- ગંભીર બીમારીથી પીડાઇ રહેલા વિવાનની ચીર વિદાય
- SMA1 નામની ગંભીર બીમારીથી પીડાતા વિવાને લીધી વિદાય
- અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલ ખાતે વિવાનનું થશે પોસ્ટમોર્ટમ
અમદાવાદ: ગુજરાત રાજ્યમાં ગંભીર બીમારીથી પીડાતા કોડિનારના વિવાન વાઢેરનું આજે વહેલી પરોઢે અમદાવાદ ખાતે અચાનક નિધન થયું છે. સોલા સિવિલ હૉસ્પિટલ ખાતે વિવાનનું પોસ્ટમોર્ટમ કરવામાં આવી રહ્યું છે. જે બાળક માટે ગુજરાતના લોકો રૂપિયા 16 કરોડનું ફંડ એકઠું કરવા માટે રસ્તા પર આવ્યા હતા, તેના અચાનક નિધનથી બાળકના પરિવારજનો જ નહીં, પરંતુ તમામ લોકો દુઃખી જોવા મળી રહ્યા છે.
આ પણ વાંચો- ધૈર્યરાજ બાદ વધુ એક 4 મહિનાના વિવાનને SMA 1 નામની બિમારી, પરિવાર મદદ માટે ગાંધીનગર પહોંચ્યો
ઘણાં સમયથી ચાલી રહેલા “મિશન વિવાન”નો પણ દુઃખદ અંત આવ્યો
વિવાનના નિધન સાથે છેલ્લા ઘણાં સમયથી ચાલી રહેલા “મિશન વિવાન”નો પણ દુઃખદ અંત આવ્યો છે. વિવાનના પિતાના જણાવ્યા પ્રમાણે વિવાનની અંતિમક્રિયા ગામડે કરવામાં આવશે. આ ઉપરાંત તેમણે વિવાનને બચાવવા મદદ કરનાર તમામ લોકોનો આભાર માન્યો હતો. તેમના જણાવ્યા પ્રમાણે વિવાનની સારવાર માટે એકઠી થયેલી તમામ રકમ સેવાકીય કામ પાછળ વાપરવામાં આવશે.
ચાર મહિનાનો વિવાન વાઢેર ખૂબ જ દુર્લભ બીમારી SMA-1થી પીડિત હતો
ચાર મહિનાનો વિવાન વાઢેર ખૂબ જ દુર્લભ બીમારી SMA-1થી પીડિત હતો. ગીર-સોમનાથ જિલ્લાના કોડિનાર તાલુકાના આલીદર ગામના વતની પરિવારના ચાર મહિનાના બાળક વિવાનને બચાવવા માટે 16 કરોડ રૂપિયાના ઇન્જેક્શનની જરૂરિયાત હતી. આ માટે ‘મિશન વિવાન’ ચલાવવામાં આવી રહ્યું હતું. જે અભિયાન અંતર્ગત બે કરોડથી વધુની રકમ પણ એકઠી થઈ ગઈ હતી.
ક્યાં પ્રકારનો હતો વિવાનને રોગ
વિવાનના માતા-પિતા તેના બાળકને બચાવવા માટે સતત લોકોને મદદ કરવા અપીલ કરી રહ્યા હતા. જો કે, રૂપિયા 16 કરોડ એકઠા થાય તે પહેલા જ વિવાનનું અચાનક નિધન થતા સમગ્ર ગુજરાત આજે હિબકે ભરી રડી રહ્યું છે. વિવાન એસએમએ ટાઇપ-1 એટલે કે સ્પાઇન મસ્ક્યૂલર એટ્રોફી (SMA-1) નામની ગંભીર બીમારીથી પીડિતો હતો.
રૂપિયા 16 કરોડ એકઠા થાય તે પહેલા જ વિવાનનું અચાનક નિધન થયું
ગુજરાતના બીજા એક બાળક ધૈર્યરાજને પણ આવી જ બીમારી હતી. ધૈર્યરાજ માટે પણ રૂપિયા 16 કરોડ એકઠા કરવા ખાસ અભિયાન ચલાવવામાં આવ્યું હતું. 16 કરોડ એકઠા થયા બાદ મુંબઈની હોસ્પિટલ ખાતે તેની સારવાર કરવામાં આવી રહી છે. વિવાનના માતા-પિતા તેના બાળકને બચાવવા માટે સતત લોકોને મદદ કરવા માટે અપીલ કરી રહ્યા હતા. જો કે, રૂપિયા 16 કરોડ એકઠા થાય તે પહેલા જ વિવાનનું અચાનક નિધન થયું છે.
વિવાનના પાર્થિવ દેહને આજે સોલા સિવિલ ખાતે પોસ્ટમોર્ટમ અર્થે લવાયો
સ્પાઈન મસ્ક્યુલર એટ્રોફી નામની દુલભ બીમારીથી પીડાતા કોડીનારના વિવાન વાઢેર નામના બાળકનું આજે નિધન થયું છે. તેનો ઈલાજ કરાવવા ઈન્જેકશન માટે રૂપિયા 16 કરોડની જરૂર હતી. આજે વિવાને દુનિયાને અલવિદા કહી દીધી છે. વિવાનના પાર્થિવ દેહને આજે સોલા સિવિલ ખાતે પોસ્ટમોર્ટમ અર્થે લવાયો હતો. સ્પાઈન મસ્ક્યુલર એટ્રોફી નામની ગંભીર બિમારીથી વિવાન પીડાતો હતો. વિવાનને બચાવવા અભિયાન ચલાવાયું હતુ.
કોડીનારના આલિદર ગામનો રહેવાસી વિવાને આજે વિદાય લીધી છે
કોડીનારના આલિદર ગામનો રહેવાસી વિવાને આજે વિદાય લીધી છે. તેના ઈલાજ માટે 16 કરોડનું ફંડ ભેગુ થાય તે પહેલાં જ વિવાનએ દુનિયાને અલવિદા કહી દીધી છે. 4 મહિનાથી માસુમ બાળક વિવાન સ્પાઇન મસ્કયૂલર એટ્રોફી નામની ગંભીર બીમારીથી પીડાઈ રહ્યો હતો. વિવાનની મદદ માટે અત્યાર સુધીમાં લાખોનું ફંડ ભેગુ થયુ હતુ. મિશન વિવાનનો આજે દુઃખદ અંત આવ્યો છે.
આ પણ વાંચો- ધૈર્યરાજ એક જ નહીં, ગુજરાતમાં 19થી પણ વધારે બાળકો છે SMAથી પીડિત
અત્યાર સુધી એકઠું થયેલું ફંડ સેવાના કાર્યોમાં વપરાશે -વિવાનના પિતા
વિવાનના પિતા અશોક ભાઈ વાઢેરે આજે સોલા સિવિલ ખાતે પત્રકાર પરિષદનું આયોજન કરીને વિવાને દુનિયાને અલવિદા કરી હોવાની માહિતી આપી હતી. સાથે જ જણાવ્યું હતું કે, 3 મહિના અને 8 દિવસનો વિવાન બીમારી સામે હારી ગયો છે. બાળક વિવાન મિશનને મેસેજ આપું છું કે, હવે મદદ માટે ફંડ ન ઉઘરાવે સાથે અત્યાર સુધીમાં 2 કરોડ છસો વિસ લાખ ભેગા થયા હતા, તે હવે સેવાના કામ માટે વાપરીશું. હવે કોઈ વિવાન માટે ફંડ ભેગું ન કરતા તેવું નિવેદન આપી સૌ કોઈ વિવાનની મદદ કરનારાઓનો આભાર વ્યક્ત કર્યો હતો.