ETV Bharat / city

અમદાવાદ જિલ્લા કલેક્ટર કચેરીની વેબસાઈટ દરેક માહિતીનું ‘વન સ્ટોપ સોલ્યુશન’ બનશે

author img

By

Published : Jul 14, 2020, 10:49 PM IST

શહેરના નાગરિકોને પોતાને મળવાપાત્ર સુવિધાઓ, હક્ક અને સરકારી યોજનાઓની પૂરતી જાણકારી હોય તો તે સંલગ્ન ઘણા કામ તેમના માટે સરળ બની જતા હોય છે. અમદાવાદ જિલ્લા કલેક્ટર કચેરી દ્વારા કચેરીની વેબસાઇટને વધુ માહિતીસભર બનાવવામાં માટે વેબસાઈટને અપડેટ કરવામાં આવી છે.

અમદાવાદ જિલ્લા કલેક્ટર કચેરીની વેબસાઈટ દરેક માહિતીનું ‘વન સ્ટોપ સોલ્યુશન’ બનશે

અમદાવાદ: અમદાવાદ જિલ્લાની તમામ ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને મહાનગરપાલિકાના વિવિધ વિભાગ અને તેના અધિકારીઓના નામ, સંપર્ક નંબર અને કચેરી સરનામા જિલ્લા કલેક્ટર કચેરીની વેબસાઈટ પર ઉપલબ્ધ કરવામાં આવ્યા છે.

વધુમાં જિલ્લાના નાગરિકોને કાયમી ઉપયોગી તેવી જિલ્લાની હોસ્પિટલો, બેન્ક, શૈક્ષણિક સંકુલ, સ્વૈચ્છિક સંસ્થાઓ, નગરપાલિકા, મહાનગરપાલિકા અને ટપાલસેવા કેન્દ્રોની માહિતી પણ ઉપલબ્ધ કરવામાં આવી છે. આ માટે જે તે સંસ્થાઓને સ્વૈચ્છિક ધોરણે જિલ્લા કલેક્ટરની વેબસાઈટ પર ફોર્મ ભરી માહિતી જાહેર જનતા માટે ઉપલબ્ધ કરવા સૂચન પણ કરવામાં આવ્યું છે.

ઉપરાંત જિલ્લાના મુખ્ય અધિકારીઓની યાદી, અમદાવાદ જિલ્લાના સંકલન અધિકારીઓની યાદી, અમદાવાદ મહાનગરપાલિકાના અધિકારીઓની યાદી, સાંસદસભ્ય વિધાનસભ્ય, કોર્પોરેટર અને સરપંચોની યાદી, અમદાવાદ જિલ્લાના વિવિધ હેલ્પ ડેસ્ક નંબરની યાદી, પંચાયત તલાટીઓની યાદી, વાજબી ભાવની દુકાનોની યાદી, ડિઝાસ્ટર કંટ્રોલ રૂમની તાલુકા વાર યાદી, પોલીસ સ્ટેશન વાર તરવૈયાઓની યાદી, ફ્લડ પ્રોન અધિકારીઓની યાદી, મા-અમૃતમ કાર્ડના કેન્દ્રોની યાદી તથા અમદાવાદ જિલ્લામાં કાર્યરત સ્વૈચ્છિક સંસ્થાઓ (એન.જી.ઓ.) ની યાદી https://ahmedabad.gujarat.gov.in પર મૂકી નવતર પહેલ કરવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.