ETV Bharat / city

145મી રથયાત્રા: શું છે અમદાવાદના પ્રસિદ્ધ જગન્નાથ મંદિર અને રથયાત્રાનો મહિમા - રથો નાળિયેરીના ઝાડમાંથી બને છે

અષાઢ મહિનાથી ભારતમાં વિધિવત ચોમાસાની શરૂઆત થાય છે. વર્ષાઋતુની સાથે જ દેશમાં ધાર્મિક વાતાવરણ પ્રવર્તતું થાય છે. અષાઢી બીજે ભગવાન જગન્નાથની રથયાત્રા(Rathyatra of Lord Jagannath) ઓરિસ્સાના પૂરી અને અમદાવાદના જગન્નાથ(Puri of Orissa and Jagannath of Ahmedabad) મંદિરેથી નીકળે છે. શું છે આ રથયાત્રાનો પરંમપરાગત મહિમા, ચાલો જાણીએ આ ખાસ અહેવાલમાં.

145મી રથયાત્રા: શું છે અમદાવાદના પ્રસિદ્ધ જગન્નાથ મંદિર અને રથયાત્રાનો મહિમા

author img

By

Published : Jun 22, 2022, 9:54 PM IST

Updated : Jun 30, 2022, 10:45 PM IST

અમદાવાદ: શહેરમાં આવેલુ પ્રસિદ્ધ જગન્નાથ મંદિર(Famous Jagannath Temple and Rathyatra) શરૂઆતમાં મિલ કામદાર દ્વારા બનાવવામાં આવ્યું છે. જ્યારે પૂરીનું જગન્નાથ મંદિર રાજા દ્વારા બનાવવામાં આવ્યું હતું. અમદાવાદમાં 450 વર્ષ પહેલા સંત હનુમાનદાસે જમાલપુરમાં જગન્નાથ મંદિરની(Jagannath Temple in Jamalpur) ગાદીની સ્થાપના કરી હતી. ત્યારબાદ સારંગદાસે જગન્નાથજી મંદિરમાં બલરામ, સુભદ્રા અને જગન્નાથની મૂર્તિની સ્થાપના(Establishment of Idol of Jagannath) કરી હતી. આજથી 144 વર્ષ પહેલા 1978માં સૌ પ્રથમ રથયાત્રા યોજવામાં આવી હતી. જગન્નાથ મંદિરના મહંત નરસિંહદાસના સ્વપ્નમાં જગન્નાથ ભગવાન આવ્યા અને તેમને નગરચર્યાએ નીકળવાની ઈચ્છા વ્યક્ત કરી ત્યારથી અમદાવાદમાં રથયાત્રાની પરંપરા શરૂ થઈ છે.

ખલાસીઓ રથયાત્રા અગાઉ તેનું સમારકામ, રંગકામ અને શણગારે છે.

આ પણ વાંચો: 145 Jagannath Rathyatra : ભગવાન જગન્નાથ મોસાળમાં માણી રહ્યાં છે આવી મહેમાનગતિ

કેવી હતી પહેલી રથયાત્રા? - જગન્નાથ મંદિરની પહેલી રથયાત્રા(first rathyatra of Jagannath temple) સરસપુર ભગવાનના મોસાળ સુધી યોજાઇ હતી. જેમાં ફક્ત સાધુ-સંતોએ ભાગ લીધો હતો. સરસપુરમાં સાધુ-સંતો માટે રસોડું યોજાતું. તે રથયાત્રા અંદાજે દોઢ કિલોમીટર લાંબી રહેતી. હવે રસ્તાઓ બદલાયા છે. હજારો સાધુ-સંતોની સાથે લાખો નાગરિકો ભગવાનની નગરચર્યા નિહાળે છે. તેના દર્શન કરે છે. મોસાળમાં લાખો ભક્તો પુરી, શાક અને મોહનથાળ આરોગે છે. ભગવાનનું મોસાળું કરવા 20 વર્ષનું વેઇટિંગ ચાલે છે.

જગન્નાથ, બળભદ્ર અને સુભદ્રાને બેસવાના રથો નાળિયેરીના ઝાડમાંથી તૈયાર કરવામાંઆવે છે.

