ETV Bharat / city

28મી ઓકટોબરે અમદાવાદની મુલાકાતે રાષ્ટ્રપતિ કોવિંદ, શહેરમાં 'નો ડ્રોન ફ્લાય ઝોન' જાહેર - રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ

દેશના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ(President Ramnath Kovind)28 ઑક્ટોબરના રોજ અમદાવાદ શહેરની મુલાકાતે(Visiting Ahmedabad city)આવી રહ્યા છે, ત્યારે સુરક્ષાને ધ્યાને રાખીને અમદાવાદ શહેર પોલીસ કમિશ્નર દ્વારા અમદાવાદ શહેરનાં તમામ વિસ્તારોમાં 'નો ડ્રોન ફ્લાય ઝોન'('No drone fly zone') જાહેર કરવામાં આવ્યા છે.

28મી ઓકટોબરે અમદાવાદની મુલાકાતે રાષ્ટ્રપતિ કોવિંદ, શહેરમાં 'નો ડ્રોન ફ્લાય ઝોન' જાહેર

author img

By

Published : Oct 27, 2021, 9:53 PM IST

  • 28 ઑક્ટોબરનાં રામનાથ કોવિંદ અમદાવાદની મુલાકાતે
  • અમદાવાદનાં વિસ્તારોમાં 'નો ડ્રોન ફ્લાય ઝોન' જાહેર
  • રાષ્ટ્રપતિની સુરક્ષા વ્યવસ્થાને ધ્યાને લઇને લેવાયો નિર્ણય

અમદાવાદ : રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ(President Ramnath Kovind) 28 ઑક્ટોબરનાં રોજ અમદાવાદ શહેરની મુલાકાતે(Visiting Ahmedabad city) પધારવાનાં છે, ત્યારે શહેરનાં તમામ વિસ્તારોને 'નો ડ્રોન ફ્લાય ઝોન'('No drone fly zone') જાહેર કરવામાં આવ્યા છે. આ હુકમ 28 ઑક્ટોબર 2021ના સવારે 10 વાગ્યાથી 2 વાગ્યા સુધી તેમજ 29 ઑક્ટોબરના સવારે 9 વાગ્યાથી 12 વાગ્યા સુધી અમલમાં રહેશે.

સુરક્ષા વ્યવસ્થાને ધ્યાને લઇને લેવાયો નિર્ણય

દેશ વિરોધી સંગઠનો અને આતંકવાદીઓ માનવરહિત રિમોટ સંચાલિત વિમાન જેવા સાધનો અને માનવ સંચાલિત નાની સાઇઝના ડ્રોનની મદદથી રાષ્ટ્રપતિ અને જાહેર જનતાની સુરક્ષાને નુકસાન ન પહોંચાડે તે માટે સાવચેતીના ભાગરુપે 'નો ડ્રોન ફ્લાય ઝોન'('No drone fly zone') નો નિર્ણય કરવામાં આવ્યો છે.

હોટ એર બલૂન તથા પેરા જમ્પિંગ કરવાની પણ મનાઈ

'નો ડ્રોન ફ્લાય ઝોન'માં રિમોટ કંટ્રોલથી ચલાવવામાં આવતા ડ્રોન, ક્વાડ કોપ્ટર, પાવર્ડ એરક્રાફ્ટ, તેમજ માનવ સંચાલિત માઇક્રો લાઇટ એરક્રાફ્ટ, હેંગ ગ્લાઇડર, પેરા ગ્લાઇડર, પેરા મોટર તેમજ હોટ એર બલૂન તથા પેરા જમ્પિંગ ચલાવવાની કે કરવાની મનાઈ ફરમાવવામાં આવી છે.

ભંગ કરનાર સામે થશે કાર્યવાહી

પોલીસ વિમાગ અને સુરક્ષાબળોને આ જાહેરનામામાંથી મુક્તિ આપવામાં આવી છે. જાહેરનામાં પ્રમાણે કહેવામાં આવ્યું છે કે, આ હુમકનો ભંગ કરનારા વ્યક્તિ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

આ પણ વાંચો : Guru Pushya Nakshatra : લગ્નસરા અને ઘર માટે દાગીના ખરીદવાનો ઉત્તમ દિવસ

આ પણ વાંચો : મગફળીનાં પાક મુદ્દે રાજકોટનાં ખેડૂતો સાથે ETV Bharat ની ખાસ વાતચીત...

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.