અમદાવાદ ભાજપમાંથી કોંગ્રેસમાં અને કોંગ્રેસમાંથી ભાજપમાં પક્ષપલટો કરનાર સોમા ગાંડાની ઘરવાપસીની તૈયારીમાં હોવાના સંકેત મળી રહ્યા છે. વિશ્વસનીય સુત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે આજે વહેલી સવારથી સર્કિટ હાઉસ ખાતે અશોક ગેહલોતની મળવા પહોંચ્યા હતા. જ્યાં તેઓએ કોંગ્રેસ મહાસચિવ KC વેણુગોપાલ અને (Congress elections Preparation) અશોક ગહેલોત સાથે ઔપચારિક મુલાકાત કરી હતી, ત્યારબાદ રઘુ શર્મા દ્વારા સોમા પટેલને સૌરાષ્ટ્રના સહ પ્રભારી રામકિશન સાથે બેઠક કરવા આદેશ આપવામાં આવ્યા હતા. બંધ બારણે અંદાજે કલાકો સુધી બેઠકમાં સોમા ગાંડા માટે કોંગ્રેસમાં લીલા તોરણ બાંધવા અને કેવી રીતે અંગે ઊંડાણપૂર્વક ચર્ચા કરવામાં આવી છે.
સોમા ગાંડા શું આપ્યું નિવેદન અમદાવાદ સર્કિટ હાઉસ ખાતે બેઠક બાદ સોમા ગાંડા પોતાના રૂમ માંથી બહાર આવ્યા ત્યારબાદ મીડિયાએ તેમને રોક્યા અને સવાલોનો મારો ચલાવ્યો હતો. જોકે વિધાનસભા ચૂંટણી લડવાનું નિવેદન પણ તેઓએ (Congress Election 2022) આપ્યું છે અને જણાવ્યું કે વિધાનસભા ચૂંટણી લડવાની છે. પરંતુ ક્યાં પક્ષમાંથી (Assembly Election 2022) તે હજુ નક્કી નથી. સોમા ગાડા ધારાસભ્ય અને સાંસદ રહી ચૂક્યા છે. સોમા ગાડાએ 2020માં કોંગ્રેસમાંથી Preparation for Congress elections રાજીનામું આપ્યું હતું.
આ પણ વાંચો સુરત જિલ્લામાં બિસ્માર રસ્તાને લઈને કોંગ્રેસી ધારાસભ્ય અને કાર્યકરો દ્વારા અનોખો વિરોધ
સોમા ગાંડાની સફર 1989માં પહેલીવાર સોમા ગાંડા ભાજપમાંથી સુરેન્દ્રનગરના (Soma Ganda career) સાંસદ તરીકે ચૂંટાયા હતા. 1991માં પણ ફરી ચૂંટણી આવતા સુરેન્દ્રનગર લોકસભાના સાંસદ બન્યા હતા. ત્યારબાદ 2004માં ફરી ભાજપે સોમા ગાંડાને મેદાને ઉતાર્યા અને જીત્યા, 2009માં તેમની સામે અસંતોષ વધતા ભાજપે લોકસભાની ટિકિટ ન આપી હતી. જે બાદ તેઓ 2009માં કોંગ્રેસમાં જોડાઈ સુરેન્દ્રનગર લોકસભાની ટિકિટ આપી અને કોંગ્રેસમાંથી 5 હજારની લીડે જીત્યા હતા.
સોમા ગાંડા ધારાસભ્ય પણ બની ગયા સાંસદ હોવા છતાં કોંગ્રેસે 2012માં લીંબડી વિધાનસભામાં સોમા ગાંડાને ઉતાર્યા હતા. ત્યારે તેઓએ 2012માં કિરિટસિંહ રાણાને હરાવીને સોમા ગાંડા ધારાસભ્ય પણ બની ગયા હતા. સાંસદ પદ જાળવી રાખવા માટે ધારાસભ્યમાંથી કોંગ્રેસે સોમા ગાંડાને રાજીનામું અપાવ્યું હતું. બાદમાં લીંબડી વિધાનસભાની પેટા (MLA Soma Ganda) ચૂંટણી આવી તો સોમા ગાંડાએ દીકરાને ટિકિટ અપાવી પણ પેટાચૂંટણીમાં કિરિટસિંહ રાણા સામે સોમા ગાંડાનો દીકરો હારી ગયો હતો. 2014માં ચૂંટણી આવી તો કોંગ્રેસે ફરી સોમા ગાંડાને મેદાને ઉતાર્યા હતા. 2014માં દેવજી ફતેપરા સામે મોટા માર્જિનથી સોમા ગાંડાની હાર થઈ હતી.
આ પણ વાંચો કોંગ્રેસની સરકાર આવશે તો નિવૃત સેનાના જવાનોની તમામ માંગણીનો સ્વીકારવામાં આવશે
કેટલી વાર મળી હાર 2017માં વિધાનસભાની ચૂંટણી આવી તો સોમા ગાંડા ફરી મેદાનમાં આવી ગયા હતા, ત્યારે કિરિટસિંહ રાણાને હરાવીને સોમા ગાંડા લીંબડીના ધારાસભ્ય બની ગયા હતા. 2019ની લોકસભા ચૂંટણી આવી તો સોમા ગાંડા સિવાય કોંગ્રેસને કોઈ વિકલ્પ મળ્યો નહીને 2019ની ચૂંટણીમાં પણ કોંગ્રેસે ફરી ટિકિટ આપી પણ સોમા ગાંડા હારી ગયા હતા. મહેન્દ્ર મુંજપરા સામે સુરેન્દ્રનગરથી 2.77 લાખની લીડે સોમા ગાંડા હાર્યા હતા. જ્યાં તેઓએ કોંગ્રેસ છોડી ભાજપનો ખેસ ધારણ કર્યો હતો. Congress elections Preparation, Gujarat Assembly Election 2022, MLA Soma Ganda, Congress Election 2022, Soma Ganda career, congress party leader