અમદાવાદ: ઉત્તરાયણ (Uttarayan 2022 Gujarat)ના તહેવાર દરમિયાન દોરીના કારણે ગળામાં ઇજા અને અકસ્માત (Injury due to kite string In Gujarat)ના બનાવો બનતાં હોય છે. રાજ્યમાં દોરીના કારણે ઇજાના 224 જેટલા બનાવો બની ચૂક્યા છે, જેમાં સૌથી વધુ અમદાવાદમાં 62 લોકો દોરીથી ઈજાગ્રસ્ત (Injury due to kite string In Ahmedabad) થયા છે.
દોરીથી ઇજાગ્રસ્ત થયાના ક્યાં કેટલા બનાવ બન્યા?
રાજકોટમાં 25, વડોદરામાં 26, સુરત (Uttarayan Celebration In Surat)માં 24 લોકો દોરીથી ઘવાયા છે. આ ઉપરાંત ગાંધીનગરમાં 8, આણંદ 6, દાહોદ 5, ખેડા 5, અમરેલી, બનાસકાંઠા, જામનગર, જૂનાગઢ, નવસારી, સાબરકાંઠા અને સુરેન્દ્રનગરમાં 4-4, અરવલ્લી, ભરુચ, ગીર સોમનાથ, મહેસાણા અને પાટણમાં 3-3, કચ્છ અને પોરબંદરમાં 2-2 દોરીથી ઘવાયાના બનાવો બન્યા હતા. છોટા ઉદેપુર, દેવભૂમિ દ્વારકા, મહિસાગર, મોરબી, નર્મદા, પંચમહાલ અને વલસાડમાં દોરીથી ઇજાગ્રસ્ત થયાના 1-1 બનાવ બન્યા હતા.
ઇજાગ્રસ્તોને 108 મારફતે સારવાર આપવામાં આવી
ભાવનગરમાં દોરીથી ઇજાગ્રસ્ત થયાના 9 બનાવો બન્યા છે. હેવમોર ચોક પાસે એક વૃદ્ધ દોરીથી ઈજાગ્રસ્ત થતા સર ટી હોસ્પિટલ ખસેડાયા હતા. સિંગરવા નજીક એક યુવકનું દોરીથી ગળું કપાતા શારદાબેન હોસ્પિટલ (shardaben hospital ahmedabad)માં ખસેડાયો હતો. અમદાવાદમાં ચમનપુરા પાસે બાઇક લઈને જતા 32 વર્ષીય વ્યક્તિના ગળામાં દોરી આવતા ઈજાગ્રસ્ત થયા હતા. એરપોર્ટ રોડ તરફ ઈન્દિરાબ્રિજ (indira bridge ahmedabad airport) પાસે પણ બાઇક લઈને જતાં 50 વર્ષીય વ્યક્તિને ગળામાં ઇજાઓ થઇ છે. સુભાષબ્રિજ કેશવનગરમાં રસ્તા પર ચાલતા જતા 76 વર્ષીય મહિલાના ગળામાં દોરી આવી જતાં ઇજા થઇ હતી. અમદાવાદમાં જ 62 બનાવો સામે આવ્યાં છે. તમામ ઈજાગ્રસ્તોને 108 મારફતે સારવાર આપવામાં આવી હતી.
4 વાગ્યા સુધી 1,924 કોલ મળ્યા
108 ઇમરજન્સી એમ્બ્યુલન્સને 4 વાગ્યા સુધીમાં 1,924 જેટલા કોલ મળ્યા છે. જ્યારે ગત વર્ષે 108ને 1,635 ઈમરજન્સી કોલ મળ્યા હતા, જેમાં 22 બનાવ ગળામાં દોરી વાગવાના, 147 બનાવ નીચે પડવાના બન્યા છે. તમામમાં તેઓને 108 મારફતે સારવાર આપવામાં આવી હતી અને હોસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યા હતા.
પક્ષીઓને ઈજા થવાના ઓછા બનાવ બન્યા
આ ઉપરાંત અમદાવાદ ફાયર બ્રિગેડ (Ahmedabad Fire Brigade)ને પક્ષી બચાવ કોલના સવારે 6થી 10 વાગ્યા સુધીના માત્ર 2 કોલ મળ્યા છે. જેના પરથી કહી શકાય કે સવારથી ઓછી પતંગ ઊડવાના કારણે પક્ષીઓના ઇજા થવાના બનાવો (Incidents of bird injury In Uttarayan 2022) ઓછા જોવા મળ્યા છે. આ વર્ષે ગયા વર્ષ કરતા દોરી વાગવાના કેસોમાં વધારો જોવા મળ્યો છે. આ વર્ષે 108ને દોરી વાગવાના વધુ કોલ મળ્યા છે.
આ પણ વાંચો: makar sankranti 2022: અમદાવાદમાં ઉતરાયણના દિવસે આરોગાય છે કરોડો રૂપિયાનું ઊંધિયું...