ETV Bharat / city

નિર્દોષ છૂટેલા આરોપીઓ વિરુદ્ધ સરકાર હાઇકોર્ટમાં અરજી કરશે: આશિષ ભાટિયા DGP - Ahmedabad Serial Blast 2008

અમદાવાદમાં વર્ષ 2008માં થયેલા સિરિયલ બ્લાસ્ટ (Ahmedabad Serial Blast 2008) કેસ મામલે અમદાવાદના તત્કાલીન પોલીસ કમિશનર અને હાલના પોલીસ વડા DGP આશિષ ભાટિયાએ પત્રકાર પરિષદ કરતા બોમ્બ બ્લાસ્ટ વિષે માહિતી આપતા જણાવ્યું હતું કે,જજમેન્ટની કોપીનો અભ્યાસ કરીને રાજ્ય સરકાર આવનારા દિવસોમાં નિર્દોષ છુટેલા તમામ આરોપીઓ વિરુદ્ધ હાઈકોર્ટમાં અરજી દાખલ કરશે.

નિર્દોષ છૂટેલા આરોપીઓ વિરુદ્ધ સરકાર હાઇકોર્ટમાં અરજી કરશે: આશિષ ભાટિયા DGP

author img

By

Published : Feb 8, 2022, 11:03 PM IST

અમદાવાદ: અમદાવાદમાં વર્ષ 2008માં થયેલા સિરિયલ બ્લાસ્ટ (Ahmedabad Serial Blast 2008) કેસ મામલે અમદાવાદના તત્કાલીન પોલીસ કમિશનર અને હાલના પોલીસ વડા DGP આશિષ ભાટિયાએ પત્રકાર પરિષદ કરતા બોમ્બ બ્લાસ્ટ વિષે વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે, વર્ષ 2008માં અમદાવાદમાં થયેલા સિરિયલ બોમ્બ બ્લાસ્ટનું કનેક્શન અને આયોજન કેરાલાના વાઘવન (Verdict of 2008 Ahmedabad Serial Bomb Blast Case ) જંગલ વિસ્તારમાં કરવામાં આવ્યું હતું.

નિર્દોષ છૂટેલા આરોપીઓ વિરુદ્ધ સરકાર હાઇકોર્ટમાં અરજી કરશે: આશિષ ભાટિયા DGP

આરોપીઓ વિરુદ્ધ હાઈકોર્ટમાં અરજી દાખલ કરશે

કેરાલામાં જ બોમ્બ બ્લાસ્ટના મુખ્ય આરોપીઓને કેમ્પ યોજીને ટ્રેનિંગ પણ અપાઈ હતી. નામદાર કોર્ટ દ્વારા 28 જેટલા આરોપીઓને નિર્દોષ મુકત કરવામાં આવ્યા છે. જજમેન્ટની કોપીનો અભ્યાસ કરીને રાજ્ય સરકાર આવનારા દિવસોમાં નિર્દોષ છુટેલા તમામ આરોપીઓ વિરુદ્ધ હાઈકોર્ટમાં અરજી દાખલ કરશે.

18 દિવસમાં 21 આરોપીઓની કરાઈ હતી ધરપકડ

રાજ્યના પોલીસ વડા આશિષ ભાટિયાએ વધુમાં જણાવ્યું હતું કે, જે દિવસે અમદાવાદમાં સિરિયલ બ્લાસ્ટ થયા ત્યારથી 18 દિવસમાં કુલ 21 જેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી, જ્યારે આ ટીમમાં અભય ચુડાસમાને નેતૃત્વ હેઠળ ઉષા રાડા, સિંઘલ મયુર ચાવડા જેવા બાહોશ અધિકારીઓ રાત-દિવસની મહેનત કરીને તમામ આરોપીઓની ગણતરીના દિવસોમાં જ ધરપકડ કરી હતી.

વટવામાં રચાયું હતું કાવતરું

અમદાવાદના વટવા વિસ્તારમાં સમગ્ર કાવતરું રચવામાં આવ્યું હતું, જ્યારે સિરિયલ બ્લાસ્ટ કરવાના હતા તેના એક દિવસ પહેલાં જ વટવા વિસ્તારમાં જે મકાન ભાડે રાખ્યું હતું, તે મકાન તેઓ છોડીને તમામ લોકો ચાલ્યા ગયા હતા અને ત્યાર બાદ અમદાવાદના અલગ-અલગ વિસ્તારો જેમાં સૌથી વધુ મહત્વ પૂર્વ વિસ્તારમાં બોમ્બ બ્લાસ્ટ કરવામાં આવ્યા હતા. મહત્વની વાત કરવામાં આવે તો ૨૫ જુલાઈના દિવસે આ મકાન ખાલી કરવામાં આવ્યું હતું અને અમદાવાદના અલગ અલગ વિસ્તારમાંથી ચોરી કરાયેલા સાઇકલનો ઉપયોગ બોમ્બ બ્લાસ્ટ માટે કરવામાં આવ્યો હતો.

સુરતમાં પણ અનેક જગ્યાઓ પર બોમ્બ બ્લાસ્ટ કરવામાં આવ્યા

સિવિલ હોસ્પિટલ અને એલજી હોસ્પિટલમાં જે કારમાં વિસ્ફોટ થયો હતો, તે મુંબઈથી ચોરાયેલી ગાડીઓનો ઉપયોગ કરવામાં આવ્યો છે. અમદાવાદમાં થયેલા સિરિયલ બ્લાસ્ટ બાબતે મધ્યપ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર, કર્ણાટક અને કેરળ પોલીસ દ્વારા પણ મદદ કરવામાં આવી હતી, આ ઉપરાંત સુરતમાં પણ અનેક જગ્યાઓ પર બોમ્બ બ્લાસ્ટ કરવામાં આવ્યા હતા, પરંતુ બોમ્બની બનાવટમાં ખામી રહી જતા બોમ્બ બ્લાસ્ટ થયા ન હતા.

સરકાર હાઇકોર્ટમાં કરશે અપીલ

28 જેટલા આરોપીઓને નામદાર કોર્ટ દ્વારા શંકાના સ્થાને અને પૂરતા પૂરાવા ન હોવાના કારણે તેઓને મુક્ત કરવામાં આવ્યા છે અને તેઓને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે. રાજ્યના પોલીસ વડા આશિષ ભાટિયા વધુમાં જણાવ્યું હતું કે, જે 28 આરોપીઓને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે, તેમાં હવે નામદાર કોર્ટ દ્વારા જે પણ જજમેન્ટ આવશે તે જ જજમેન્ટનો અભ્યાસ કર્યા બાદ હાઇકોર્ટમાં આ બાબતે પીટીશન કરવામાં આવશે અને આ તમામ લોકોને વધુમાં વધુ સજા થાય તે બાબતની રાજ્ય સરકાર પ્રયાસ કરશે.

ફાંસીની સજા થાય તેવી કમલો

નામદાર કોર્ટ દ્વારા 9 ફેબ્રુઆરીના રોજ તમામ દોષિત આરોપીઓને સજા સંભળાવવામાં આવશે ત્યારે સજા બાબતે જો વાત કરવામાં આવે તો રાજ્યના પોલીસ વડા આશિષ ભાટિયાએ જણાવ્યું હતું કે, જે પ્રકારનો ગુનો છે તે બાબતે રાજ્ય પોલીસ દ્વારા ગંભીર પ્રકારની કલમો લગાડવામાં આવી છે, અને તે ગંભીર પ્રકારની કલમમાં ફાંસીની સજા અને આજીવન કેદની સજાની જોગવાઈઓ છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.