ETV Bharat / city

Ahmedabad Bombings of 2008 : અમદાવાદ બાદ ક્યુ શહેર હતું આતંકીઓના નિશાના પર ? - મદાવાદ બાદ ક્યુ શહેર હતું આતંકીઓના નિશાના પર ?

26 જુલાઈ 2008ની સાંજ અમદાવાદ માટે કાયમ યાદગાર રહેશે. શહેરના વિવિધ વિસ્તારોમાં સતત 70 મિનીટ સુધી ચાલેલા શ્રેણીબદ્ધ બોમ્બ બ્લાસ્ટમાં 56 લોકોના મોત નિપજ્યા હતા અને 200થી વધુ લોકોના મોત નિપજ્યા હતા. જોકે, આ શ્રેણીબદ્ધ બોમ્બ બ્લાસ્ટ બાદ ગુજરાત પોલીસે કેટલાક જીવિત બોમ્બ પકડી પાડ્યા હતા. જાણો સિલસિલાબદ્ધ થયેલા બોમ્બ બ્લાસ્ટ બાદ શું થયું હતું ?

Ahmedabad Bombings of 2008
Ahmedabad Bombings of 2008
author img

By

Published : Jul 26, 2021, 7:01 AM IST

  • અમદાવાદ બાદ સુરતમાં પણ બોમ્બ બ્લાસ્ટ કરવાનું હતું કાવતરૂ
  • અમદાવાદ બ્લાસ્ટના 2 દિવસ બાદ સુરતમાંથી મળ્યા હતા 23 બોમ્બ
  • પોલીસની સમયસૂચકતાથી તમામ 23 બોમ્બ કરાયા હતા ડિફ્યૂઝ

ન્યૂઝ ડેસ્ક : આજથી 13 વર્ષ પહેલા અમદાવાદને ધમરોળનાર શ્રેણીબદ્ધ બોમ્બ બ્લાસ્ટમાં 56 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા અને 200થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. જોકે, આતંકીઓ માત્ર આ બોમ્બ બ્લાસ્ટ પૂરતા જ સીમિત ન હતા. ગુજરાત પોલીસે અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના થોડા સમયમાં જ વિવિધ જગ્યાઓ પરથી જીવિત બોમ્બ ઝડપી પાડ્યા હતા.

મણિનગરમાંથી મોડીરાત્રે મળી આવ્યો હતો જીવિત બોમ્બ

સતત 70 મિનીટ સુધી ચાલેલા અમદાવાદ શ્રેણીબદ્ધ બોમ્બ બ્લાસ્ટના પડઘા હજુ શાંત જ પડ્યા હતા. એવામાં મોડીરાત્રે 12 વાગ્યે પોલીસને મણિનગરના હાટકેશ્વર વિસ્તારમાંથી એક જીવિત બોમ્બ મળી આવ્યો હતો. આ બોમ્બ અન્યની જેમ સાયકલ પર રાખવામાં આવ્યો હતો અને તે વધુ લોકોને નુક્સાન પહોંચાડે તે માટે શાક માર્કેટ જેવા ભરચક વિસ્તારમાં પ્લાન્ટ કરવામાં આવ્યો હતો. જોકે, પોલીસે તેને સફળતાપૂર્વક ડિફ્યૂઝ કરી લેતા મોટી જાનહાનિ ટળી હતી.

સુરતમાંથી મળી આવ્યા હતા કુલ 23 બોમ્બ

બોમ્બ બ્લાસ્ટના 2 દિવસ બાદ સુરતમાંથી કુલ 18 બોમ્બ મળી આવ્યા હતા. આ બોમ્બ ઉદ્યોગો અને રહેણાંક વિસ્તારોને ટાર્ગેટ કરીને પ્લાન્ટ કરવામાં આવ્યા હતા. મોટાભાગના બોમ્બ ડાયમંડ પ્રોસેસિંગ યુનિટ્સ પાસે પ્લાન્ટ કરવામાં આવ્યા હતા. જોકે, પોલીસે સમયસૂચકતા વાપરીને તમામ 23 બોમ્બ ડિફ્યૂઝ કર્યા હતા. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, આ સુરતમાં પ્લાન્ટ કરાયેલા બોમ્બ અમદાવાદની ઘટના પરથી લોકોનું ધ્યાન ભટકાવવા માટે હતા. જોકે, પોલીસને સુરતમાંથી મળી આવેલા બોમ્બ પરથી આતંકીઓની મોડસ ઓપરેન્ડી અંગે ઘણુબધુ જાણવા મળ્યું હતું. જે પાછળથી તપાસમાં મદદગાર સાબિત થઈ હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.