ETV Bharat / city

India v/s West Indies : વેસ્ટઇન્ડિઝની ટીમ પહોંચી અમદાવાદ : તમામ વન-ડે મેચ પ્રેક્ષકો વગર રમાશે - Gujarat Cricket Association

ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે ત્રણ મેચની વન-ડે સિરીઝ (One-day series between India v/s West Indies) અને ત્રણ મેચની ટી-ટ્વેન્ટી સિરીઝનું આયોજન કરાયું છે. જેમાં વન-ડે સિરીઝની તમામ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ (Narendra Modi Stadium one day series will played) ખાતે યોજાશે. જેને લઈને વેસ્ટ ઇન્ડિઝની ટીમ અમદાવાદ પહોંચી (West Indies team reaches Ahmedabad) ગઈ છે.

વેસ્ટઇન્ડિઝની ટીમ પહોંચી અમદાવાદ : તમામ વન-ડે મેચ પ્રેક્ષકો વગર રમાશે

author img

By

Published : Feb 2, 2022, 12:53 PM IST

Updated : Feb 2, 2022, 3:20 PM IST

ભારત અને વેસ્ટઇન્ડિઝ (One day series between India and West Indies) વચ્ચે પ્રથમ મેચ 6 ફેબ્રુઆરી, બીજી મેચ 9 ફેબ્રુઆરી અને ત્રીજી મેચ 11 ફેબ્રુઆરીએ યોજાશે. ઉલ્લેખનીય છે કે, ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ગયા વર્ષે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ (Narendra Modi Stadium one day series will played) ખાતે ટેસ્ટ મેચનું આયોજન કરાયું હતું. જેમાં હજારો દર્શક ઉમટ્યા હતા. ત્યારબાદ અમદાવાદમાં કોરોનાના કેસમાં અઢળક ઉછાળો આવ્યો હતો. કોરોનાની બીજી લહેર માટે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ જેટલો જ આરોપ ક્રિકેટ મેચ પર પણ મુકાયો હતો.

આ પણ વાંચો: કેપ્ટન રોહિત, કુલદીપ યાદવનું કમબેક, રવિ બિશ્નોઈ T20 ટીમમાં સામેલ

આ વર્ષે પ્રેક્ષકો માટે નો એન્ટ્રી

ચાલુ વર્ષે પણ શહેર અને રાજ્યમાં કોરોનાના કેસ હજારો છે. કોવિડનો ઓમિક્રોન વેરીએન્ટ ખૂબ ઝડપી સંક્રમણ ફેલાવી રહ્યો છે. અગમચેતી સ્વરૂપે ખેલાડીઓ, સ્ટાફ અને પ્રેક્ષકોને કોરોનાથી બચાવવા આ વખતે ગુજરાત ક્રિકેટ એસોસિએશન (Gujarat Cricket Association) દ્વારા પ્રેક્ષકોના પ્રવેશ પર પ્રતિબંધ મુકાયો છે. જેને લઈને મેચની ટિકિટ ઉપલબ્ધ નથી. જેથી ઘણા લોકોએ રોજગારી ગુમાવવી પડશે અને મેચનો માહોલ પણ જામશે નહિ. અમદાવાદીઓએ ઇલેટ્રોનિક માધ્યમ દ્વારા જ મેચ જોવી પડશે.

આ પણ વાંચો: IPL 2022માં વધુ 2 ટીમ નવી જોડાશે, 25 ઓક્ટોબરે થશે નિર્ણય

વેસ્ટઇન્ડિઝની વન ડે ટીમ

અમદાવાદમાં ત્રણ વન-ડે મેચ બાદ ત્રણ ટી-ટ્વેન્ટી મેચ કોલકાતા ખાતે યોજાશે. વેસ્ટઇન્ડિઝની વન ડે ટીમ કેરોન પોલાર્ડ, ફેબિયન એલેન, નક્રમાહ બોનર, ડેરેન બ્રાવો, શામરહ બ્રૂક્સ, જેસન હોલ્ડર, શાઈ હોમ, અકિલ હોસેન, અલ્ઝારી જોસેફ, બ્રેન્ડન કિંગ, નકોલસ પુરન, કેમા રોચ, રોફારિયો શેફર્ડ, ઓડિયન સ્મિથ અને હેડન વૉલ્સ જુનિયર.

Last Updated : Feb 2, 2022, 3:20 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.