ETV Bharat / city

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે AMC ની ઓફિસે યોજી બેઠક, વિકાસ કાર્યો પૂર્ણ કરવા સૂચન કર્યા - Latest news of Ahmedabad

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ ત્રણ દિવસની ગુજરાત મુલાકાતે છે. આજે રવિવારે બીજા દિવસે તેમણે અમદાવાદના બોડકદેવ વિસ્તારમાં આવેલ AMC ની ઓફીસ વિજયારાજે સિંધિયા ભવન ખાતે પોતાના મત વિસ્તારના ધારાસભ્યો, AMC ના અધિકારીઓ તેમજ પદાધિકારીઓ સાથે બેઠક (Amit Shah held meeting AMC office) યોજી હતી.

Ahmedabad
Ahmedabad
author img

By

Published : Aug 29, 2021, 9:27 PM IST

  • અમિત શાહે AMC ની ઓફીસે બેઠક યોજી
  • બેઠકમાં અમિત શાહે મહત્વની સૂચના આપી
  • હાઉસિંગ, બાગબગીચા, રોડ, ઓવર બ્રીજ, અંડર બ્રીજના કામોની સમીક્ષા કરાઈ
  • અમદાવાદમાં 21 તળાવોને આકર્ષક બનાવવા સૂચના

અમદાવાદ: કેન્દ્રીય ગૃહપ્રધાન અને ગાંધીનગર લોકસભાના સાંસદ અમિત શાહે આજે રવિવારે તેમના મતવિસ્તારમાં સમાવિષ્ટ અમદાવાદ શહેર-જિલ્લાના કામોની સર્વગ્રાહી સમીક્ષા કરી હતી. આ બેઠક (Amit Shah held meeting AMC office) માં વિભિન્ન પ્રશ્નો વિશે વિગતવાર ચર્ચા-વિમર્શ કરી લોકોને સ્પર્શતા પ્રશ્નોનો ઝડપથી નિકાલ લાવવાની તાકીદ કરી હતી. અમિત શાહે જણાવ્યું હતું કે, શહેરના તળાવો વધુ આકર્ષક બને તે માટે કામો કરવા અનિવાર્ય છે. સાથે સાથે તેમણે શહેરના તળાવોમાં બારેમાસ પાણી રહે તેવું આયોજન માટે તાકીદ કરી હતી. શહેરના 21 જેટલા તળાવોને વધુ આકર્ષક બનાવવા માટે અસરકારક નાંણાકીય આયોજન કરવા તેમજ તેમાં ગટર પાણી ન ભળે તેની તાકીદ કરી આ માટે તજજ્ઞનું માર્ગદર્શન મેળવી કામ ટૂંક સમયમાં પુર્ણ કરવા પણ સુચન કર્યું હતું.

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે AMC ની ઓફિસે યોજી બેઠક

અમિત શાહે વૃક્ષારોપણ કરવા સૂચન આપ્યું

અમિત શાહે વૃક્ષારોપણ અને તેની જાળવણીની હિમાયત કરતાં કહ્યું કે, વૃક્ષો આપણા અસ્તિત્વ માટે જરૂરી છે. વૃક્ષારોપણની સાથે સાથે તેના જતન-સંવર્ધન અને સર્વાઈવલ રેટ વધે તે પણ એટલું જ જરૂરી છે. કયાં વિસ્તારમાં કેટલા વૃક્ષો વાવ્યાં, તેની જાળવણી અને તેના સંવર્ધન માટેની શી વ્યવસ્થા કરાઈ છે તે અંગેની ઝીણામાં ઝીણી વિગતો તેમને મેળવી હતી.

ગરીબોને પ્રથમ આવાસ ફાળવવા સૂચના

શહેરી ગરીબો અને જરૂરિયાતમંદો માટે આવાસો એ સમયની માગ છે. હાઉસીંગ પોલીસીમાં ગરીબોને સત્વરે આવાસો મળે તે માટે તેમને પ્રાથમિકતા આપવા જણાવી ગૃહપ્રધાને જણાવ્યું હતું કે, દરેક માનવીને પોતાનું ઘરનું ઘર બનાવવાનું સ્વપ્ન હોય છે, એ સ્વપ્ન સાકાર થવું જોઈએ. સાથે સાથે શહેરમાં હાથ ધરાયેલી રસીકરણ કામગીરીની સમીક્ષા કરી રસીકરણ વધુ વેગવાન બનાવવા પણ સુચના આપી હતી.

ગાંધીનગર લોકસભાના વિકાસકાર્યોની ચર્ચા

ગાંધીનગર લોકસભામાં સમાવિષ્ટ અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારોમાં હાથ ધરાયેલા કામોની સમીક્ષામાં જણાવાયું હતું કે, વર્ષ 2019-20 તથા 2020-21 માં રૂપિયા 768.20 કરોડના ખર્ચે પાણી, ડ્રેનેજ, હાઉસીંગ, રોડ, બ્રીજ, અંડરપાસ, બગીચા બનાવવા સહિત 232 જેટાલા કામો પુર્ણ થયા છે. વર્ષ 2021-22 માં અંદાજે રૂપિયા 2873.44 કરોડના 186 કામો હાલ પ્રગતિમાં છે અને રૂપિયા 1801.68 કરોડના ખર્ચે 168 વધુ કામો આયોજન હેઠળ છે. આમ ગાંધીનગર લોકસભામાં સમાવિષ્ટ વિસ્તારોમાં કુલ મળીને રૂપિયા 5443 કરોડના ખર્ચે જન સુવિધાના કામો ઉભા કરાનાર છે.

મતક્ષેત્રમા આવતા વિધાનસભાના કાર્યો

આ ઉપરાંત ગાંધીનગર લોકસભામાં સમાવિષ્ટ નારણપુરા, સાબરમતી, ઘાટલોડીયા અને વેજલપુર વિધાનસભા વિસ્તારમાં રસીકરણ અંતર્ગત લગભગ 87 ટકા લોકોને પ્રથમ ડોઝ અપાયો છે. તે અંગેનું પ્રેઝન્ટેશન પણ મ્યુનિસિપલ કમિશ્નરે રજૂ કર્યું હતું. આ પ્રેઝન્ટેશનમાં વૃક્ષારોપણનો ચિતાર આપતા જણાવવામાં આવ્યું હતું કે, ચાર વિધાનસભા વિસ્તારોમાં કુલ ચાલુ વર્ષે 3.44 લાખ વૃક્ષોનું વાવેતર કરાયું છે.

અન્ય વિકાસ પ્રોજેકટ પર ચર્ચા

અમિત શાહે અમદાવાદ મ્યુનિસિપ કોર્પોરેશન દ્વારા હાથ ધરાઈ રહેલા સ્પેશિયલ પ્રોજેક્ટમાં પણ વિશેષ રૂચિ દાખવી હતી. તેમણે નારણપુરા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ, ગાંધી આશ્રમ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ, પલ્લવ-પ્રગતિનગર સ્પ્લીટ ફ્લાય ઓવ્ર બ્રીજ, સીંધુભુવન પાસે નિર્માણાધિન મલ્ટીલેવલ પાર્કીંગ, જાસપૂર ખાતે બનતા 200 એમ.એલ.ડી વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ, સીમ્સ હોસ્પિટલ ફોર લેન ઓવરબ્રીજ, છારોડી તળાવ, બોપલ ઈકોલોજી પાર્ક જેવા પ્રોજેક્ટની સર્વગ્રાહી સમીક્ષા કરી અને તમામ કામો સમયમર્યાદામાં પુરા થાય તેવી અધિકારીઓને તાકીદ પણ કરી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.