અમદાવાદ: સ્વામિનારાયણ મંદિર કુમકુમ મણીનગર અમદાવાદથી સાધુ પ્રેમવત્સલ દાસજી જણાવ્યું હતું કે, સરકારના દ્વારા મંદિરમાં પ્રવેશ કરતા પહેલા સેનિટાઇઝર ઉપયોગ કરવો જોઈએ, પરંતુ એમાં ૬૦ થી ૭૦ ટકા આલ્કોહોલ આવતું હોય છે. જેથી ભક્તોમાં દ્વિધા હોય છે, તો એના નિવારણ માટે શું કરી શકાય કે આઇસોપ્રોપાલ નામનું સેનિટાઇઝર આવે છે. જેની અંદર નિષ્ણાંતોના જણાવ્યા પ્રમાણે આલ્કોહોલ હોતું નથી અને બીજું એવું કરી શકાય કે સાબુથી હાથ ધોઈ મંદિરમાં પ્રવેશ આપવો જોઈએ અથવા તો ફટકડીના પાણીથી હાથ ધોઈ ને મંદિરમાં પ્રવેશ કરવો જોઈએ જેથી કરીને કોઈની ધાર્મિક લાગણી દુભાય નહીં.
જો કે, અનેક ધાર્મિક સંસ્થાઓ દ્વારા મંદિરો પરવાનગી હોવા છતા પણ નહી ખોલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેમાં સ્વામીનારાયણ સંપ્રદાયના મોટા ભાગના પંથો દ્વારા નિર્ણય લેવાયો છે. બીએપીએસ, વડલાસ સ્વામીનારાયણ મંદિર ટ્રસ્ટ, કાળુપુર સહિતનાં તમામ પંથોના મંદિરો નહી ખુલે. સ્વામિનારાયણ સંપ્રદાયના બધાં જ મંદિરો ખોલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.