- પહેલા ડોઝ લીધેલો હશે તેને માન્ય ગણાશે
- વેક્સિનનું સર્ટિફિકેટ સાથે રાખવું પડશે
- એએમટીએસ, બીઆરટીએસ, કાંકરિયા, લાઈબ્રેરી, જીમ, કલબમાં રસી લીધી હશે તેને જ પ્રવેશ મળશે
અમદાવાદ: 20 સપ્ટેમ્બરથી મનપા સંચાલિત એએમટીએસ અને બીઆરટીએસ બસ, કાંકરિયા લેક ફ્રન્ટ, કાંકરિયા ઝૂ, રિવરફ્રન્ટ, લાઈબ્રેરી, જીમખાના, સ્વિમિંગ પૂલ, સિવિક સેન્ટર્સ અને સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષમાં વેક્સિન ન લેનારાઓને પ્રવેશ આપવામાં આવશે નહી. પ્રવેશ પહેલા દરેક વ્યક્તિ કે જેની ઉંમર 18 વર્ષથી વધુ હોય તેમની પાસેથી વેક્સિન લીધા હોવાનું સર્ટિફિકેટ બતાવવાનું કહેવામાં આવશે.
મનપા કમિશનર મુકેશ કુમારે ટ્વિટ કરીને જાણકારી આપી હતી
આજથી જ શહેરમાં વેક્સિનનું મહાઅભિયાન શરૂ કરવામાં આવ્યું
આ મુદ્દે વધુ વિગતો આપતા મનપાના મેડિકલ હેલ્થ ઓફિસર ભાવિન સોલંકીએ જણાવ્યું હતું કે, આજથી જ શહેરમાં વેક્સિનનું મહાઅભિયાન શરૂ કરવામાં આવ્યું છે. જે પૈકી મનપા સંચાલિત હોસ્પિટલ, અર્બન હેલ્થ સેન્ટર, મનપા સંચાલિત શાળાઓ જેવા તમામ સ્થળોએ વેક્સિન કેમ્પ શરૂ કરવામાં આવ્યા છે. 20 સપ્ટેમ્બરથી જે વ્યકિત 18 વર્ષથી વધુ હોય તેમજ જેણે વેક્સિનનો પહેલો ડોઝ ન લીધો હોય અથવા તો બીજા ડોઝની પાત્રતા ધરાવતી હોવા છતાં ન લીધો હોય તેમને પ્રવેશ આપવામાં નહીં આવે.