ETV Bharat / city

"આત્મનિર્ભર ભારતના સ્વપ્નને સાકાર કરવા માટે સહકારીતા સૌથી મોટો રસ્તો" : અમિત શાહ - સરદાર પટેલની જન્મજયંતી

સરદાર પટેલની જન્મજયંતી (Sardar Patel Birth Anniversary) પર ગૃહ પ્રધાન અમિત શાહ (Union Home Minister Amit Shah ) ગુજરાતના પ્રવાસે છે, ત્યારે અમૂલના 75માં સ્થાપના વર્ષની (Amul's 75th founding year ) ઉજવણીમાં ભાગ લીધો હતો. આ દરમિયાન તેમણે સહકારી ક્ષેત્રે સરદાર વલ્લભભાઈ પટેલના યોગદાનનો ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે, આત્મનિર્ભર ભારતના સ્વપ્નને સાકાર કરવા માટે સહકારીતાથી મોટો કોઈ રસ્તો હોઈ શકે નહીં. આ તકે મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ અને કેન્‍દ્રીય પશુપાલન અને ડેરી ઉદ્યોગ રાજય પ્રધાન પરસોત્તમ રૂપાલા સહિતના નેતાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

અમૂલના 75માં સ્થાપના વર્ષની ઉજવણી
અમૂલના 75માં સ્થાપના વર્ષની ઉજવણી
author img

By

Published : Oct 31, 2021, 10:34 PM IST

  • અમૂલના 75માં સ્થાપના વર્ષની ઉજવણીના કાર્યક્રમમાં ગૃહપ્રધાને આપી હાજરી
  • અર્થવ્યવસ્થામાં સહકારી સંસ્થાઓ મોટું યોગદાન આપી શકે છે : શાહ
  • મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ અને કેન્‍દ્રીય ડેરી ઉદ્યોગ રાજ્ય પ્રધાન પરસોત્તમ રૂપાલા રહ્યા ઉપસ્થિત

અમદાવાદ : ગુજરાતના આણંદમાં અમૂલના 75માં સ્થાપના વર્ષની (Amul's 75th founding year ) ઉજવણીમાં કેન્દ્રીય ગૃહપ્રધાને (Union Home Minister Amit Shah ) કહ્યું કે, સરદાર પટેલનો અમૂલ સાથે ગાઢ સંબંધ છે. સરદાર પટેલની (Sardar Patel Birth Anniversary) પ્રેરણા અને મહેનતુ નેતા ત્રિભુવનદાસ પટેલે ખાનગી ડેરીના અન્યાય સામે ખેડૂતોના સંઘર્ષને હકારાત્મક વિચારસરણી તરફ વાળવાનું કામ કર્યું હતું. સહકારી ક્ષેત્રે સરદાર વલ્લભભાઈ પટેલના યોગદાનનો ઉલ્લેખ કરતાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે કહ્યું હતું કે, આત્મનિર્ભર ભારતના સ્વપ્નને સાકાર કરવા માટે સહકારીતાથી મોટો કોઈ રસ્તો હોઈ શકે નહીં.

Amul's 75th founding year
અમૂલના 75માં સ્થાપના વર્ષની ઉજવણી

દાણ ફેકટરીમાં ઇથનો વેટરનરી પ્રોડક્સનું લોન્‍ચીંગ

કેન્‍દ્રિય ગૃહ અને સહકારિતા પ્રધાન અમિત શાહે ગુજરાતના મુખ્‍યપ્રધાન ભુપેન્‍દ્ર પટેલની ઉપસ્‍થિતિમાં દુધ નગરી આણંદમાં એશિયાની સૌથી મોટી અમુલ ડેરીના પરિસરમાં નવનિર્મિત સરદાર સભા ગૃહનું લોકાર્પણ કરવા સાથે કણજરી દાણ ફેકટરીમાં 1.72 કરોડના ખર્ચે નિર્માણ થયેલા ઇથનો વેટરનરી પ્રોડક્સનું લોન્‍ચીંગ કર્યું હતું. આ ઉપરાંત, તેમણે ખાત્રજમાં 2500 મેટ્રીક ટન ચીજની સંગ્રહ ક્ષમતા ધરાવતા ચીઝ વેર હાઉસનું પણ લોકાર્પણ કર્યું હતું.