કેવું છે જગન્નાથનું મંદિર? - સાબરમતી નદીના તટે જમાલપુરમાં(Jamalpur on the banks of Sabarmati river) આવેલું જગન્નાથનું મંદિર વિશાળ છે. મંદિરમાં ભગવાન જગન્નાથ ઉપરાંત મહાદેવનું મંદિર પણ જોવા મળે છે. મંદિરનું વિશાળ પરિસર છે. હજારો ભક્તોને સમાવી શકે છે. મંદિરની નીચે મહંતની બેઠક છે. ભગવાનની મૂર્તિ પ્રથમ માળે પ્રસ્થાપિત કરવામાં આવી છે. મંદિરમાં ગૌશાળા અને પૂજનની વ્યવસ્થા છે. હજારો લોકો ભોજન લઇ શકે તેવો મોટો હોલ છે. બારેમાસ મંદિરમાં સદાવ્રત ચાલે છે. મંદિરની સામેની બાજુએ હાથીખાના આવેલું છે. જ્યાં ગજરાજોની દેખરેખ રાખવામાં આવે છે.

રથયાત્રા પહેલાની વિધિઓ, જળયાત્રા -
રથયાત્રા પહેલાની વિધિઓ, જળયાત્રા -

રથોનું નિર્માણકાર્ય - રથયાત્રાના એકથી દોઢ મહિના પહેલા તેની તૈયારી શરૂ થઈ જાય છે. બારે માસ રથ મંદિરની સામે મકાનમાં પડ્યા હોય છે. ખલાસીઓ રથયાત્રા અગાઉ તેનું સમારકામ, રંગકામ અને શણગારે છે. જગન્નાથ, બળભદ્ર અને સુભદ્રાને બેસવાના રથો નાળિયેરીના ઝાડમાંથી તૈયાર કરવામાં(Chariot Made of Coconut Trees) આવે છે. ભરૂચના ખલાસી કોમ દ્વારા આ રથો બનાવવામાં આવે છે. તેઓ જ રથયાત્રાના દિવસે રથ ખેંચે છે. રથયાત્રાના એકથી દોઢ મહિના પૂર્વે આ તમામ તૈયારીઓ શરૂ થઇ જાય છે.

ભગવાનને સોનાવેશ ધારણ કરાવવો, ગજવેશ ધારણ કરાવવો, ગજ પૂજન વગેરે જેવી વિધિઓ પણ કરવામાં આવે છે.

રથયાત્રા પહેલાની વિધિઓ, જળયાત્રા - રથયાત્રા પહેલા જેઠ સુદ પૂનમે જળયાત્રા યોજવામાં આવે છે. જેમાં હાથી, ઢોલ-નગારા અને સાધુ-સંતો તેમજ રાજકીય અગ્રણીઓ સાથે 108 કળશ ભરીને સાબરમતી નદીમાંથી પાણી લાવવામાં આવે છે. આ પાણી દ્વારા ભગવાનનો જળાભિષેક કરવામાં આવે છે.

અષાઢી બીજે ભગવાન જગન્નાથની રથયાત્રા
અષાઢી બીજે ભગવાન જગન્નાથની રથયાત્રા

નેત્રોત્સવ - ભગવાન જળયાત્રા બાદ પોતાના મોસાળે જાય છે. મોસાળમાં જાંબુ અને કેરીની વધુ ખાવાથી તેમની આંખો આવે છે, તેવી માન્યતા છે. આથી જ્યારે તેઓ મોસાળથી પરત ફરે ત્યારે તેમની આંખોએ પાટા બાંધવામાં આવે છે. તે પાટા ખોલવાની વિધિને નેત્રોત્સવ કહેવામાં આવે છે. આ ઉપરાંત ભગવાનને સોનાવેશ ધારણ કરાવવો, ગજવેશ ધારણ કરાવવો, ગજ પૂજન વગેરે જેવી વિધિઓ પણ કરવામાં આવે છે.

