- બાળકો પણ કોરોના પોઝિટિવ આવી રહ્યાં છે
- જેમને વેકસીનના બંને ડોઝ લીધા છે તેમને જોખમ ઓછું
- બાળકોને પણ મળશે વેકસીન
અમદાવાદ: ગુજરાતમાં બાળકોમાં પણ કોરોનાના કેસ પોઝિટિવ આવતા આ મુદ્દે મીડિયાએ આરોગ્યપ્રધાન નીતિન પટેલને સવાલ કરતા તેમણે જણાવ્યું હતું કે બાળકોમાં કોરોના પોઝિટિવના કેસો પહેલાથી જ જોવા મળી રહ્યાં છે. પણ એની સામે આપણે પણ અગમચેતી પગલાંના ભાગ રૂપે વ્યવસ્થા કરી છે. પૂરતા બેડની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.
બાળકોને પણ વેકસીન આપી શકાશે
જો કે આપણી માટે આંનદની વાત એ છે કે કેડીલાને વેકસીન આપવા માટે ભારત સરકારે ઇમર્જન્સી મંજૂરી આપી છે. બાળકોને પણ વેકસીન આપી શકાશે. જો કે આગામી સમયમાં જો ભારત સરકાર બધા બાળકોને વેકસીન આપવા માટેની મંજૂરી આપશે તો આપણે તમામનું વેકસીનેશન કરીશું. વધુમાં તેમણે જણાવ્યું હતું કે જે લોકોએ વેકસીનના બંને ડોઝ લીધા છે તેમને આ બીમારી જો લાગશે તો તાત્કાલિક તેમાંથી રિકવરી પણ આવી શકશે.
આ પણ વાંચોઃ EXCLUSIVE : ઝાયકો-ડી વેક્સિનના રિસર્ચ અંગે ETV Bharat નો ખાસ અહેવાલ...
આ પણ વાંચોઃ કોરોનાની ક્રૂરતા, માત્ર 5 માસના બાળકને ભરખી ગયો