અનેક યોજનાઓનું લોકાર્પણ કરાયું

અમુલ દ્વારા બનાવવામાં આવેલા જૈવિક ખાતર (બાયોફર્ટીલાયઝર) નું લોન્‍ચીંગ કરવા સાથે ગૃહ અને સહકારિતા પ્રધાન અમિત શાહે અમુલની 75 વર્ષની સફળ ગાથા નિદર્શન કરતી સ્‍મરણિકાનું પણ વિમોચન કર્યું હતું. કેન્‍દ્રિય પ્રધાને વિશેષ પોસ્‍ટલ સ્‍ટેમ્‍પ તથા ભારતીય પોસ્‍ટ વિભાગ દ્વારા સ્‍પેશિયલ એન્‍વલપ અને દેશમાં 100 કરોડ કોરોના રસીકરણની ઐતિહાસિક સિધ્‍ધિ બદલ વિશેષ એન્‍વલપનું અનાવરણ કર્યું હતું. આ અવસરે કેન્‍દ્રિય પ્રધાનના હસ્‍તે મહત્તમ દુધ ઉત્‍પાદક મહિલા સભાસદો, મહત્તમ ઉત્‍પાદક દુધ મંડળીઓના ચેરમેનોનું સન્‍માન કર્યું હતું. કેન્‍દ્રિય પ્રધાન અમિત શાહ તેમજ મુખ્‍યપ્રધાન ભૂપેન્‍દ્ર પટેલ સહિત કેન્‍દ્ર-રાજય સરકારના પ્રધાનોએ ડેરીના પ્‍લાન્‍ટની મુલાકાત લઇ રસપૂર્વક નિરીક્ષણ કર્યું હતું.

  • निजी डेयरियों के अन्याय के खिलाफ किसानों के संघर्ष को सरदार साहब की प्रेरणा व त्रिभुवनदास पटेल जी ने सकारात्मक सोच की ओर मोड़ने का काम किया।

    अगर छोटे-छोटे लोगों की बड़ी संख्या एकजुट होकर एक दिशा में चल पड़े, तो एक बड़ी ताकत की निर्मिति हो सकती है यही सहकारिता का मूलमंत्र है। pic.twitter.com/0yJDVtpI2P

    — Amit Shah (@AmitShah) October 31, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

આત્‍મનિર્ભરની દિશા તરફ આગળ વધવું પડશે: અમિત શાહ

કેન્‍દ્રિય પ્રધાન અમિત શાહે જણાવ્‍યું હતું કે, વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીએ પોતાની આગવી દ્વષ્ટીથી સહકારિતા મંત્રાલયની રચના કરી છે. સહકારથી સમૃધ્‍ધિના ધ્‍યેય મંત્ર સાથે સહકારિતા મંત્રાલય દ્વારા સહકારી માળખાને વધુ સુદ્ધઢ બનાવવા જરૂરી બદલાવ કરવામાં આવશે. તેમણે ઉમેર્યું હતું કે, ઇફકો, ક્રિભકો અને લિજ્જત પાપડ જેવા સહકારિતાના સફળ મોડેલ આપણી સમક્ષ છે, ત્‍યારે કૃષિ અને પશુપાલન સાથે જોડાયેલા વિષયોને સહકારિતા સાથે જોડી આત્‍મનિર્ભર બનાવવાની દિશા તરફ આગળ વધુ વધવું પડશે. અમુલ જેવી સહકારી સંસ્‍થા આ ક્ષેત્રે પોતાનું યોગદાન આપે તે સમયની માંગ છે.

  • .@narendramodi जी ने 'सहकार से समृद्धि' के मंत्र के साथ सहकारिता मंत्रालय की स्थापना कर सहकारिता आंदोलन को नई सोच के साथ आगे बढ़ाने का निर्णय किया है।

    मोदी जी के 5 ट्रिलियन डॉलर इकोनॉमी व आत्मनिर्भर भारत के सपने को सिद्ध करने हेतु सहकारिता से बड़ा कोई मार्ग नहीं हो सकता है। pic.twitter.com/gqgO811moH

