પરાગ દવે તરફે રજુ કરાયેલા સોંગદનામાં દલીલ કરવામાં આવી છે કે, વીએસ હોસ્પિટલ અને ચિનાઈ હોસ્પિટલ ભુતિયા નથી થઈ ગઈ. અરજદાર દ્વારા જે ઠારવને આક્ષેપ બનાવીને બંને હોસ્પિટલને તોડી પાડવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે, તે મીટીંગની માહિતી તેમને પણ મોકલવામાં આવી હતી. 17મી ડિસેમ્બર 2018ની બોર્ડ ઓફ મીટિંગમાં અરજદાર હાજર રહ્યાં ન હતા. બંને હોસ્પિટલમાં ઓક્ટોબરમાં 169, નવેમ્બરમાં 151 અને 15મી ડિસેમ્બર સુધી 69 મેજર ઓપરેશન કરાયા છે. અરજદારે ડ્રાફ્ટ એમેન્ડમેન્ટ વડે હાઈકોર્ટમાં પડકારેલા ઠરાવને ચેરિટી કમિશ્નર સમક્ષ પડકાર્યું નથી. અગાઉ હાઈકોર્ટે વીએસ હોસ્પિટલને તોડવા મુદ્દે અગામી આદેશ સુધીનો વચ્ચગાળાનો સ્ટે આપ્યો હતો. બંને હોસ્પિટલમાં હાલ સાયકેટ્રીક, સ્કિન, ઈ એન્ડ ટી, પિડિયાટ્રીક અને ડેન્ટલ વિભાગ કાર્યરત હોવાનો સોંગદનામામાં દાવો કરવામાં આવ્યો હતો. દર્દીઓ સારવાર લેતા હોય તેવા ફોટાનું પણ સોંગદનામામાં જોડાણ કરવામાં આવ્યા હતા.
રાજ્ય સરકારે રજૂ કરેલા સોગંદનામાં રજૂઆત કરવામાં આવી હતી. જેમાં વીએસ હોસ્પિટલની આસપાસ આવેલી ઈમારતોને તોડવા અંગેની જાણકારી ન હોવાની દલીલ કરી હતી. અગામી મુદતમાં નક્શા સાથે સોગંદનામું રજુ કરવાની તૈયારી બતાવી હતી. અગાઉની સુનાવણીમાં હાઈકોર્ટે વીએસ હોસ્પિટલના ડોક્ટર્સ ચેમ્બર સિવાય કોઈપણ બાંધકામ તોડવા મુદ્દે વચ્ચગાળાનો સ્ટે આપ્યો હતો.
અરજદાર દ્વારા રજુઆત કરવામાં આવી હતી કે, કોર્પોરેશન, સરકાર મેડિકલ એજ્યુકેશન નામનું નવું ટ્રસ્ટ રચી વીએસ હોસ્પિટલને બંધ કરાવવા માગે છે. પહેલા ડોક્ટરોની નવા હોસ્પિટમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા પછી તમામને નવી હોસ્પિટલમાં લઈ જવાયા છે, જેથી 90 વર્ષ જુની 1155 પથારી વાળી હોસ્પિટલને ખંડેર બનાવી દીધી છે. જુની હોસ્પિટલમાં ડોક્ટરો અને નર્સો માત્ર કાગળ પર હોય તેમ દેખાઈ રહ્યું છે. દર્દીઓના નવા હોસ્પિટલમાં જવા ભલામણ કરવામાં આવે છે.
