અમદાવાદઃ વિશ્વ ઉમિયા ધામનો શિલાન્યાસ સમારંભ તારીખ 28 અને 29 ફેબ્રુઆરી 2010ના રોજ યોજાશે. વિશ્વ ઉમિયા ધામનો શિલાન્યાસ સમારંભમાં સમગ્ર દેશભરના સાધુ સંતો મહંતો કર્મચારીઓની પાવન ઉપસ્થિતિમાં ૫૧,૦૦૦ થી 51 કરોડ સુધીના સમાજ શ્રેષ્ઠ દાતાઓના વરદ હસ્તે જગતજનની મા ઉમિયાના 431 ફૂટ ઊંચા ભવ્યાતી ભવ્ય મંદિરનો શિલાન્યાસ કરવામાં આવશે.
ઉમિયાધામની વિશેષતાઓ પર નજર કરીએ
- મંદિરની ઉંચાઇ 431 ફૂટ એટલે કે ૧૩૧મી
- વિશ્વનું સૌથી ઊંચું જગતજનની મા ઉમિયાનું મંદિર
- મંદિરની ડિઝાઇન જર્મન આર્કિટેક અને ઇન્ડિયન આર્કિટેકના સંયુક્ત પ્રયાસથી બની
- માતાજીના મંદિરના શિખરનો યુ ગેલેરીમાંથી સમગ્ર અમદાવાદ શહેરનો નજારો નિહાળી શકાશે
- મંદિરની વ્યુ ગેલેરી અંદાજે 200 ૭૦ ફૂટ એટલે કે 82 મીટર ઊંચી હશે
- મંદિરનું ગર્ભગૃહ સંપૂર્ણ ભારતીય શાસ્ત્રોમાં વર્ણવેલી ડિઝાઇન
- ગર્ભગૃહમાં 52 ફુટ ઊંચા સ્થાન પર જગતજનની મા ઉમિયા બિરાજશે
- જગતજનની મા ઉમિયાની સાથે મહાદેવનો પારાનું શિવલિંગ સ્થાપિત કરવામાં આવશે
સમગ્ર સમારોહનું આયોજન માટે ૫૦ થી વધુ કમિટીઓ કામ કરશે. સમગ્ર કાર્યક્રમમાં 5000થી વધુ સ્વયંસેવકો સેવા આપશે. શિલાન્યાસ સમારંભની તૈયારી અને કાર્યક્રમની રૂપરેખા 28 ફેબ્રુઆરી 2020 શુક્રવારના રોજ સવારે 8 થી 12:00 આહુતિ મહાયજ્ઞ અને જગત જનની મા ઉમિયાની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે. જગતજનની મા ઉમિયા સાથે ગણપતિ દાદા અને બટુક ભૈરવની પ્રાણ પ્રતિષ્ઠા પણ કરવામાં આવશે. બપોરે 2 વાગે 11,000 બહેનોની યાત્રા સાથે ગંગાના પવિત્ર જળ ભરેલા ૧૦૮ કળશનું સ્વાગત અને પૂજન કરવામાં આવશે. સાંજે 4 વાગે દાતાઓનો અભિવાદન સમારંભ યોજવામાં આવશે.
જ્યારે 29 ફેબ્રુઆરી શનિવાર સવારે 8 વાગે મુખ્ય કર્મશીલ સહિત નવ શિલાઓ દાતાઓના હસ્તે પૂજન કરવામાં આવશે, ત્યાર બાદ સાંજે 4 વાગે મુખ્ય કાર્યક્રમ સમારંભ યોજવામાં આવશે.
આ સમારોહમાં પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ અને પરમ પૂજ્ય ગુરુદેવ શ્રી રવિશંકર આશીર્વાદ આપશે. સમાજ સમગ્ર ભારતભરના એક કરતાં વધુ દિગ્ગજ સંતો મહંતો મહામંડલેશ્વરો તેમજ કથાકારો પધારશે. શિલાન્યાસ સમારોહમાં ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ વિશેષ ઉપસ્થિત રહેશે.