દરરોજ 30 મિલિયન દૂધની પ્રોસેસિંગ અને સંગ્રહ કરવાની ક્ષમતા

શાહે વધુમાં કહ્યું કે, આજે રવિવારે અમૂલનું 75મું સ્થાપના વર્ષનો અમૃત મહોત્સવ ચાલી રહ્યો છે, જ્યારે માત્ર 200 લિટર દૂધ એકત્ર કરવામાં આવતું હતું, ત્યારે કલ્પના પણ નહીં હોય કે આજે અમૂલ 2020-21નું વાર્ષિક ટર્નઓવર 53,000 કરોડને વટાવી ગયું છે. આજે અમૂલે દરરોજ 30 મિલિયન દૂધની પ્રોસેસિંગ અને સંગ્રહ કરવાની ક્ષમતા વિકસાવી છે. 36 લાખ ખેડૂત પરિવારો અમૂલ સાથે સંકળાયેલા છે અને તેને પોતાનો વ્યવસાય બનાવીને તેમનું જીવન સન્માન સાથે જીવે છે.

  • आज सरदार पटेल जी की जयंती पर सहकारिता आंदोलन से जुड़े हर व्यक्ति के लिए सहकारिता आंदोलन को एक बार फिर नये जज्बे के साथ भारत की आर्थिक व्यवस्था का मजबूत स्तंभ बनाने का संकल्प लेने का दिन है।

    मुझे विश्वास है कि @narendramodi जी के नेतृत्व में हम सब मिलकर इस लक्ष्य को सिद्ध करेंगे। pic.twitter.com/LQ7TQFAXT9

'સહકારથી સમૃદ્ધિ'નું સૂત્ર સાકાર

આ ઉપરાંત, શાહે કહ્યું કે 18,600 થી વધુ ગામોની નાની દૂધ સહકારી મંડળીઓ અમૂલ સાથે જોડાઈને તેને વટવૃક્ષ બનાવવા માટે યોગદાન આપી રહી છે. અમૂલે સમગ્ર દેશમાં 18 જિલ્લા સ્તરની ડેરીઓ અને 87 દૂધ પ્રોસેસિંગ પ્લાન્ટ સ્થાપ્યા છે. મોદીજીએ સહકાર મંત્રાલય બનાવ્યું છે, તે 'સહકારથી સમૃદ્ધિ'ના સૂત્ર સાથે બનાવવામાં આવ્યું છે. હું દ્રઢપણે માનું છું કે પાંચ ટ્રિલિયન ડૉલરની અર્થવ્યવસ્થામાં સહકારી સંસ્થાઓ મોટું યોગદાન આપી શકે છે. આત્મનિર્ભર ભારતનું સપનું સાકાર કરવા માટે સહકારથી સારો બીજો કોઈ રસ્તો ન હોઈ શકે.

  • महिला सशक्तिकरण के लिए बहुत बड़ा काम अगर आजादी के बाद किसी एक संस्था के माध्यम से हुआ है तो वो @Amul_Coop के माध्यम से हुआ है।

    सहकारिता आंदोलन की प्राण गुजरात की माताएं-बहनें हैं और इसमें अमूल का बहुत बड़ा योगदान है। pic.twitter.com/KtOOMse5sD

શાહે રાષ્ટ્રીય એકતા દિવસના કાર્યક્રમને સંબોધિત કર્યું

આ અગાઉ, કેન્દ્રીય ગૃહપ્રધાને ગુજરાતના કેવડિયા ખાતે રાષ્ટ્રીય એકતા દિવસ પર આયોજિત કાર્યક્રમને સંબોધિત કર્યો હતો. જેમાં તેમણે કહ્યું કે, આજે સરદાર પટેલની જન્મજયંતિ છે. હું દેશભરના કરોડો દેશવાસીઓને કહેવા માંગુ છું, એક સદીમાં કોઈ સરદાર બની શકે છે, એક સરદાર સદીઓ સુધી અલખ જગાવી શકે છે. સરદાર પટેલે આપેલી પ્રેરણાએ આજે ​​દેશને અખંડ રાખવાનું કામ કર્યું છે. આજે તેમની પ્રેરણા આપણને એકજૂટ રાખવામાં, દેશને આગળ લઈ જવામાં સફળ રહી છે.

