોંધાયેલી ફરિયાદમાં ફરિયાદી હિરેન પરમારે આરોપ લગાવ્યો હતો કે, તેને વિયાન ઇન્ડસ્ટ્રીઝ દ્વારા વચન આપવામાં આવ્યું હતું કે તેમને 'GAME OF DOT' માટે ડિસ્ટ્રિબ્યુટર બનાવવામાં આવશે. તેમ છતાં કંપનીએ પોતાનું વચન પાળ્યું ન હતું. જેના પગલે તેણે રોકાણ કરેલા રૂપિયા 3 લાખનું વળતર માંગ્યું હતું, પરંતુ તેનો પ્રતિસાદ મળ્યો નહીં.

ફરિયાદીએ 2019માં ગુજરાત સાયબર ડિપાર્ટમેન્ટમાં નોંધાવી હતી ફરિયાદ

અધિકારીના જણાવ્યા મુજબ ફરિયાદીએ દાવો કર્યો હતો કે, તેણે આ ફરિયાદ 2019માં ગુજરાત સાયબર ડિપાર્ટમેન્ટમાં નોંધાવી હતી, પરંતુ કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી. અશ્લીલ ફિલ્મોના વિતરણ માટે મોબાઈલ એપ્લિકેશન ચલાવવાના આરોપમાં કુંદ્રાની ધરપકડ કરવામાં આવ્યા બાદ ફરિયાદીએ મુંબઇ પોલીસ (Mumbai Police)નો સંપર્ક કર્યો હતો. પરમારે એવો પણ આરોપ લગાવ્યો હતો કે, કંપની દ્વારા તેમના જેવા ઘણા લોકો સાથે કરોડોની છેતરપિંડી કરવામાં આવી હતી.

અશ્લીલ સામગ્રીના કેસમાં 19 જુલાઈએ રાજ કુંદ્રાની ધરપકડ થઈ હતી

બોલિવુડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી (Bollywood actress Shilpa Shetty)ના ઉદ્યોગપતિ પતિ રાજ કુંદ્રા (Raj Kundra)ની અશ્લીલ ફિલ્મો (pornographic films) બનાવવાના કેસમાં મુંબઈ પોલીસે (Mumbai Police) સોમવારે ધરપકડ કરી હતી. રાજ કુન્દ્રાની જેજે હોસ્પિટલમાં મુંબઇ પોલીસે મેડિકલ તપાસ કરાવી હતી. અશ્લીલ સામગ્રીના કેસમાં 19 જુલાઈએ રાજ કુંદ્રાની ધરપકડ ક્રાઈમ બ્રાંચ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. મુખ્ય ષડયંત્રકાર હોવાની શંકાના આધારે તેની ધરપકડ કરવામાં આવી હતી. ફેબ્રુઆરી 2021માં ક્રાઇમ બ્રાંચે મુંબઈમાં અશ્લીલ ફિલ્મો બનાવવા અને અમુક એપ્સ દ્વારા તેને પ્રકાશિત કરવા માટે કેસ નોંધ્યો હતો.

આ પણ વાંચો: પોર્નોગ્રાફી કેસમાં ઝડપાયેલો રાજ કુંદ્રા 23 જુલાઇ સુધી પોલીસ કસ્ટડીમાં

આ પણ વાંચો: અશ્લીલ ફિલ્મો બનાવવાના કેસમાં અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિની રાજ કુંદ્રાની ધરપકડ

આ પણ વાંચો: Raj Kundra કમાણી કેવી રીતે કરે છે તેવો પ્રશ્ન Kapil Sharma એ પૂછ્યો હતો, વીડિયો વાયરલ થયો

આ પણ વાંચો: રાજ કુંદ્રાએ પોર્ન ફિલ્મ માટે ન્યૂડ ઓડિશન માંગ્યું, મોડેલે કહ્યું શિલ્પા શેટ્ટીની થવી જોઇએ પૂછપરછ

આ પણ વાંચો: Raj Kundra Case: બોલિવૂડ મોડલે સંભળાવી આપવીતી, કહ્યું- શિલ્પા શેટ્ટીની ધરપકડ કેમ નહિં?

આ પણ વાંચો: Raj Kundra ની ધરપકડ માટે Mumbai Police એ 3 મહિનાનો સમય કેમ લીધો?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.