અમદાવાદ : BCCI દ્વારા અંડર-19 વિશ્વકપ(Under 19 Cricket World Cup 2022) વિજેતાઓને ખેલાડી દીઠ રૂપિયા 40 લાખ અને ટીમના સપોર્ટ સ્ટાફને 25 લાખ રૂપિયાના ઈનામની રાશિ આપવાની જાહેરાત કરી છે. અંડર-19 ક્રિકેટમાં વર્લ્ડકપ વિજેતા ટીમનું સન્માન(Under 19 Cricket World Cup winners honored) વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે 10 ફેબ્રુઆરીએ યોજાવાની સંભાવના રહેલી છે. આ પ્રસંગે BCCI અને GCAના અધિકારીઓ પણ ઉપસ્થિત રહેશે અને ભવ્ય આતશબાજી થવાની શકયતાઓ રહેલી છે.
10 ફેબ્રુઆરીના સન્માન સમારંભ યોજાઇ શકે છે
હાલમાં ભારત અને વેસ્ટઇન્ડિઝ વચ્ચે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર વન-ડે સિરીઝ રમાઈ રહી છે, જેની બીજી મેચ 09 અને છેલ્લી મેચ 11 ફેબ્રુઆરીએ રમાશે. જ્યારે રાષ્ટ્રીય શોક પણ 08 ફેબ્રુઆરીએ પૂર્ણ થશે, એટલે 10 ફેબ્રુઆરીએ સ્ટેડીયમ પર અંડર-19 ખેલાડીઓના સન્માનની પૂરી શકયતા જોવા મળી રહી છે.