મગનું દાન - રથયાત્રા અગાઉ જગન્નાથ મંદિરમાં મગનું દાન કરવાની પરંપરા છે. સમગ્ર ગુજરાતમાંથી લોકો મંદિરમાં મગનું દાન કરવા આવે છે. આ મગને ફણગાવીને તેનો ઉપયોગ રથયાત્રાના દિવસે લોકોને પ્રસાદી તરીકે આપવામાં આવે છે. ભક્તોને પ્રસાદમાં કાલી રોટી (માલપુઆ), સફેદ દાળ( દૂધપાક), ભજીયા, કઢી, ગાંઠિયા આપવામાં આવે છે.

રથયાત્રાનો દિવસ - રથયાત્રાના દિવસે સવારે 04 કલાકે મંગળા આરતી કરવામાં આવે છે. જેમાં દેશના ગૃહ પ્રધાન અમિત શાહ ભાગ લે છે. ત્યારબાદ રથોને મંદિરમાં લાવવામાં આવે છે. રથ પૂજન બાદ ભગવાનની મૂર્તિઓ રથમા સ્થાપિત કરવામાં આવે છે. રાજ્યના મુખ્ય પ્રધાન દ્વારા સોનાની સાવરણીથી પહિંદ વિધિ કરવામાં આવે છે. ત્યાર બાદ આશરે 07 કલાકે મંદિરમાંથી રથ નગરચર્યાએ નીકળે છે. જેમાં પહેલો ભગવાન જગન્નાથનો રથ, બીજો બહેન સુભદ્રાનો રથ અને છેલ્લો રથ મોટાભાઈ બળદેવનો હોય છે. આ રથયાત્રા રૂટ 14 કિલોમીટર લાંબો હોય છે અને રથયાત્રા દોઢ કિલોમીટર જેટલી લાંબી હોય છે. રાત્રે 08 વાગ્યાની આસપાસ રથયાત્રા નીજ મંદિરે પરત ફરે છે. આખી રાત મૂર્તિઓને રથમાં રાખીને બીજા દિવસે મંદિરમાં પ્રસ્થાપિત કરાય છે.

આ પણ વાંચો: ગુજરાતમાં બીજા નંબરની રથયાત્રા ભાવનગરમાંથી નીકળે છે, ત્યારે જાણીયે શું છે તેની વ્યવસ્થા

રથયાત્રાનું આકર્ષણ - રથયાત્રામાં 18 જેટલા હાથી, 60 જેટલી ટ્રકો, 30 જેટલા અખાડાના કરતબ બાજો, 18 જેટલી ભજન મંડળીઓ 300 થી 400 જેટલા ખલાસીઓ, ભાવિક ભકતો અને સાધુ-સંતો ભાગ લે છે. રથયાત્રાના પ્રસાદમાં મગ,જાંબુ,ખીચડો, કેરી, ચોકલેટ વગેરે આપવામાં આવે છે. રસ્તા પર ઠેર-ઠેર લોકો રથયાત્રા ઉપર પુષ્પ વર્ષા કરે છે. મુસ્લિમ ભાઈઓ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વગેરે લોકો રથયાત્રાનું સ્વાગત કરે છે. મહંતને ચાંદીના રથની પ્રતિકૃતિ ભેટ આપવામાં આવે છે.

ચુસ્ત પોલીસ બંદોબસ્ત - રથયાત્રાના એક મહિના અગાઉ રથયાત્રાના રૂટનું નિરીક્ષણ કરવામાં આવે છે. જર્જરિત મકાન પર નોટિસ લગાવવામાં આવે છે. અગાઉ રથયાત્રામાં કોમી રમખાણની પ્રવૃત્તિ બની ચૂકી હોવાથી પેરામિલિટરી ફોર્સ, રેપીડ એક્શન ફોર્સ અને પોલીસ જવાનો હજારોની સંખ્યામાં સુરક્ષામાં તૈનાત હોય છે. હવે સીસીટીવી કેમેરા અને ડ્રોનથી રથયાત્રાનું નિરીક્ષણ કરવામાં આવે છે.

Last Updated : Jun 30, 2022, 10:45 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.