ETV Bharat / city

ઉખડી ગયેલા વૃક્ષોને પુનઃ પ્રસ્થાપિત થઇ શકે તે માટે તેમનું રીપ્લાન્ટેશન કરવું જોઈએ: મહેશભાઈ પંડ્યા - news of the day

ચોમાસુ શરૂ થતા અમદાવાદની ઝાડ પડવાની ઘટના સામાન્ય હોય તેવી સ્થિતી દર વર્ષે સર્જાય છે. આ વર્ષે અમદાવાદ મહાનગરપાલિકાએ આ માટેની કોઈ ખાસ કામગીરી કરી હોય તેવા દ્રશ્યો નજરે નથી પડતા સામાન્ય વરસાદમાં પણ અમદાવાદમાં ઝાડ જમીનદોસ્ત થઈ જાય છે. વૃક્ષો જળ મૂળથી ઊખડી જતાં પર્યાવરણને ભારે નુકસાન થવાની સંભાવના છે એટલે આવશ્યક છે કે ચોમાસા પહેલા વૃક્ષોનું ટ્રીમિંગ કરી દેવામાં આવે છે.

ઉખડી ગયેલા વૃક્ષોને પુનઃ પ્રસ્થાપિત થઇ શકે તે માટે તેમનું રીપ્લાન્ટેશન કરવું જોઈએ

author img

By

Published : May 30, 2021, 9:59 AM IST

  • ગુજરાતમાં હાલ જ આવેલા વાવાઝોડામાં મોટાભાગના ઝાડ ઝાડમૂળથી ધરાશાયી થયા
  • તેમને રિપ્લાન્ટ કરવા મહેશભાઈ પંડ્યાએ સરકારને લખ્યો પત્ર
  • પડી ગયેલા ઝાડને રિપ્લાન્ટ કરવા કરાઈ અરજી

અમદાવાદ: સામાન્ય રીતે ગુજરાતમાં 15 જૂન સુધીમાં ચોમાસાની શરૂઆત થઈ જાય છે. એવામાં નાગરિકોને હાલાકી ન પડે તે માટે સ્થાનિક કોર્પોરેશન ટીમ સોની કામગીરી કરતી હોય છે, પરંતુ આ વર્ષે અમદાવાદ મહાનગરપાલિકાએ આ માટેની કોઈ ખાસ કામગીરી કરી હોય તેવા દ્રશ્યો નજરે નથી પડતા સામાન્ય વરસાદમાં પણ અમદાવાદમાં ઝાડ જમીનદોસ્ત થઈ જાય છે. વર્ષો બાદ ઘટાદાર થયેલા વૃક્ષો જળ મૂળથી ઊખડી જતાં પર્યાવરણને ભારે નુકસાન થવાની સંભાવના છે એટલે આવશ્યક છે કે ચોમાસા પહેલા વૃક્ષોનું ટ્રીમિંગ કરી દેવામાં આવે.

આ પણ વાંચો: વાવાઝોડાને પગલે સુરત મનપાની તૈયારી, શહેરમાં રસ્તા પરના વૃક્ષોનું ટ્રીમિંગ કરાયું

શું કહે છે પર્યાવરણ વિશેષજ્ઞ મહેશભાઈ પંડ્યા?

પર્યાવરણ વિશેષજ્ઞ મહેશભાઈ પંડ્યાએ વન અને પર્યાવરણ વિભાગના સચિવને પત્ર લખી જણાવ્યું હતું કે વાવાઝોડાના લીધે પડી ગયેલા ઝાડો અને પુનઃ પ્રસ્થાપિત કરવા જોઈએ. આ મુદ્દે તેમણે ETV ભારત સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે બે દિવસ આવેલા વાવાઝોડાના કારણે ગુજરાતમાં મોટા પ્રમાણમાં વૃક્ષો પડી ગયા હતા. ખાસ કરીને અમદાવાદ ગાંધીનગર જેવાં શહેરોમાં મૂળમાંથી ઉખડી ગયેલા વૃક્ષોને પુનઃ પ્રસ્થાપિત થઇ શકે તે માટે તેમનું રીપ્લાન્ટેશન કરવું જોઈએ. આ ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે વરસાદ આવે એ પહેલાં જ ગાર્ડન વિભાગે વૃક્ષોનો ભાર ઓછો કરવા તેમનું ટ્રિમિંગ કરવું જોઈએ જેથી ઝાડ મૂળમાંથી ન પડી જાય અને કોઈ હોનારત ન સર્જાય.

આ પણ વાંચો: ભુજના કુકમા ગામમાં ગટરના પાણીમાંથી 60 હજાર જેટલા વૃક્ષોનું વાવેતર કરાયું

દર ચોમાસામાં મોટી સંખ્યામાં ઝાડ અમદાવાદમાં પડતા હોનારત સર્જાય છેચોમાસુ શરૂ થતા અમદાવાદની ઝાડ પડવાની ઘટના સામાન્ય હોય તેવી સ્થિતી દર વર્ષે સર્જાય છે. 18-19 મેં ના રોજ ગુજરાતમાં આવેલા વાવાઝોડાના કારણે અંદાજે 40 હજારથી પણ વધુ ઝાડ ધરાશાયી થયા હતા. આ ઉપરાંત, સામાન્ય વરસાદમાં પણ ઝાડ પડવાની ઘટના અમદાવાદમાં બનતી હોય છે. વર્ષો વર્ષો જૂના ઝાડ ધરાશાયી થતાં વાહનો મકાનોને ભારે નુકસાન પહોંચે છે. વરસાદમાં પણ ખુદ AMTSની બસ ઘટાદાર વૃક્ષ નીચે ફસાઈ હોવાના કિસ્સાઓ બન્યા છે. ત્યારે ખૂબ જરૂરી છે કે ભૂતકાળની ઘટનાનું પુનરાવર્તન ન થાય તે માટે મનપા સમયસર વૃક્ષોનું ટ્રિમિંગ કરે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.