  • सहकारिता क्षेत्र में सफल प्रयोगों, कृषि व पशुपालन से जुड़े विषयों को आगे बढाने और कृषि को आत्मनिर्भर बनाने का समय आ गया है।

    हमें एक ऐसा प्लेटफार्म तैयार करना है, जहां भूमि की उर्वराशक्ति व उत्पादों की टेस्टिंग की व्यवस्था हो और किसान अपने उत्पाद दुनियाभर के बाजारों में बेच सकें। pic.twitter.com/betHHGvUD8

મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે સરદાર પટેલને વાગોળ્યા

મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે આ અમૃત મહોત્સવ પ્રસંગે ઉદ્દબોધન કરતાં જણાવ્યું હતુ કે, આઝાદી પહેલાં બ્રિટીશરો સામે અસહકારની લડતની આગેવાની લેનારૂં ગુજરાત આજે ર૧મી સદીમાં સહકારી ક્ષેત્રમાં પણ આગેવાની લઇ રહ્યું છે. ગુજરાતની દૂધ સહકારી ચળવળની આ સફળતા એ સરદાર સાહેબના વિઝનને જ આભારી છે. તેમણે ગુજરાતમાં સરદાર પટેલની હાકલથી ત્રિભૂવનદાસ પટેલે સહકારી ચળવળનો આરંભ કર્યો હતો તે બાબતનો ઉલ્લેખ કરતાં ઉમેર્યું હતુ કે, ગુજરાતના બે સપૂત ગાંધીજી અને સરદાર સાહેબની જોડીના સફળ પ્રયાસોથી દેશમાં સહકારિતાનો પાયો નંખાયો હતો. જેને ગુજરાતના બે દેશના નેતાઓ નરેન્દ્ર મોદી અને અમિત શાહે સહકારથી સમૃધ્ધિની નવી દિશા આઝાદ ભારતના ઇતિહાસમાં પ્રથમવાર કેન્દ્ર સરકારમાં અલાયદો સહકાર વિભાગ શરૂ કરીને આપી છે.

  • अमूल ने सहकारिता के मूलतत्व को समाहित रखते हुए मार्केटिंग, मैनेजमेंट व उत्पादन में विज्ञान के सिद्धांत को स्वीकार कर अपनी तकनीक में आमूलचूल परिवर्तन किया।

    इस परिवर्तन से पूरे सहकारिता क्षेत्र के लोगों को सीखना चाहिए क्योंकि जो समय के साथ नहीं बदलते वो खुद को आगे नहीं बढ़ा पाते। pic.twitter.com/g4jG2mnyx6

આત્મનિર્ભર ભારતનો મંત્ર અમૂલ પરિવારે સાકાર કર્યો : મુખ્યપ્રધાન

મુખ્યપ્રધાને એ ઉમેર્યું હતુ કે, દેશની એકતા અખંડિતતાના જ્યોર્તિધર સરદાર સાહેબના માર્ગદર્શનમાં દૂધ ઉત્પાદકોની એકતાની શકિતથી શરૂ થયેલી દૂધ મંડળી અમૂલ વર્લ્ડ બ્રાન્ડથી આજે વટવૃક્ષ બની ગઇ છે. સૌના સાથ સૌના વિકાસનો અને આત્મનિર્ભર ભારતનો મંત્ર અમૂલ પરિવારે સાકાર કર્યો છે. આજે અમૂલ બ્રાંડ વિશ્વભરમાં વિખ્યાત છે અને તે સમગ્ર વિશ્વમાં એક પ્રેરણાનો સ્રોત બની છે. એટલું જ નહીં, સમગ્ર વિશ્વમાં સહકારીતાના પ્રતિક તરીકે પ્રખ્યાત છે.

આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારતનો પથ

તેમણે વધુમાં કહ્યું કે, અમૂલ એ માત્ર શ્વેત ક્રાંતિની પ્રક્રિયા અંગેની વાત નથી, પરંતુ સશક્તિકરણનું સર્વશ્રેષ્ઠ મોડલ પણ છે. આજે ‘‘અમૂલ દૂધ પીતા હૈ ઇન્ડીયા’’ એ તો એક એવી પંચલાઇન બની ગઇ છે કે, દૂધ એટલે અમૂલ જ એવો ભાવ જન-જનમાં જાગ્યો છે. દૂધ એટલે અમૂલ એવો હવે પર્યાય બની ગયો છે અને દૂધમાંથી થતી અન્ય પેદાશોનું વેલ્યુએડીશન કરીને અમૂલે હોલિસ્ટીક એપ્રોચથી વ્હાઇટ રિવોલ્યુશનની આગવી ભાત ઉપસાવી છે. આઝાદીના અમૃત મહોત્સવ અને અમૂલનો પણ અમૃત મહોત્સવનો આ સુયોગ આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારતનો પથ કંડાર્યો છે.

