- બહારના પરીક્ષકોની નિમણૂક કરવાના નિયમો અંતર્ગત છૂટછાટ અપાઈ
- યુજી મેડિકલની પરીક્ષા માટે નેશનલ મેડિકલ કમિશને આપી છૂટછાટ
- હવેથી રાજ્યની અન્ય યુનિવર્સિટીઓમાંથી પરીક્ષકો બોલાવી શકાશે
- પરીક્ષકોએ ફરજિયાત પરીક્ષા સ્થળે હાજર રહેવું પડશે
અમદાવાદઃ ગ્રેજ્યુએશન મેડીકલ રેગ્યુલેશન અંતર્ગત દરેક યુનિવર્સિટીએ મેડીકલની ફાઈનલ પરીક્ષાઓમાં ફરજિયાતપણે રાજ્ય બહારની યુનિવર્સિટીઓમાં પરીક્ષકો બોલાવી નીમવાના હોય છે. આથી પરીક્ષાઓમાં કોઈ ગેરરીતિ ન થાય અને પારદર્શકતા રહે. આમાં કોરોનાની મહામારી સ્થિતિમાં નેશનલ મેડીકલ કમિશન દ્વારા ચાલુ વર્ષે પરીક્ષાઓમાં ખાસ છૂટછાટ આપી છે. આ અગાઉ યુજી-પીજીની પરીક્ષાઓમાં છૂટ આપ્યા બાદ હવે લેવાનારી યુજીની ફાઈનલ મેડીકલ પરીક્ષાઓને લઈને પણ મેડીકલ કમિશનને છૂટ આપતો સર્ક્યૂલર કર્યો છે. આ અંતર્ગત હવે દરેક યુનિવર્સિટીઓએ પરીક્ષામાં રાજ્ય બહારના જ પરીક્ષકો બોલાવવા પ્રાથમિકતા આપવાની રહેશે, પરંતુ જો તે શક્ય ન બને તો જે તે યુનિવર્સિટી રાજ્યની જ અન્ય યુનિવર્સિટીઓમાંથી પરીક્ષકો બોલાવી શકશે.
મેડિકલ કમિશને વર્ષ 2019-20માં પ્રવેશ લેનારા વિદ્યાર્થીઓની બેચથી આ છૂટછાટ લાગુ કરી છે
પરીક્ષકોએ ફરજિયાત પરીક્ષા સ્થળે ફિઝિકલી હાજર રહેવાનું રહેશે. આ ઉપરાંત એમબીબીએસની થિયરી પરીક્ષામાં ઉત્તરવહીઓનું મૂલ્યાંકન સેન્ટ્રલ એસેસમેન્ટ પ્રોગ્રામ હેઠળ જ કરવાનું રહેશે. મેડીકલ કમિશન દ્વારા 2019-20માં પ્રવેશ લેનારા વિદ્યાર્થીઓની બેચથી લાગુ પડે તેમ આ છૂટછાટ લાગુ કરી છે. યુનિવર્સિટીઓએ કેટલા પરીક્ષકોની જરૂર પડશે તે પણ અગાઉથી નક્કી કરવાનું રહેશે અને ચોક્કસ આયોજન કરવાનું રહેશે.