આ કેસના અરજદારો તરફે વકીલ આનંદ યાજ્ઞિકે કોર્ટનું ધ્યાન દોર્યું હતું કે, આ કેસ હાઈકોર્ટ સમક્ષ પેન્ડિંગ છે, તેની જાણ હોવા છતાં તંત્ર ટૂંક સમયમાં જુની હોસ્પિટલ તોડી શકે છે. કોઈપણ સાધન, તબીબ કે અન્ય વ્યવસ્થા સિવાય 120 બેડની હોસ્પિટલ કઈ રીતે ચાલશે તેની સપષ્ટતા ઠરાવમાં કરવામાં આવી નથી. અરજદાર દાતા ટ્રસ્ટીઓએ ચેરિટી સમક્ષ અરજી દાખલ કરી ટ્રસ્ટનું વ્યવસ્થાપન યોગ્ય રીતે થાય તેવો આદેશ કરવા માગ કરી હતી. જો કે, ચેરિટી કમિશ્નરે કાયદાની સ્થાપિત જોગવાઈઓ અને હાઈકોર્ટના ચુકાદા અન્વયે પોતાની સતાનો ઉપયોગ કરવાને બદલે એક અસપષ્ટ આદેશ કર્યો હતો. ચેરિટી કમિશ્નરના આદેશને હાઈકોર્ટમાં પડકારાયો હતો.
રાજ્ય સરકારે રજુ કરેલા સોંગદનામાં રજુઆત કરવામાં આવી હતી જેમાં વીએસ હોસ્પિટલની આસપાસ આવેલી ઈમારતોને તોડવા અંગેની જાણકારી ન હોવાની દલીલ કરી હતી. અગામી મુદતમાં નક્શા સાથે સોંગદનામું રજુ કરવાની તૈયારી બતાવી હતી. અગાઉની સુનાવણીમાં હાઈકોર્ટે વીએસ હોસ્પિટલના ડોક્ટર્સ ચેમ્બર સિવાય કોઈપણ બાંધકામ તોડવા મુદે વચ્ચગાળાનો સ્ટે આપ્યો હતો.
અરજદાર દ્વારા રજુઆત કરવામાં આવી હતી કે કોર્પોરેશન, સરકાર મેડિકલ એજ્યુકેશન નામનો નવો ટ્રસ્ટ રચી વીએસ હોસ્પિટલને બંધ કરાવવા માંગે છે. પહેલા ડોક્ટરોની નવા હોસ્પિટમાં ટ્રાન્સર કરવામાં આવ્યા અને પછી તમામને નવી હોસ્પિટલમાં લઈ જવાયા જેથી 90 વર્ષ જુની 1155 પથારી વાળી હોસ્પિટલને ખંડેર બનાવી દીધી છે. જુની હોસ્પિટલમાં ડોક્ટરો અને નર્સો માત્ર કાગળ પર હોય તેમ દેખાઈ રહ્યો છે અને દર્દીઓના નવા હોસ્પિટલમાં જવા ભલામણ કરવામાં આવે છે. Conclusion:આ કેસના અરજદારો તરફે વકીલ આનંદ યાજ્ઞિકે કોર્ટનું ધ્યાન દોર્યું હતું કે આ કેસ હાઈકોર્ટ સમક્ષ પેન્ડિંગ છે તેની જાણ હોવા છતાં તંત્ર દ્વારા ટૂંક સમયમાં જુની હોસ્પિટલ તોડી શકે છે. કોઈપણ સાધન, તબીબ કે અન્ય વ્યવસ્થા સિવાય 120 બેડની હોસ્પિટલ કઈ રીતે ચાલશે તેની સપષ્ટતા ઠરાવમાં કરાઈ નથી. અરજદાર દાતા ટ્રસ્ટીઓએ ચેરિટી સમક્ષ અરજી દાખલ કરી ટ્રસ્ટનું વ્યવસ્થાપન યોગ્ય રીતે થાય તેવો આદેશ કરવા માંગ કરી હતી. જો કે ચેરિટી કમિશ્નરે કાયદાની સ્થાપિત જોગવાઈઓ અને હાઈકોર્ટના ચુકાદા અન્વયે પોતાની સતાનો ઉપયોગ કરવાને બદલે એક અસપષ્ટ આદેશ કર્યો હતો. ચેરિટી કમિશ્નરના આદેશને હાઈકોર્ટમાં પડકારાયો હતો