ETV Bharat / city

કોરોના સામેની લડાઈમાં સિવિલ હોસ્પિટલની બ્લડ બેન્કની શું છે મહત્ત્વની કામગીરી?

કોરોના મહામારીમાં સિવિલ હોસ્પિટલના દરેક વિભાગ દ્વારા મહત્ત્વની જવાબદારી નિભાવવામાં આવી રહી છે. સિવિલ હોસ્પિટલના તબીબો, નિષ્ણાત તબીબો, મેડિકલ સ્ટાફ, પેરામેડિકલ સ્ટાફ, સફાઈ કર્મીઓ, ટેક્નિશિયનો ખડે પગે કોરોના ગ્રસ્ત દર્દીઓની સેવા સુશ્રુષામાં 24 કલાક તહેનાત છે.

કોરોના સામેની લડાઈમાં સિવિલ હોસ્પિટલની બ્લડ બેન્કની શું છે મહત્ત્વની કામગીરી?
કોરોના સામેની લડાઈમાં સિવિલ હોસ્પિટલની બ્લડ બેન્કની શું છે મહત્ત્વની કામગીરી?
author img

By

Published : Dec 9, 2020, 1:31 PM IST

  • અમદાવાદની સિવિલ હોસ્પિટલ 24 કલાક સેવા કરી રહી છે
  • 500થી વધુ થેરાપ્યુટિક પ્લાઝમા ફેરેસીસ દ્વારા દર્દીઓને જીવતદાન બક્ષ્યું
  • બ્લડ બેન્ક દ્વારા 58 હજારથી વધારે દર્દીઓને રક્ત પહોંચાડવામાં આવ્યું

અમદાવાદઃ આ લડતમાં અમદાવાદ સિવિલ હોસ્પિટલની બ્લડ બેન્ક (I.H.B.T.) દ્વારા પણ સરાહનીય કામગીરી કરવામાં આવી રહી છે. આ બ્લડ બેન્ક દ્વારા થેરાપ્યુટિક પ્લાઝમા ફેરેસીસની પ્રક્રિયા હાથ ધરીને કોરોનાગ્રસ્ત અને સામાન્ય દર્દીઓ કે જેઓ અતિ ગંભીર સ્વાસ્થ્ય અવસ્થામાંથી પસાર થઈ રહ્યા હોય તેવા દર્દીઓને સાજા કરવાની, સ્વસ્થ કરવાની અતિમહત્ત્વની ભૂમિકા નિભાવવામાં આવી રહી છે.

કોરોના સામેની લડાઈમાં સિવિલ હોસ્પિટલની બ્લડ બેન્કની શું છે મહત્ત્વની કામગીરી?
કોરોના સામેની લડાઈમાં સિવિલ હોસ્પિટલની બ્લડ બેન્કની શું છે મહત્ત્વની કામગીરી?
થેરાપ્યુટિક પ્લાઝમા ફેરેસીસનો રૂ. 10 હજાર ખર્ચ

કોરોના કાળમાં સિવિલ હોસ્પિટલની બ્લડ બેન્ક દ્વારા કુલ 505 થેરાપ્યુટિક પ્લાઝમા ફેરેસીસની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે, જેમાંથી 398 પ્રક્રિયા I.H.B.T બ્લડ બેન્ક વિભાગમાં અને 93 પ્રક્રિયા આઈ.સી.યુમાં જઈને, 14 પ્રક્રિયાઓ કોરોનાગ્રસ્ત દર્દીઓમાં કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, સામાન્યતઃ થેરાપ્યુટિક પ્લાઝમા ફેરેસીસ પ્રક્રિયા કરવામાં અંદાજે રૂ. 10 હજારથી વધુનો ખર્ચ થતો હોય છે, જે સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દી નારાયણને તદ્દન વિનામૂલ્યે સમગ્ર પ્રક્રિયા સિવિલ હોસ્પિટલ તરફથી કરવામાં આવે છે.

58 હજારથી વધુ લોકોને બ્લડ અપાયું છેઅમદાવાદ સિવિલ હોસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટ ડોક્ટર જે. પી. મોદી જણાવે છે કે, સિવિલ હોસ્પિટલની બ્લડ બેન્ક દ્વારા કોરોના કાળમાં શ્રેષ્ઠ કામગીરી કરવામાં આવી રહી છે. કોરોના કાળમાં અમારી બ્લડ બેન્કમાંથી 58 હજારથી વધારે બ્લડ બેન્કની જરૂરિયાત ધરાવતા દર્દીઓને બ્લડ પૂરું પાડવામાં આવ્યું છે. 1600થી વધુ કોરોનાગ્રસ્ત દર્દીઓને લોહીની જરૂરિયાત પૂર્ણ કરવામાં આવી છે. સિવિલ હોસ્પિટલ અથવા અન્ય સ્થળે સારવાર લઈ રહેલા દર્દીઓને બ્લડની જરૂરિયાત ઊભી થાય ત્યારે 24 કલાક તે જરૂરિયાત સંતોષવા માટે અમારા હોસ્પિટલની બ્લડ બેન્ક સંકલ્પબદ્ધ છે.અશુદ્ધિઓ દૂર કરીને શુદ્ધ થયેલા બ્લડ ફરી ચઢાવાય છેઆ પ્રક્રિયા દ્વારા દર્દીના રક્તમાં રહેલી અશુદ્ધિઓને દૂર કરી શુદ્ધ કરેલું રક્ત પાછું ચઢાવવામાં આવે છે. આ પ્રક્રિયા ઘણા બધા રોગોમાં હાથ ધરી શકાય છે, પરંતુ સિવિલ હોસ્પિટલમાં મુખ્યત્વે જીબીએસ (Guillian Barre Syndrome) રોગમાં આ પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે. આ રોગમાં દર્દી સંપૂર્ણપણે લકવાગ્રસ્ત થઈ જાય છે, કેટલાક દર્દીઓને શ્વાસ લેવામાં પણ તકલીફ પડે છે. પરંતુ આ પ્રક્રિયા ત્રણથી પાંચ વખત કર્યા પછી સંતોષકારક પરિણામ મળે છે. દર્દી પોતાના પગે ચાલીને પાછો જઈ શકે છે અને આઈસીયુમાં દાખલ દર્દી પણ સંપૂર્ણપણે સ્વસ્થ થઈ શકે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.