દૂધ ઉત્પાદન ક્ષેત્રે થયેલા નોંધપાત્ર વધારો

મુખ્યપ્રધાને કહ્યું કે, ગુજરાતે પંચાયતી રાજ વ્યવસ્થામાં જેમ જિલ્લા તાલુકા અને ગ્રામ પંચાયતોનું ત્રીસ્તરિય માળખું વિકસાવ્યું છે. તેમ દૂધ સહકારી માળખું પણ થ્રી ટાયર છે. આ ઉપરાંત, મુખ્યપ્રધાને ગુજરાતમાં દૂધ મંડળીઓની સાથે દૂધ ઉત્પાદન ક્ષેત્રે થયેલા નોંધપાત્ર વધારાનો ઉલ્લેખ કરતાં ઉમેર્યું હતુ કે, ગુજરાતમાં છેલ્લા 20 વર્ષોમાં દૂધ મંડળીઓ જે 7600 હતી તે વધીને 18,565 થઇ છે. એટલું જ નહીં, દૂધ ઉત્પાદકોની સંખ્યા જે બે દાયકા પહેલા 21 લાખ હતી જે વધીને 36 લાખથી વધુ થઇ ગઇ છે. જે પૈકી 11 લાખ મહિલા દૂધ ઉત્પાદકો છે. નારી સશકિતકરણ દૂધ અને પશુપાલનના વ્યવસાય દ્વારા ગુજરાતની ગ્રામીણ બહેનોએ સાકાર કર્યુ છે. દૂધ ઉત્પાદકોને સતત દૂધના સારા ભાવ મળવાને કારણે ગુજરાતમાં કુલ દૂધ ઉત્પાદન જે બે દાયકા પહેલા 1.6 કરોડ લિટર હતું, તે વધીને 4.3 કરોડ લિટર પ્રતિ દિવસ થઇ ગયું છે.

સહકાર વિભાગે દેશની આર્થિક ગતિવિધિનું કેન્દ્ર

કેન્‍દ્રીય પશુપાલન અને ડેરી ઉદ્યોગ રાજય પ્રધાન પરસોત્તમ રૂપાલાએ જણાવ્યું હતુ કે, આજે વિશ્વમાં સૌથી મોટા દૂધ ઉત્પાદક દેશ તરીકે ભારત ઉભરી રહ્યું છે. જેમાં અમૂલનો ફાળો બહુમૂલ્ય રહ્યો છે. ગુજરાતમાં સહકારી ક્ષેત્રે થયેલા સિમાચિન્હ રૂપ કાર્યોનો ઉલ્લેખ કરતાં પ્રધાને ઉમેર્યું હતુ કે, આપણા ડી.એન.એ. માં જ સહકાર વણાયેલું છે, ગુજરાતમાં સહકારી ક્ષેત્રમાં ખૂબ સારૂં કાર્ય થઈ રહ્યું છે. સહકારના ક્ષેત્રને વધુ આગળ ધપાવવાં કેન્દ્ર સરકાર દ્વારા પણ અનેકવિધ પ્રયાસો હાથ ધરી સહકારીતા વિભાગની રચના કરવામાં આવી છે. ભારતમાં સહકારી ક્ષેત્રને આગળ ધપાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા હાથ ધરાયેલા કાર્યોના પરિણામે આગામી દિવસોમાં સહકાર વિભાગે દેશની આર્થિક ગતિવિધિનું કેન્દ્ર બની રહેશે.

ડેરી સહકાર યોજનાની જાહેરાત

આ ઉપરાંત પ્રધાન પરસોત્તમ રૂપાલાએ જણાવ્યું હતુ કે, પશુપાલકો અને ડેરી ઉદ્યોગ માટેની ભારત સરકારની વિવિધ સહાયકારી યોજનાઓનો ઉલ્લેખ કરી સમયની સાથે આવતા બદલાવોને સ્વીકારી સરકારની વિવિધ યોજનાઓનો લાભ લેવા અનુરોધ કર્યો હતો. તેમણે આ તકે ડેરીઓને સહાય કરવાની NCDCના નવા પ્રકલ્પ રૂપ રૂપિયા પાંચ હજાર કરોડની ‘‘ડેરી સહકાર યોજના’’ની જાહેરાત કરી હતી.

આ પણ વાંચો:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.