ETV Bharat / city

અમદાવાદઃ વસ્ત્રાપુર પોલીસે નકલી માર્કશીટ મુદ્દે બે આરોપીની કરી ધરપકડ, એક ફરાર - Gujarat University

અમદાવાદના વસ્ત્રાપુરના બોડકદેવ ખાતે રામઝરૂખા એપાર્ટમેન્ટમાં ચાલતાં નકલી માર્કશીટ બનાવવાના રેકેટનો પોલીસે પર્દાફાશ કર્યો હતો. વસ્ત્રાપુર પીઆઈ સહિતની ટીમે ડેકોય ગોઠવી બનાવટી ગ્રાહકને માર્કશીટ લેવા મોકલતાં આરોપીઓ પોલીસની જાળમાં ફસાઈ ગયા હતા. ગુજરાત યુનિવર્સિટીની ગ્રેજ્યુએશનની માર્કશીટ આરોપીઓ રૂપિયા 10 લાખ અને મદ્રાસ યુનિવર્સિટીની મિકે.એન્જીની માર્કશીટ આરોપીઓ રૂપિયા 3 લાખમાં વેચતા હતા.

Vastrapur police
વસ્ત્રાપુર પોલીસે નકલી માર્કશીટ મુદ્દે બે આરોપીની કરી ધરપકડ
author img

By

Published : Sep 3, 2020, 2:23 AM IST

અમદાવાદઃ શહેરમાં વસ્ત્રાપુરના બોડકદેવ ખાતે રામઝરૂખા એપાર્ટમેન્ટમાં ચાલતાં નકલી માર્કશીટ બનાવવાના રેકેટનો પોલીસે પર્દાફાશ કર્યો હતો. આરોપીઓ વિદેશ જવા માટે જરૂરી માર્કશીટ ઉપરાંત માઈગ્રેશન, ટ્રાન્સક્રિપટ અને વિઝનલ સર્ટિફીકેટ પણ તૈયાર કરીને આપતા હતા. પોલીસે બે આરોપીને ઝડપી લીધા છે. જ્યારે મુખ્ય સૂત્રધાર ચિંતન પટેલ ફરાર છે. આરોપીઓએ આવી અત્યાર સુધીમાં કેટલી માર્કશીટ બનાવી અને કેટલા લોકોને વેચી તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે.

Vastrapur police arrested
વસ્ત્રાપુર પોલીસે નકલી માર્કશીટ મુદ્દે બે આરોપીની કરી ધરપકડ

વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ ગોવિંદ નરશીભાઈને બાતમી મળી હતી કે, બોડકદેવના રામઝરૂખા એપાર્ટમેન્ટમાં રેહતો પ્રજેશ જાની અને ચિંતન પટેલ જુદી જુદી યુનીવર્સીટીની ડુપ્લિકેટ માર્કશીટ બનાવી વેચાણ કરે છે. બાતમીના પગલે પોલીસે નકલી માર્કશીટનું રેકેટ ઝડપી લેવા ડેકોય ગોઠવવાનું આયોજન કર્યું હતું.

પીઆઈ જાડેજાએ મહિલા કોન્સ્ટેબલ રેણુકા મુલજીભાઈને આરોપી પાસે ગ્રાહકના સ્વાંગમાં માર્કશીટ ખરીદવા તૈયાર કરી હતી. જે મુજબ રેણુકાએ આરોપીનો મોબાઈલથી સંપર્ક કરી વિદેશ જવા ગુજરાત યુનિવર્સિટીની ગ્રેજ્યુએશનની માર્કશીટ બનાવી આપવા કહ્યું હતું. ફોન પર આરોપી ચિંતને રેણુકાને જણાવ્યું કે, ગુજરાત યુનિની ત્રણ વર્ષની ગ્રેજ્યુએશનની માર્કશીટના રૂપિયા 10 લાખ થશે, પણ તમારે વિદેશ જવા માટે જરૂર હોય તો હું તમને રૂપિયા 3 લાખમાં મદ્રાસ યુનિ.ની મિકેનિકલ એન્જીયરિંગ ડિપ્લોમાની સેમેસ્ટરની માર્કશીટ ઉપરાંત માઈગ્રેશન, ટ્રાન્સક્રિપટ અને વિઝનલ સર્ટિફીકેટ પણ બનાવી આપીશ. જેથી રેણુકાએ ફોન પર હા પાડતા આરોપીએ જણાવ્યું કે, તમને પ્રજેશ જાની મેસેજ કરશે અને જે માહિતી માગે તે મોકલી આપશો. તમને 15થી 20 દિવસમાં માર્કશીટ મળી જશે. ગત તા.30મી જુલાઈના રોજ પ્રજેશએ બપોરે મેસેજ કરી રેણુકા પાસે નામ, માતા-પિતાનું નામ, જન્મ તારીખ અને અત્યાર સુધીના અભ્યાસની વિગત માંગી હતી.

રેણુકાએ તમાસમાં વિગત મોકલી આપતા પ્રજેશે જણાવ્યું કે, થોડા દિવસમાં માર્કશીટ આવી જશે તમે પૈસા તૈયાર રાખજો. 32 દિવસ બાદ પ્રજેશએ 1લી સપ્ટેમ્બરના રોજ ફોન કરી રેણુકાને માર્કશીટ તૈયાર થઈ ગયાનો મેસેજ આપી રૂપિયા 3 લાખ આપી રામઝરૂખા એપાર્ટમેન્ટ નીચે આવી જવા જણાવ્યું હતું. રેણુકાએ પૈસાની વ્યવસ્થા માટે એક દિવસનો સમય માંગ્યો હતો. મહિલા કોન્સ્ટેબલ રેણુકા અન્ય સાથી પોલીસ કર્મચારીઓ સાથે માર્કશીટ લેવા પહોંચી હતી. જ્યા આરોપીઓને ડુપ્લિકેટ માર્કશીટ સાથે રંગે હાથ ઝડ્પયા હતા.

પોલીસે સ્થળ પરથી આરોપી પ્રજેશ હિમાંશુ જાની અને કલ્પેશ મનુપ્રસાદ પાઠકની ધરપકડ કરી હતી. આરોપીઓ પાસેથી ડુપ્લિકેટ માર્કશીટ અને સર્ટિફિકેટનો જથ્થો મળી આવ્યો હતો. જ્યારે પોલીસે ચિંતન પટેલની શોધખોળ હાથ ધરી હતી. વસ્ત્રાપુર પીઆઈ વાય.બી.જાડેજા સહિતનો સ્ટાફ છેલ્લા 35 દિવસથી આ રેકેટના સૂત્રધારોને ઝડપી લેવા મથામણ કરતો હતો. આરોપીઓ વિરૂધ્ધ આઈપીસીની કલમ 465, 467, 468, 471, 475 અને 34 મિજબ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરાઈ છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.