ETV Bharat / city

કોણ બનશે ગુજરાત કોંગ્રેસના નવા પ્રભારી? - ગુજરાત કોંગ્રેસ

ગુજરાત કોંગ્રેસના પ્રભારી અને સાંસદ રાજીવ સાતવ નો કોરોનાને કારણે અવસાન થયું છે.. જેને લઈ હવે પ્રભારીપદ પર નવા નેતાની નિમણૂક કરવામાં આવશે.. જો.કે હાઇકમાન્ડ દ્વારા સચિન પાયલોટનો ઓફર કરવામાં આવી હતી પરંતુ તેને ધરાર ના પાડી દેતા હવે હાઇકમાન્ડ મનોમંથનમાં જોવા મળી રહી છે.

કોણ બનશે ગુજરાત કોંગ્રેસના નવા પ્રભારી?
કોણ બનશે ગુજરાત કોંગ્રેસના નવા પ્રભારી?
author img

By

Published : Sep 1, 2021, 9:23 PM IST

  • ગુજરાત કોંગ્રેસના પ્રભારીને લઈ હાઇકમાન્ડમાં ચર્ચા
  • AICCમાં ગુજરાત કોંગ્રેસ પ્રભારી પદ માટે મનોમંથન અંતિ તબક્કામાં
  • ગુજરાત કોંગ્રેસના નવા પ્રભારીનું નામની થઈ શકે જાહેરાત

ન્યૂઝ ડેસ્ક :ગુજરાતમાં દોઢ વર્ષ બાદ વિધાનસભાની ચૂંટણી યોજાવા જઇ રહી છે ૨૦૨૨ના અંતમાં ચૂંટણી થાય તે પહેલાં જ રાજકીય પાર્ટીઓ પોતાની તૈયારીઓમાં વ્યસ્ત બની ગઈ છે પરંતુ ગુજરાત કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવનું આકસ્મિક નિધન થતાં ગુજરાત કોંગ્રેસ અત્યારે નેતૃત્વ વગરની જોવા મળી રહી છે.. એક તરફ વિપક્ષના નેતા અને પરદેશ પ્રમુખની પસંદગીને લઈને ચર્ચા ચાલી રહી છે તો બીજી તરફ પ્રભારી રાજીવ સાતવનું અકાળે અવસાન થતા પાર્ટીનું હાઈકમાન્ડ પણ સક્રિય થયું છે ત્યારે સચિન પાયલટે ગુજરાત કોંગ્રેસના પ્રભારી બનવાની ધરાર ના પાડી છે. ત્યારે હવે બી.કે હરિપ્રસાદ, મોહન પ્રકાશ, અવિનાશ પાંડ અને મુકુલ વાસનીકના નામ પર ચર્ચા ચાલી રહી છે..

હાઇકમાન્ડે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રભારી બનાવવા માટે મુરતિયો શોધવાના મથામણને આપી શકે અંત
કોંગ્રેસ પાર્ટી માં સૌથી યુવા નેતા ગણવામાં આવતા રાજીવ સાતવ કે જેવો ગુજરાત કોંગ્રેસના પ્રભારી પદ પર રહેલા હતા.. જેમનું કોરોના ના લીધે અવસાન થતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રભારી પદ ખાલી પડ્યું છે કોરોના કેસમાં સતત ઘટાડો થતો જઈ રહ્યો છે ત્યારે હવે કોંગ્રેસ હાઇકમાન્ડે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રભારી ની શોધખોળ શરૂ કરી હતી ત્યારે આગામી થોડા સમયમાં કોંગ્રેસ હાઈકમાન્ડ ગુજરાતના નવા પ્રભારીની નિમણૂક કરે તેવી પ્રબળ શક્યતાઓ જોવા મળી રહી છે.. વિશ્વસનીય સૂત્રોના મતે મળતી માહિતી પ્રમાણે કોંગ્રેસના નવા યુવા નેતા સચિન પાયલોટ અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રભારી પદે નિયુક્ત કરવા ઓફર કરવામાં આવી હતી પરંતુ તેમણે ધરાર ઈન્કાર કરી દીધો હોય તેવી માહિતી પ્રાપ્ત થઇ રહી છે.

ગુજરાત કોંગ્રેસ પ્રભારીનું નામ થઈ શકે જાહેર
હાલ આ પદ માટે મુકુલ વાસનિક અવિનાશ પાંડે બીકે હરિપ્રસાદ અને મોહન પ્રકાશ નું નામ પણ ચર્ચામાં ચાલી રહ્યું છે અવિનાશ પાંડે રાજસ્થાન કોંગ્રેસના પ્રભારી રહી ચૂક્યા છે.. ત્યારે ચર્ચામાં રહેલા અન્ય નામોની વાત કરવામાં આવે તો મુકુલ વાસનીક હાલ મધ્યપ્રદેશના પ્રભારી છે.. મુકુલ વાસનીક AICCના જનરલ સેક્રેટરી પણ છે.. આ તમામની વચ્ચે રાજસ્થાનના મુખ્યપ્રધાન અને ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રભારી અશોક ગેહલોતે મોહન પ્રકાશ ના નામની ભલામણ કરી છે ત્યારે કોંગ્રેસ પાર્ટી કોના માથે પસંદગીનો કળશ ઢોળે છે તે થોડા જ સમયમાં ખબર પડી જશે...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.