- તૌકતે વાવાઝોડાની સંભાવના વચ્ચે દરિયાકાંઠાના એરપોર્ટ સતર્ક
- હવાઈમથકોએ તકેદારીના પગલા લીધા
- હાલ હવાઈમથક સામાન્ય રીતે કામ કરી રહ્યા છે
અમદાવાદ: ભારે વરસાદને કારણે લક્ષદ્વીપમાં અગાત્તી હવાઇમથકે પૂર્વનિર્ધારિત ફ્લાઇટ્સનું પરિચાલન 16 મે 2021 (સવારે 10 વાગ્યા) સુધી સ્થગિત કરવામાં આવ્યું છે. જ્યારે, વિસ્તારમાંથી વાવાઝોડું પસાર થઇ જાય તે પછી હવાઇમથક ફરી કાર્યાન્વિત થશે. એરપોર્ટ ઓથોરિટી ઑફ ઇન્ડિયા (AAI) નું વરિષ્ઠ મેનેજમેન્ટ સતત અન્ય હવાઇમથકો પર સ્થિતિની દેખરેખ રાખી રહ્યું છે અને અત્યાર સુધીમાં કોઇ જ વિપરિત સ્થિતિ હોવાનું નોંધાયું નથી. આથી, તમામ હવાઇમથકો સામાન્ય રીતે કામ કરી રહ્યાં છે.
આ પણ વાંચો: તૌકતે વાવાઝોડાને પહોચી વળવા મોરબી જિલ્લા પ્રસાસન સજ્જ
હવાઈમથકોને SOP અનુસાર આયોજન ઘડવાની સલાહ
સલામતીને ધ્યાનમાં રાખીને તેમજ હવાઇમથકની માળખાકીય સુવિધાઓને ઓછામાં ઓછું નુકસાન થાય તે માટે, હવાઇમથકોને SOP અને માર્ગદર્શિકાઓ અનુસાર આયોજન ઘડવાની સલાહ આપવામાં આવી છે. હવાઇમથકની માળખાકીય સુવિધાઓને સલામત રાખવા માટે તમામ સંબંધિત હવાઇમથકો દ્વારા પ્રિ-સાઇક્લોન અને પોસ્ટ-સાઇક્લોન માટેની ચકાસણી યાદી અનુસાર તકેદારીના પગલાં સુનિશ્ચિત કરવામાં આવી રહ્યાં છે.
આ પણ વાંચો: વલસાડના તિથલ દરિયા કિનારે વાતાવરણમાં પલટો, ઝડપી પવન ફૂંકાવવાનું શરૂ
18 મેના રોજ ગુજરાતના દરિયાકાંઠે વાવાઝોડુ ટકરાશે
IMD દ્વારા દક્ષિણ ગુજરાત અને દીવના દરિયાકાંઠાના વિસ્તારો (લક્ષદ્વીપ ક્ષેત્ર પરથી ડિપ્રેશન) માટે પ્રિ-સાઇક્લોન દેખરેખ સંબંધિત હવામાનની આગાહી બહાર પાડવામાં આવી છે. હવામાનની આગાહી અનુસાર, આગામી 24 કલાકમાં ચક્રવાતી વાવાઝોડું ખૂબ તીવ્ર થવાની પ્રબળ સંભાવના છે અને હજું પણ વધારે ઝડપી ગતિએ ફૂંકાશે. વાવાઝોડું ઉત્તર-ઉત્તર-પશ્ચિમી દિશામાં આગળ વધવાની અને 18 મેના રોજ સવારે ગુજરાતના દરિયાકાંઠા નજીક પહોંચવાની પ્રબળ સંભાવના છે. આથી, લક્ષદ્વીપના ટાપુઓ, કેરળ, તમિલનાડુ (ઘાટ જિલ્લાઓ) અને કર્ણાટક (દરિયાકાંઠા અને ઘાટ જિલ્લાઓની આસપાસના વિસ્તારો)ને ચેતવણી આપવામાં આવી છે.