અમદાવાદ: મકરસંક્રાતિના દિવસથી ધનારક(ધર્નુમાસ) પૂર્ણ થાય છે. એટલે કે, તે પછીના દિવસોમાં શુભ કાર્ય કરી શકાય છે. અલગ અલગ સંસ્કૃતિના લોકો આ દિવસની ઉજવણી અલગ રીતે કરતાં હોય છે. હિન્દુ સંસ્કૃતિમાં મકરસંક્રાતિના દિવસે દાન પુણ્ય કર્મ કરવાનો મહિમા છે. ગાયને ઘાસચારો ખવડાવવો, અન્ન દાન, વસ્ત્રનુ દાન અને ધનદાન પણ કરાય છે. માછલીઓને ભોજન ખવડાવાય છે, તેમજ આ દિવસે ખીચડો ખાવનું પણ મહત્વ છે, જે પચવામાં ખૂબ હલકો છે, જેથી ઉત્તરાયણના દિવસે ખીચડો ખવાય છે. ગુજરાતમાં આ દિવસે ઊંધીયું અને જલેબી ખવાય છે. અંતમાં મકરસંક્રાતિનો દિવસ દાન પુણ્યનો દિવસ છે, જેથી તમે તમારી રાશિ પ્રમાણે દાન કરશો તો તેનું વિશેષ ફળ મળશે.
સૂર્ય ધન રાશિમાંથી મકર રાશિમાં પ્રવેશે ત્યારે મકરસંક્રાતિ થઈ કહેવાય
સૂર્ય ધન રાશિમાંથી મકર રાશિમાં પ્રવેશે ત્યારે મકરસંક્રાતિ થઈ કહેવાય. દર વર્ષે મકરસંક્રાતિ 14 જાન્યુઆરીએ આવે છે. સૂર્ય પૃથ્વીની આજુબાજુની પોતાની પરિભમ્રણ દિશામાં પણ પરિવર્તન કરતો ઉત્તર દિશા તરફ ખસે છે, આથી આ દિવસને ઉત્તરાયણ કહે છે. સામાન્ય રીતે ઉત્તરાયણનો પ્રારંભ 21થી 22 ડિસેમ્બરથી શરૂ થાય છે, પણ મકરસંક્રાતિ અને ઉત્તરાયણ એક જ દિવસ આવે છે. આ દિવસ ખૂબ જ શુભ અને પવિત્ર મનાય છે. ઉત્તરાયણ પર્વમાં દાનનું ખૂબ જ મોટું મહત્વ છે. તાંબાનું દાન, વસ્ત્ર દાન, અન્નદાન, ગરમ કપડા, ધાબળો, તલ, ગોળ, ગાયનું દાન વગેરે કરી શકાય.
● ભારતીય જ્યોતિષ શાસ્ત્ર અનુસાર કઈ રાશિ વાળા કઈ વસ્તુનું દાન કરવું જોઇએ તે જાણીએ :
મેષ : તલ, મીઠાઈ, ખીચડી ,વસ્ત્ર, ચોખા, ગરમ કપડા અને ધાબળો
વૃષભ : અડદની દાળ ખીચડી, કાળો ધાબળો, કાળા તલ, મીઠાઈ
મિથુન : ખીચડી, તલ, ગોળ, છત્રી, લાડુ, તેલ
કર્ક : સાબુદાણા, વસ્ત્ર, હળદર, ચોખા, ફળ, દહીં, શ્રીખંડ, માખણ
સિંહ : અડદની દાળ, ખીચડી, વસ્ત્ર, રેવડી, ધાબળો, તાંબાનું વાસણ, ચાદર
કન્યા : તલનું તેલ, અડદની દાળ, ખીચડી, મગ, ફળ, મગફળી, ગરમ ધાબળો, વસ્ત્ર
તુલા : અડદની દાળ, વસ્ત્ર, સાકર, માખણ, ખીચડી, બરફી, ગરમ કપડાં
વૃશ્રિક : ખીચડી, તલનું તેલ ગોળ,ગરમ કપડાં, વસ્ત્ર, તલ
ધનુ : ચણાની દાળ, તલ, ગોળ, તલનું તેલ, મગસની મીઠાઈ, વસ્ત્ર ફળ, મગફળી
મકર : અળદ, કાળો ધાબળો, ગરમ કપડાં, કાળા તલ, ગોળ, કાલા જામ, લોખંડની વસ્તુ, છત્રી, ચંપલ, ચાદર
કુંભ : ખીચડી, અડદ, કાળો ધાબળો, ગરમ કપડાં, કાળા તલ, ગોળ, કાલા જામ, લોખંડની વસ્તુ, સરસવનું તેલ.
મીન : ચણાની દાળ, મીઠાઈ, તલ, ગોળ, મગફળી, શેરડી
ઉપરોક્ત દાન બ્રહ્મને જાણનાર અને જરૂરિયાતમંદ વ્યક્તિઓને જ કરવું જોઈએ.
આ પણ વાંચો:
Uttarayan 2022 Jamnagar: પતંગ અને દોરીમાં ભાવ વધારાથી ખુદ વેપારીઓ અકળાયા, લગાવ્યા બેનર