અમદાવાદ: કેન્દ્રીય ગૃહ અને સહકાર પ્રધાન અમિત શાહ ગુજરાત પ્રવાસે છે. આજે રવિવારે અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટના (Ahmedabad Riverfront) ખાતેના ખાદી ઇન્ડિયાના કાર્યક્રમમાં (Khadi India's program Ahmedabad) અમિત શાહ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં અમિત શાહના હસ્તે ગાંધી વોલના- 'મ્યુરલ'નું ઉદ્ઘાટન (unveil mural of Mahatma Gandhi) કરવામાં આવ્યું હતું. આ મ્યુરલ દેશભરમાંથી આવેલા કલાકારો દ્વારા બનાવવામાં આવ્યુ છે.
આ પણ વાંચો: મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે વાપીમાં કરોડોના ખર્ચે ડ્રેનેજ સિસ્ટમ બનાવવા આપી મંજૂરી
આ પણ વાંચો: Launching of natural farming logo: ગાંધીનગરના ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ દોરતા અમિત શાહ
આવતીકાલે છે ભાજપની મહત્વની બેઠક
આજે રવિવારે મુખ્યપ્રધાનના નિવાસ્થાને પ્રદેશ ભાજપના પાર્લામેન્ટરી બોર્ડની બેઠક (BJP Parliamentary Board meeting) અને સાથે જ ગુજરાતના સાંસદોની પણ બેઠક છે. એક તરફ આમ આદમી પાર્ટી (AAP) અને કોંગ્રેસ ગુજરાતમાં નબળી પડી છે. ત્યારે અમિત શાહની મુલાકાત સૂચક રહેશે.